SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 99ee જૈ શ્રી સિદ્ધાસ્તોત્ર રચનાર અને વિવેચક : ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. (ગતાંક પૃષ્ઠ ૨૪૬ થી શરુ ) તે નિર્વાણ માટે દષ્ટાંત આપે છે – વસંતતિલકા વૃત્ત જ્જુ અગ્નિ ઇંધન ખુટયે સ્વયમેવ શામે, ક્યું દીપ તેલ મૂંટતાં નિરવાણ પામે; નિર્વાણ કર્મ વિણ પ્રાપ્ત જ તે પ્રકારે, તે સિદ્ધના ચરણ હો શરણું અમારે. ૧૬ શબ્દાર્થ –જેમ અગ્નિ ઇંધન (બળતણું) ખૂટતાં પોતાની મેળે જ સમાઈ જાય છે, જેમ દીપક તેલ ખૂટતાં નિર્વાણ પામે છે-બુઝાઈ જાય છે, તેમ કર્મ ખૂટતાં જે નિર્વાણ પામ્યા છે તે સિદ્ધના ચરણનું અમને શરણ હો ! વિવેચન – અગ્નિ ત્યાં સુધી બળ્યા કરે કે જ્યાં સુધી ઇંધન–બળતણ હેય. પણ બધું ય બળતણ બળી ગયા પછી તે તે એની મેળે જ શમી જાય છે-ઠરી જાય છે; ભમાવશેષ રહે છે. તેમ જ્યાં લગી કમરૂપી કાઇ હેમાયા કરે છે, ત્યાં લગી સંસાર અગ્નિ પ્રજવલિત રહ્યા કરે છે; પણ કર્મકાઇની હોળી કરી, તેને ભસ્મવશેષ કરવામાં આવતાં તત્કાળ સંસાર–અગ્નિ ઠરી જાય છે-શમી જાય છેનિર્વાણ પામે છે; એટલે સકલ કર્મ મુક્તિરૂપ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ભગવાને સકલ કર્મની હેળી કરી આ નિર્વાણની પ્રાપ્તિ સાધી છે. “શુલ ધ્યાન હેરી કી વાલા, જાલે કર્મ કઠોર રે-નિજ સુખ કે સધેયા; શેષ પ્રકૃતિ દલ ક્ષીરણ નિજા, ભસ્મ ખેલ અતિ જેર રે-નિજ સુખ કે સબૈયાં. ” અષ્ટકમ વન દાહ કે, પ્રગટિ અન્વય ત્રાદ્ધિ.” –શ્રી. દેવચંદ્રજી. સર્વથા બીજ બળી ગયા પછી જેમ અંકુર ફૂટતા નથી, તેમ કર્મ-બીજ બળી ગયા પછી ભવઅંકુર ફૂટ નથી. "दग्धे बीजे यथात्यंतं प्रादुर्भवति नांकुरः, कर्मबीजे तथा दग्धे न रोहति भवांकुरः॥" –શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શાસ્ત્રવાર્તા સમુચ્ચય. તે જ પ્રમાણે જયાં સુધી તેલ હોય છે, ત્યાં સુધી દીવ બળ્યા કરે છે; તેલ ખૂટી જતાં તે એની મેળે હોલવાઈ જાય છે-નિર્વાણ પામે છે, તેમ જયાં સુધી કર્મરૂપ તેલ ચાલે છે ત્યાં સુધી સંસાર-દીપક બન્યા કરે છે, અને નવા પુદગલકર્મરૂપ તેલને ક્ષેપ વઈને જાનું કર્મ-તેલ નિઃશેષ થાય છે ત્યારે સંસારનો દીવો આપોઆપ બુઝાઈ જાય છે-નિર્વાણ પામે છે. આમ ભગવાન સિદ્ધ નિર્વાણને પામ્યા છે. “પુદંગલ તેલ ન ખેપ, શુદ્ધ દશા જે નવિ દહે હે લાલ.” – શ્રી. યશવિજયજી For Private And Personal Use Only
SR No.531477
Book TitleAtmanand Prakash Pustak 040 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1942
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy