________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવાસ ક્યારે પૂરે થશે? (શ્રી બાલચંદ હીરાચંદ, “સાહિત્યચંદ્ર”—માલેગામ)
(ભુજંગપ્રયાત.). અનંતા જરા જન્મ ને મૃત્યુ ફેરા, અહો ! ક્રર એ માર્ગ સંસારકેરા, પ્રવાસે જુએ નીકળે હું સદાને, અહા ! ચક્રમાં ગૂંચવ્યે ખાસ જાણે. ૧ 5 ખરો થઈ ફરું છું સદાને પ્રવાસી, ગયે કાળ એ અનંતે ઉદાસી; થયે કયાં થકી તે શરૂ હું ન જાણું, થવાને કિહાં પૂર્ણ તે ના પિછાણું. ૨ ૩ કયું યેય મારું ન જાણું ન કાંઈ, થઈ આંધળો હું ફરું જાણુ ભાઈ, અહો! કેટલો દીર્ઘ મારો પ્રવાસ, કહે કેટલો કાળ લાંબો પ્રયાસ. ૩ થયા જન્મ કયાં માહરે કણ કાળે, અહો! દીર્ઘ ચિંતા સદા ચિત્ત બાળે; સદા રાત જાએ ઊગે દીન નિત્ય, જુઓ ચક્ર એ દુષ્ટ ચાલે પ્રશસ્ત. ૪ ગયા માસ ને વર્ષ સંવત્સરો કેઈ, યુગ આથમ્યા છે અને સાથમાં લેઈ; જુઓ કાળનું એ મહાચક્ર મેટું, નહીં અંત એને વસે દીર્ઘ મેટું. ૫ કેઈ દેહ છોડ્યા કેઈ માય બાપ, કે જેડીયા કૂટ સંબંધ આપ; રડાવ્યા ઘણાને કૂડા પ્રેમ તોડી, હસાવ્યા કે લોકને પ્રેમ જેડા. ૬ રત્યે નાટ્ય નાચી વિસર તથાપિ, ફરી વેશ બીજે કયે તે ઉથાપી; હજુ અંત દીસે ન મારા પ્રવાસે, વિના હેતુ ચા ન આત્મા વિકાસે. ૭ મને દાખવે અંત એ ચાલવાને, યે માર્ગ કે શ્રમ ટાળવાને; હવે થાકી હું ઘણું દીર્ધ ચાલી, ઘણું દેડીયે હું સદા મૂઠ વાળી. ૮ , અનંત શ્રમ વેઠીયા થાક લાગ્યો, અહો ! માહરો સર્વ ઉત્સાહ ભાગ્યા; બતાવો મને કેાઈ એ ઉપાય, ટળે એ સદાના પ્રવાસ અપાય. ૯ 3 પ્રવાસે સદાના નહીં કે અંત, એહ છૂટવા દાખવા કોઈ સંત; } ટ જેહને હોય એહ પ્રવાસ, મને દાખવે કે એ સુવાસ. ૧૦ મને કોઈ ભેટે ખર સંત સાધુ, અહ! તેહની સાહાથી કાર્ય સાધું; 3 અનાદિ ખરો એહ સંસાર માટે, પડ્યા ચક્રમાં સર્વ દુઃખે ન ટેટે. ૧૧ મને ટાળવે છે કરી એહ સાંત, થયું મારું ચિત્ત સંભ્રાંત પ્રાંત; બતાવે મને ટાળવા સર્વ ફેરા, ઉપાય ખરા સાધુ ને સંતકેરા. ૧૨ થવું છે મને મુક્ત સંસાર ટાળી, જરા મૃત્યુ ને સર્વ સંતાપ બાળી છે અહે હે પ્રભો! ઊગશે દીન એવો, મને લાગશે ધન્ય પીયૂષ જે. ૧૩ = સહુ એ પ્રવાસી ખરો માર્ગ પામે, ખરું સચ્ચિદાનંદનું રૂપ જામે ! ખરી ભાવના એહ બાલેન્દુની છે, જે પૂર્ણ સાધુકૃપાથી બની છે. ૧૪
For Private And Personal Use Only