SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપ્રત કરે છે. અનુવાદના ગ્રંથોમાં પણ સભા તેમની આઝાધિન સલાહ લે છે, તેથી જ સભાની પ્રગતિ અને પ્રતિષ્ઠામાં વિશેષ વિશેષ વૃદ્ધિ થતી જાય છે-થાય છે. તેઓ સાહેબના દાદા ગુરૂ શાંતમતિ શ્રી પ્રવતંકજી શ્રી કાન્તિવિજયજી મહારાજ અને તેઓ સાહેબના પૂજ્ય વિદ્વાન ગુરૂદેવ શ્રી ચતુરવિજયજી મહારાજની કૃપા આ સભા ઉપર પ્રથમથીજ હતી. સાહિત્ય સંશોધક અને પ્રકાશનની શરૂઆત પણ ત્યાંથી થયેલ છે છતાં પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ વંશ પરંપરાગત ગુરૂભક્તિ અને સાહિત્ય સેવાને વાર લઈ રહ્યા છે. સભા નિરંતરને માટે તેઓશ્રીને જેટલો આભાર માને તેટલો ઓછો છે. ઘણા વર્ષો પહેલાં આચાર્યદેવ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ પણ સભા ઉપરની કૃપાદૃષ્ટિ વડે સાહિત્ય સંશોધનનું સુંદર કાર્ય કરી સભાને સુપ્રત કરતા હતા. હાલ તેઓશ્રી વૃદ્ધાવસ્થા થયેલ છે વગેરે કારણોથી તે કાર્ય બંધ હોવા છતાં તેઓશ્રી અમદષ્ટિ ચાલુ છે. સભા તેમની પણ આભારી છે. પરંતુ વિશેષ હકીક્ત તે એ છે જે ગયા વર્ષમાં પંજાબમાં ગુજરાનવાલાના ચોમાસાના દરમ્યાનમાં કેમી હુકલાડ થતાં ગુરૂદેવ સપરિવાર અને જૈન બંધુઓ સહિત ભયંકર હુલડની આફતમાં હતા. સભાને વારંવાર ચિંતા થયા કરતી હતી. અવાર નવાર તારો, પત્રો અનેક લખી સભા સુખશાંતિના સમાચાર મંગાવતી આફતમાંથી સહીસલામત બચી જાય ત્યાંથી ખસી નિર્ભય સ્થાને પહોંચે તે માટે પરમાત્માની પ્રાર્થના પણ કરવામાં આવતી હતી. આચાર્ય ગુરૂદેવના સંજમ, તપ, બ્રહ્મચર્ય વગેરે અપૂર્વ ગુણવડે અધિષ્ઠાયક દેવની કૃપા થતાં ત્યાંથી અમૃતસર સહીસલામત પહોંચી ગયા તે જાણી આ સભાને ઘણે જ આનંદ થયો છે. હાલ તેઓ સાહેબ વિહારમાં છે. તેઓ સાહેબ હવે વૃદ્ધાવસ્થાને લીધે હવે કાઠિયાવાડ ગુજરાતમાં જ વિચરે, બિરાજે, જૈન સમાજ ઉપર ઉપકાર કરે તેમ જૈન સમાજ ઇચ્છે છે. હિન્દ સ્વાતંત્ર્ય દિન. આ વર્ષના તા. ૧૫-૮-૪૭ના રોજ હિંદ આઝાદ સ્વતંત્ર થતાં હિંદના દરેક શહેરોમાં દરેક પ્રજાએ આનંદપૂર્વક રોશની વગેરેથી શણગારી તે દીવસ ઉજવ્યો હતો. જેન સમાજ પણ હિંદની પ્રજા માંહેની પ્રજા હોવાથી તેમણે પણ તે દિવસ મહેસવપૂર્વક ઉજવ્યો હતો, પરંતુ આવા રાજકીય કે વ્યવહારિક આનંદના દિવસે જૈન સમાજે, સાથે ધાર્મિક નિમિત્ત મેળવી મહત્સવ ઉજવે તે તે ગેરવવાળું વિશેષ ગણાય તેમ માની આ સભાએ સભા બોલાવી, આ સ્વતંત્રદિનની ઉજવણી નિમિત્તે કોમાહુલ બંધ થાય, શ્રી મહાવીરદેવને અહિંસાનો પયગામ સર્વ સ્થળે વ્યાપે તેમ પ્રાર્થના કરી, સભાના સાધારણ ખાતામાંથી રૂા. ૧૦૦૦) આ સ્વાતંત્ર્ય દિનની યાદગિરિ નિમિત્તે તે રકમ મુદલ રાખી તેના ચાર ટકા લેખે વ્યાજ ગણી તેનાં રૂા. ૪૦) જે થાય તે દરવર્ષે આ શહેરના આપણું અસહાયક જૈન બંધુઓને જોઈતી કોઈપણ સહાય તરીકે સભાએ આપવા. આ વર્ષે આ દિવસથી તેની શરૂઆત કરી સભાના કારમુનેને એક માસને પગાર બેણી તરીકે આપવામાં આવેલ છે અને તેજ રજ રૂા. ૫૦) આપણું જૈન બંધુઓને રાહત માટે આપી આ વર્ષથી તેને અમલ કર્યો છે. આ વર્ષમાં અપાયેલ બે ગ્રંથમાં એક ગ્રંથ ( જે ઐતિહાસિક પ્રમાણભૂત ગ્રંથ મનાયેલ છે તે શ્રી સંધપતિ ચરિત્ર ( ધર્માલ્યુદય કાવ્ય ). જેમાં મહાપુરૂષોના ચરિત્રો સાથે મહામાત્ય વસ્તુપાળ જે કે વિરધવળ રાજાના પ્રધાન હતા. તે રણવીર, દાનવીર, ધર્મવીર અસાધારણ હતા. તેની પૂર્ણ હકીકત તે ગ્રંથમાં તેમના સમકાલીન ધર્મગુરૂ શ્રી ઉદયપ્રભસૂરિએ લખેલ For Private And Personal Use Only
SR No.531530
Book TitleAtmanand Prakash Pustak 045 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1947
Total Pages45
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy