SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (અનુસધાન ટાઈટલ પૃષ્ઠ ૨ થી ચાલુ) પણ કરવામાં નથી જેથી, આ વખતે “ન્યાયાંનિધિ શ્રી વિજયાનંદસૂરિ નામનું સુંદર પુરતક અમારા માનવતા ગ્રાહકોને ભેટ આપવું સભાને યોગ્ય લાગ્યું છે. સ્વ. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર ( આત્મારામજી મહારાજ ) એમના સમયના એક યુગપ્રધાન પુરુષ હતા. જૈન સંધને વીંટી વળેલો દોઢસો બસો વર્ષને અંધકાર એમણે એકલે હાથે ઉલેચા હતા. શાસ્ત્રભંડારામાં ઢંકાઈ રહેલાં રને એમણે ખુલ્લાં કરી બતાવ્યાં. તેઓ જેટલા ક્રિયાપરાયણ હતા તેટલો જ અધ્યયનશીલ હતા. જેટલા ક્રાંતિકારી હતા તેટલી જ ઋજુ અને નમ્ર હતા. જેવા ઉપાશ્રયના ઉપદેશક હતા તેવા જ સમર્થ પ્રચારક પણ હત'. સંયમ અને સિંહગર્જનાનો સુંદર સમવય એમની આકૃતિમાં, એમના સાહિત્યમાં અને જીવનવહેવારમાં પણ જોઈ શકાય છે. આવી એક મહાન પુરુષના ચારિત્રજીવનમાં બનેલા અનેક સુંદર પ્રસંગેનું વિસ્તારપૂર્વક વર્ણન આ ભેટની બુકમાં આપવામાં આવ્યું છે. મહાન પુરુષના જીવનચરિત્ર હંમેશા આદરણીય, મનનીય અને નીય હોય છે અને કોઈપણ મનુષ્ય તેના પઠનપાઠનપૂર્વક અભ્યાસ કરે, તેને વિચારે, ચરિત્રના અનેક પ્રસંગોમાંથી કોઈપણ પ્રસંગ જીવનમાં ઉતારે તે તેઓ પણ પોતાના જીવનમાં મહાન પુરુષ બની શકે છે. છનનચરિત્ર એ મનુષ્યજીવનને ઉનત બનાવવામાં અને મોક્ષ સુધી લઈ જવામાં એક માર્ગદર્શક વસ્તુ છે, અને ભૂતકાળમાં થયેલા આવા મહાન પુરુષોનાં જીવન તો વૃદ્ધ મનુષ્યોએ નજરે પણ નિહાળ્યાં હોય છે, તેથી તેમના જીવનની એ દરેક સત્ય ઘટનાઓ હોય છે. | આ સભા તે પ્રાતઃસ્મરણીય ગુરુવર્યના સ્મરણાર્થે થયેલ હોવાથી તેમજ આવા અદ્વિતીય વિદ્વાન પુરુષ ઘણા વરસો પછી જન્મે છે, તેથી તેમના જીવનના સુંદર પ્રસંગે જીવનચરિત્રદ્વારા પ્રગટ કર વામાં આવે તે ભાવિ જેન પ્રજાને તે પરમ ઉપકારી હોવાથી અમાએ રા. સુશીલ પાસે ગૂજરાતી ભાષામાં લખાવી, સુંદર ગૂજરાતી ટાઈપમાં ક્રાઉન આઠ પેજી મેટા કદમાં છપાવી, સુંદર ફોટાઓ મૂકી, સુંદર, દર્શનીય અને આકર્ષક ટાઈટલ માટે ખર્ચ કરી તૈયાર કરાવેલ છે. તેથી અમે માનીએ છીએ કે અમારા માનવતા ગ્રાહકોને આ ભેટ પુસ્તક આપવાથી આવા વખતે પણ સંતોષ અને આનંદ થશે. | અમારા માનવંતા ગ્રાહકોએ નીચે પ્રમાણે લવાજમ મનીઓર્ડરથી મોકલી આપવું. રૂા. ૩-૮-૦ “ આત્માન પ્રકાશ ના વર્ષ ૩૯ તથા ૪૦ના બે વર્ષના લવાજમના તથા રૂા. ૭-૩-૦ ઉપરની ભેટ બુકનું પોસ્ટેજ.. ઉપર મુજબ આપના તરફથી રૂા. ૩-૧૧-૦ મનીઓર્ડરથી મળ્યા બાદ ભેટની બુક પાસ્ટદ્વારા મોકલવામાં આવશે. મનીઓર્ડરથી લવાજમ નહિ મોકલનાર ગ્રાહકોને તેના વી. પી. પાસ્ટના રૂા. ૦--૦ મળી કુલ રૂા. ૩-૧૪-૦નું વી. પી. કરવામાં આવશે, જે સ્વીકારી આભારી કરશે. પ્રથમ લવાજમ મોકલનારને પોસ્ટને પણ લાભ થશે. અશાડ શુદિ ૧૫ થી ભેટની બુક અગાઉથી લવીજમ નહિ આવેલ હશે તેઓશ્રીને વી. પી. થી મોકલવામાં આવશે, તે અમારા માનવતા ગ્રાહકે સ્વીકારી લેશે. કોઈપણ કારણે વી. પી. સ્વીકાર્યા વગર પાછું મોકલી,આવા મોંઘવારીના વખતમાં નાહક જ્ઞાનખાતાને નુકશાન નહિ કરવા નમ્ર સૂચના કરીએ છીએ. આ સભાના સભાસદ બંધુઓ તથા આત્માનંદ પ્રકાશ'ના ગ્રાહકોને નમ્ર સૂચના. ચાલુ વિગ્રહને લઈને ઘણા બ ધુઓ પોતાના વતન તરફ જતાં તેમને મોકલવામાં આવતું માસિક પાછું આવે છે. તો તેઓએ સ્થળ બદલતાં પોતાનું સરનામું તુરત જ લખી જણાવવું જેથી માસિક તેમને નિયમિત મોકલી શકાય. વ્યવસ્થાપક. For Private And Personal Use Only
SR No.531463
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy