________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
7િ
કો ચા વિષે ઉપદે શ ક પદ
6)
જીવ કાયાને સુણાવે રે, એ કાયા ભળી; તું કેમ રહી હજી જી રે, ઓ કાયા ભેળી–ટેક જીવની જયણ ન કીધી, સુખે તે ન નિદ્રા લીધી; ચારી ચુગલી બહુ કીધી રે, એ કાયા ભેળી. (૧) એકેન્દ્રિયના છેદન કીધાં, કાચા કુમળાં નવિ દીઠાં રસેન્દ્રિયને લાગ્યાં મીઠાં રે, એ કાયા ભેળી. (૨) બત્રીશ અશક્ય = કીધાં, રાત્રિભોજન ભાવે કીધાં તે તે લાગ્યા તુંને મીઠાં રે, એ કાયા ભેળી. (૩) સુપાત્રે ન દાન દીધાં, જીભથી ન જશ લીધા, કૂડા કાટલા માપ કીધાં રે, એ કાયા ભોળી, ગરીબ પર દયા ન કીધી, પારકી થાપણ લીધી, પરનિંદા કીધી ઘણી રે, એ કાયા ભેળી. (૫) ક્ષણમાં તું થાતી રાજ, ક્ષણમાં તું શેક કરતી, ક્ષણમાં તું રેતી ઘણું રે, એ કાયા ભેળી. સગા ને સંબંધી તારા, તુજથી જે બધા ન્યારા; તું તે મનથી માને છે મારાં રે, ઓ કાયા ભેળી. (૭) સગપણ અનંતા કીધાં, જન્મ અનંતા લીધા ટળી નહીં તારી ચિંતા રે, એ કાયા ભેળી, તું શેધે છે ઘર સારું, પણ નથી મળનારું; મળે તે નહીં રહેનારું રે, એ કાયા ભેળી. (૯) જિનવરનું નામ સાચું, બીજું બધું જાણુ કાચું; મુક્તિમારગ વિના કાચું રે, ઓ કાયા ભેળી. (૧૦) મનુષ્ય તે દેહ ધરી, અવસર ન મળે ફરી; કહે રાયચંદ તું પ્રભુને ભજી લે, એ કાયા ભેળી. (૧૧)
( ૬ )
રા ય ચં દ મૂળ જી પારે ખ– બે લા
For Private And Personal Use Only