________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨ જો, ]
સ્વાતિ-બિન્દુ.
૨૯
કરી નથી. મરણાંત સાહસ ખેડ્યા છે ! ભલભલા નગરરક્ષાને ઉંઠા ભણુાવ્યા છે ! ચોકીદારાની આંખમાં ધૂળ નાંખી, શ્રીમાના ખીસા પર કાપ મૂકયા છે ! પીછો પદ્મનાર સૈનિકાને ભ્રમમાં નાંખી, અરે ! હાથવેતમાં આવવા ટાણે, હાથતાળી આપી હું આબાદ છટકી ગયો છું! સાહસ વિના લક્ષ્મી સાંપડતી નથી અને મેં એમાં પારોપણ કર્યા પછી, એને એટલી હદે વિકસાવ્યું છે કે તારી આસપાસ જે આ ઝળહળતા ગંજ જણાય છે એ એના ફળરૂપે પ્રાપ્ત થયેલ છે અને એક નામીચા ચાર તરીકે માત્ર રાજગૃહમાં જ નહીં પણ સારાયે મગધ દેશમાં-એના દરેક ખૂણુામાં, અને બહારના કાશી-કૈાશલ પર્યંત આ લાહખુરનુ નામ્ મદૂર બન્યું છે.
પિતાશ્રી ! તે। પછી આપશ્રીના ચહેરા પર નિસ્તેજતા કેમ ફ઼ેખાય છે?
રાહષ્ણુ ! એ કહેવા સારુ તે તને ખાસ ખેલાવી મંગાવ્યેા. યમરાજનું તેડુ હાથવે'તમાં પામી જનારા હું હવે આ એસડીયાંના ઘુટડા ગળે ઉતારવા નથી ઇચ્છતા. મારા મનમાં જે એક ચિંતા દર કરી બેઠી છે તે એટલી જ કેતું મારી આ નામના જીવતી રાખશે કે એને નષ્ટ થવા દેશે ?
તુ' મારા એકલવાયા પુત્ર છે અને મરતી વેળા હરકાઇ બાપને એ આશા તે રહે ૐ પુત્ર ધંધાને વધારે ખેડે અને પિતાની આબરૂમાં વધારા કરે. અરે! બાપ કરતાં મેટા જ સવાઇ નિવડે. દુનિયા ભલે ચારીના ધંધાને હલકા માને, એને નિર્દે, અને રાજસત્તા એ માટે કાનૂના ધર્ડ, તુરંગા ઊભી કરે, અને પકડવા સારુ સૈનિકાની ફાજ રાખે. છતાં એ પશુ સાચું છે કે પ્રમાણિકતાથી વેપાર ખેડી કેટલા ધનવાન બને છે ? આડાઅવળા પાસા ફેંક્યા વિના, જાતજાતના સાહસ ખેડયા વગર, ઢગલાબંધ ધન સાંપડતું નથી જ. કાઇ ઉધાડા ચાર, તે ક્રાઇ ઢાંકયા ચાર! ઉપર વર્ણવ્યા એવા રક્ષણ સાધના અવગણીને, કળા–કાશલ્ય દાખવીને, પારકાનુ' દ્રવ્ય હરવુ અને પકડાયા વિના સહીસલામત છટકી જવુ એમાં એછી આવડત નથી. તેથી જ શરૂમાં જણાવ્યું તેમ આ એક કળા છે. મરણુ પથારીએ પડેલા પિતાની છેલ્લી અભિલાષા એ જ હાય કે પેાતાના વારસના હાથે વંશપરપરાના વ્યવસાય ચાલુ રહે.
પિતાશ્રી, તમારી વાત સાચી માનીને, એની તાલીમ મેળવીને આજે હું આપણા એ ધંધાને ખીલવી રહ્યો હ્યું. તમારી યાન બહાર એ વાત નથી, તે પછી આશંકા ધરવાને શું કારણ છે ?
રાહષ્ણુ ! કારણ ન હોત તે! હું આમ રામની રામાયણુ કરત ખરા ? કેટલાક સમયથી એક શ્રેણિપુત્ર નામે અહાસ તારા મિત્ર થયા છે. એની સાબતમાં તુ એએક વાર, તેના મહાત્મા જે ધમ દેશના આપવા અવારનવાર પધારે છે તે સાંભળવા પણ ગયેલ. એથી મારા મનમાં શંકા જન્મી છે કે–જો એ જાતનુ` ઉપદેશ-શ્રવણ ચાલુ રહેશે તે, જરૂર તું આ બધાથી હાથ ઉઠાવી લેવાના, કરી કમાણી વેડી દેવાને.
એ સંતા–મહતાને ક્રાઇ જાતની મહેનત કરવી નહીં, અંગે પરસેવા ઉતારવા નહીં,
For Private And Personal Use Only