SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવગિરિ ૧૨૧ (સમારોશા) સવાલના જયેષ્ઠ બધુ જ જણાય છે. ઉકેશગ૭ના શ્રી કકકસૂરિએ સં. ૧૩૯૩માં કંજરપુરમાં રચેલા નાભિનંદનેદાર પ્રબંધમાં તથા નિવૃત્તિ ગચ્છના પાસડસૂરિના રજા ન આપી, તેથી આરાસણુની ખાણમાંથી બીજી એક મોટી ફલહી કઢાવી. આ મોટા પાષાણને પાલિતાણું લાવવા માટે ગાડાને ૨૦ તે બળદ જોડવામાં આવ્યા હતા, ચેરાશી પુરૂષોએ ખભા ઉપર ઉપાડીને ૬, દિવસે તે ડુંગર ઉપર ચડાવ્યું હતું, અને તેમાંથી પ્રતિમા ઘડવા માટે અતિકુશલ ૧૬ કારીગર પાટણથી લાવવામાં આવ્યા હતા. પ્રતિમાજી તૈયાર થયા પછી મહામહેસવપૂર્વક ધર્મવીર સમરસિંહે શ્રી સિદ્ધસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. અને પ્લેઓએ ભાગેલા બાહામંત્રીના મંદિરના બાકીના ભાગને પણ શિખર સુધી બંધાવીને પૂર્ણ કર્યો હતો. આ સિદ્ધસૂરિજીના શિષ્ય કકસૂરિએ જ સં. ૧૩૯૩માં નાભિનંદનોદ્ધાર,બંધની સંસ્કૃતમાં રચના કરી છે તેમાં તથા પાર્શ્વદત્તસૂરિના શિષ્ય અંબાદેવસૂરિએ ગુજરાતી ભાષામાં રચેલા સમરારાસ(જેન એતિહાસિક ગુર્જર કાવ્ય સંચય, (શ્રી જેને આત્માનંદ સભા પ્રકાશિત)માં આ ઉદ્ધારનું અત્યંત આનંદજનક વિસ્તારથી વર્ણન છે. આજે પણ જેને ઇતિહાસમાં મહામાત્ય વસ્તુપાલ અને પેથડશાહ પછી ધર્મરત્ન સમરાશાનું તેજસ્વી નામ ઝળકી રહ્યું છે. મહાદુઃખની વાત છે કે, સમરાશાએ સ્થાપેલા બિંબનું મસ્તક પણ પુનઃ કઈ નરપિશાચ દુષ્ટ રોએ ખંડિત કર્યું હતું. અને તેથી તેને ફરીથી ઉદ્ધાર કરવાની ફરજ ઉપસ્થિત થઈ હતી. આ કાર્ય ચિતાના વતની અને ત્યાંના મહારાણા સાંગાના પરમમિત્ર શેઠ તલાશાહના સપત્ર શેઠ ક કર્યું. એકદા સંધમાં તપાગચ્છના ધર્મરત્નસૂરિ ચિતડ આવ્યા હતા. તે સમયે તેલાશાહે ગુરુને પૂછયું હતું કે, શત્રુંજય ઉપરના સમરાશાહે સ્થાપેલા બિંબનું ખંડન થયું છે તેના ઉદ્ધારનો મનોરથ સિદ્ધ થશે કે નહીં? ગુરુએ કહ્યું કે, તારો પુત્ર કર્માશાહ એ કાર્ય કરશે. ત્યાર પછી કાલક્રમે તલાશાહ સ્વર્ગે સિધાવ્યા. કર્માશાહ કાપડને વ્યાપાર કરતા હતા. તેમાં એક પ્રસંગમાં શાહજાદા બહાદુરખાન સાથે તેમની ભત્રી થઈ હતી. સં. ૧૫૮૩માં એ જ શાહજાદે અમદાવાદમાં બહાદરશાહનું નામ ધા કરી ગાદી ઉપર બેઠે. અવસર સાધીને કર્ભાશાહે તીર્થોદ્ધાર માટે મંજૂરી મેળવી લીધી, અને ઠાઇ પૂર્વક સંઘ લઈને પાલિતાણુ આવ્યા. જે પાષાણમાંથી પ્રતિમા ભરાવવાની સમરાશા ઓસવાલની ઈચ્છા સંધની અનુમતિ ન મળવાથી મનમાં ને મનમાં જ રહી ગઈ હતી તે જ વસ્તુપાલ મંત્રીએ લાવીને રાખેલા મમ્માણિ પાષાણની પ્રતિમા કરાવવાનું સદભાગ્ય કર્માશાહને પ્રાપ્ત થયું. તેમણે એ અને વાસ્તુશાસ્ત્રમાં નિષ્ણાત વાચક વિકમંડન અને પં. વિવેકબીરની દેખરેખ નીચે પ્રતિમા ભરાવી. અંતે સર્વ ગામના સંઘોને આમંત્રણ આપીને ઉપરોકત ધર્મનસૂરિના પટ્ટશિષ્ય શ્રી વિદ્યામંડનસૂરિજીના હસ્તે સં. ૧૫૮૭ના વૈશાખ વદ ૬ ને રવિવારે મહામહોત્સવપૂર્વક તેની પ્રતિષ્ઠા કરાવી. આપણે જેમને આદીશ્વર દાદા કહીને સંબોધીએ છીએ અને જેના દર્શન માત્રથી અમૃતનું પાન કર્યાને આનંદાનુભવ થાય છે તે આ વસ્તુ પોલમંત્રીએ લાવેલા પાષાણની ભરાવેલી અને કર્માશાહે સ્થાપેલી જ પ્રતિમા છે. આ નિતાંત પુણ્યમય પરમાણુઓથી બનેલી મૂર્તિનાં દર્શન કરતાં અંગે અંગે રોમાંચ ખાં થાય છે અને આનંદનો મહાસાગર ઉછળે છે. અહીં ભારતના ખૂણે ખૂણેથી પ્રતિવર્ષ લખે લાકે યાત્રાર્થે આવે છે. આ ઉદ્ધારની વિસ્તૃત હકીકત ઉપરોક્ત ૫. વિવેકધીરે બનાવેલા સંસ્કૃત શત્રુંજયોદ્ધારપ્રબંધમાં વિસ્તારથી છે, કે જે શ્રી જેને આત્માનંદ સભા, ભાવનગરથી પ્રગટ થયો છે. For Private And Personal Use Only
SR No.531555
Book TitleAtmanand Prakash Pustak 047 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1949
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy