________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ હાલમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકે સેવા સમર્પી રહ્યા છે બીજા પુત્ર શ્રી શાંતિલાલભાઈ બેબે મોટર ટ્રેડીંગ કંપનીને વહીવટ સંભાળે છે, અને ત્રીજા પુત્ર-આજનાઅભિનંદન અને સન્માનના અધિકારી શ્રી ધીરૂભાઈ કે જેમની યોગ્યતા જોઈને મહારાષ્ટ્ર સરકારે જે. પી. (જસ્ટિસ ઓફ ધી પીસ) સુલેહના અધિષ્ઠાતા તરીકેની માનવંતી પદવી સમર્પણ કરી છે, તેઓએ પોતાની અનેક શક્તિઓને વિકાસ કરેલ છે. તેઓ ૧૭ વર્ષના પ્રોગ્રેસીવ ગ્રુપના સભ્ય છે. ત્રણ વર્ષ તે સંસ્થામાં મંત્રીપદે ત્રણ વર્ષ ઉપપ્રમુખપદે અને બે વર્ષ પ્રમુખપદે–ચૂંટાયા હતા. ઉપરાંત નેશ્નલ એસોસીએશન ફોર બ્લાઇડમેનના, એકઝીકયુમીટીના મેંબર છે. લાયન્સ કલબ ફોર નોર્થ બેબના મેનેજીંગ કમીટીના સભ્ય છે, ઈડીઅન મરચંટસ ચેમ્બર કમીટીના પણ સભ્ય છે, ટ્રાફીક કમીટીના એડવાઇઝરી બેડને પણ મેમ્બર છે–આ રીતે અનેક સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. આટલી યુવાન વયમાં આવી સામાજિક ઉચ્ચકેટિની સંસ્થાઓની સેવામાં સંકલિત રહી સંસ્થાઓના પ્રેમ સંપાદન કરે- એ અવશ્ય એમની અસાધારણ શક્તિ દર્શાવે છે, કુટુંબગત વારસાના સંસ્કાર સાથે સ્વાવલંબનથી એમણે સુંદર પ્રગતિ કરી છે.
- શ્રી ધીરૂભાઈ સાત્વિક સેવાભાવી સજજન તરીકે, તેમજ અસાધારણ વ્યક્તિરૂપે પ્રકાશમાં આવ્યા છે. તે આપણા સહુને માટે આનંદનો વિષય છે. “જસ્ટિસ ઓફ ધી પીસ”-એટલે જ્યારે જ્યારે જનતામાં વૈમનાય ઊભું થાય, કલેશ થાય, ઘર્ષણ થાય ત્યારે ત્યારે શાંતિ ઉત્પન્ન કરવાને સબળ પ્રયાસ કરવોએ તેમનું મુખ્ય કર્તવ્ય હોય છે. આ જવાબદારી તેમણે સ્વીકારે છે. જેથી ભવિષ્યમાં તેઓ જે.પી.ને લગતી ફરજો બજાવવા શક્તિમાન રહે, પોતાની શક્તિને ખાસ કરીને જૈન સમાજની ઉન્નતિ માટે પણ ઉપયોગ કરતા રહે અને એ રીતે સેવાનાં ક્ષેત્રે વિસ્તૃત કરતા રહે તે માટે શાસનદેવ તેમને સહાય કરતા રહે તેમ ઈચ્છું છું. અમારતેjથાન
ઉપસંહારમાં પ્રમુખશ્રી વાડીલાલભાઈ ગાંધીએ બેલતાં કહ્યું હતું કે શ્રી ધીરૂભાઈને હું ઘણ વરસથી ઓળખું છું એમનામાં રહેલી શક્તિઓને મને ખ્યાલ છે અને મહારાષ્ટ્ર સરકારે ખરેખર લાયક વ્યક્તિનું લાયક સન્માન જેપી ની પદવી આપીને કર્યું છે. અંતમાં તેમણે શ્રી ધીરૂભાઈના કુટુંબીજનોની સાહિતિક, સામાજિક અને ધાર્મિકક્ષેત્રે કરેલી સેવાઓને ઉલ્લેખ કરી શ્રી ધીરૂભાઈની ઉત્તરોત્તર પ્રગતિ વાંછી હતી.
શ્રી ગોધારી જૈન મિત્રમંડળના સમારંભમાં પણ આપણી સભાના ઉપ-પ્રમુખ શ્રી ફોહચંદભાઈ તથા શ્રી ગુલાબચંદ લ. શાહે હાજર રહી શ્રી ધીરૂભાઈ તથા તેમના કુટુંબી જનેની જુદા જુદા ક્ષેત્રે અપાયેલી સેવાને અંજલિ આપી હતી. આ ઉપરાંત શ્રી પ્રાણજીવન દ. ગાંધી, શ્રી રાયચંદ મ. શાહ, શ્રી મનુભાઈ કાપડિયા, શ્રી જલાબચંદ મુળચંદભાઈ વગેરેએ પણ પ્રસંગનુકુળ પ્રવચન કર્યા હતાં. ઉપસંહારમાં પ્રમુખશ્રી હીરાલાલ . શાહે કહ્યું હતું. શ્રી ધીરૂભાઈ કાપડિયાની કાર્યશક્તિનો ખ્યાલ ખરી રીતે તે મહારાષ્ટ્ર સરકારે એમને જે પી ની માનવંતી પદવી એનાયત કરીને આપ્યો છે એ માટે આપણે મહારાષ્ટ્ર સરકારને આભાર માનવો જોઈએ. તથા ગેધારી સમાજ અને ખાસ કરીને ભાવનગરના વતનીઓ શ્રી ધીરૂભાઈને મળેલ આ માનવંતી પદવી માટે ગૌરવ લે છે તેમ જણાવી શ્રી ગોધારી જૈન સમાજની સંસ્થાઓને તેમની વિરાટ શક્તિને, અનુભવ, આવડતને, લાગવગન અને બુદ્ધિનો લાભ આપવા વિનંતી કરી હતી.
૧૫૬
For Private And Personal Use Only