________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
*: શ્રી આત્માનંદ પ્રકાશ :
" तत्र द्रागेव भगवानयोगाद्योगसत्तमात्, भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥"
–શ્રી. હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગદષ્ટિ સમુચ્ચય. એવા તે નિર્વાણ પ્રાપ્ત શ્રી સિદ્ધ ભગવાનના ચરણનું અમને શરણ હે! હવે આ નિર્વાણ પ્રાપ્તિ ક્યા ક્રમે થઇ તેનો સંક્ષિપ્ત ઉલ્લેખ સિંહાવોન ન્યાયે કરતાં તેત્રકાર
કહે છે
સમ્યક્ત્વ જ્ઞાન ચરિતે યુત જે થઈને, ને ધાર આશ્રવ તણા સહુ સંવરીને; રોધે નવા પ્રથમ કર્મ રૂડા પ્રકારે, તે સિદ્ધના ચરણ હો શરણું અમારે! ૧૭
શબ્દાર્થ –સમ્યગૂ દર્શન-જ્ઞાન–ચારિત્રથી યુક્ત થઈ, જે આશ્રવના બધા દ્વાર સંવરીને (બંધ કરીને) પ્રથમ તે નવાં કર્મને સમ્યફ પ્રકારે રોધી દે છે,-તે સિદ્ધના ચરણ અમને શરણરૂપ છે !
નિર્વાણપ્રાપ્તિરૂપ પરમયોગની પ્રાપ્તિ પણ, નાના પ્રકારની મેક્ષસાધક યુગ પ્રક્રિયામાંથી યોગ સાધનામાંથી સફળપણે ઉત્તીર્ણ થયા પછી થાય છે. મોક્ષ સાથે યોજનાર ગરૂપ મુખ્ય સાધન ત્રણ છેઃ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યકુચારિત્ર. દેહાદિથી આત્મા સર્વથા ભિન્ન છે. ઉપયોગવંત અને અવિનાશી છે, એવું જે સદૂગુરુ ઉપદેશથી યથાસ્થિત જ્ઞાન થવું તે સમ્યગ જ્ઞાન છે; તથા પ્રકારે જે જ્ઞાનથી જાણ્યું તેની સમ્યફ પ્રતીતિ ઊપજવી તેનું નામ સમ્યગદર્શન અથવા સમકિત છે; અને જ્ઞાનદર્શન કરી જેવું શુદ્ધ આત્મસ્વરૂપ જાણ્યું-પ્રતીત્યું, તે સર્વથી ભિન્ન-અસંગ સ્થિર આત્મસ્વભાવ ઊપજવો તે સમ્યક્યારિત્ર છે. પરમ સમર્થ તત્વ શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે –
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ...મૂળ મારગ સાંભળો જિનને રે. એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ..મૂળ મારગ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત....મૂળ મારગ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત...મૂળ મારગ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વથી ભિન્ન અસંગ...મૂળ મારગ એવો સ્થિર સ્વભાવ જ ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ મારગ.”
–શ્રીમદ્ રાજચંદ્ર. “જીવાદિક છ દ્રવ્ય જેવા છે તેવા સદલવા તે સમકિત, અને છ દ્રવ્ય જેવા છે તેવા ગુણુપર્યાય સહિત જાણે તે જ્ઞાન જાણવું. તે છ દ્રવ્ય જાણીને અજીવને છાંડે અને જીવના સ્વગુણમાં સ્થિર થઈને રમે તે ચારિત્ર કહીએ. એ જ્ઞાનદર્શનચારિત્ર શુદ્ધ રત્નત્રયી તે મોક્ષનો માર્ગ છે. માટે એ જ્ઞાનદર્શનચારિત્રનો ઘણો યત્ન કર. એ રત્નત્રયી પામીને પ્રમાદ કરવો નહીં.”
–શ્રી. દેવચંદ્રજીત આગમસાર. "निच्छयमग्गो मुक्खो ववहारो पुण कारणो वुत्तो, पढमो संवररूवो आसवहेउ तओ बीओ॥"
અર્થાત–નિશ્ચયમાર્ગ મુખ્ય છે, વ્યવહારમાર્ગ તેના કારણરૂપ કહ્યો છે; પ્રથમ નિશ્ચયમાર્ગ સંવરરૂપ છે, બીજો વ્યવહારમાર્ગ આશ્રવહેતુ છે.
(ચાલુ)
For Private And Personal Use Only