________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
ને રી
સુ વા કો.
૭૬ કામ કરતી વખતે જ્ઞાની અને અજ્ઞાની બન્નેને શરીર તે સરખા જ હોય છે, છતાં ફળ
જુદા જ હેય; કારણ જ્ઞાની દરેક કર્મ વિવેક બુદ્ધિસર કરે છે અને અજ્ઞાનીને તેવી
બુદ્ધિ હોતી નથી. ૭૭ આપણી દરેક ઇંદ્રિયો બહિર્મુખ છે અને વૃત્તિ પણ બહિર્મુખ હોવાથી આપણા દેનું
ભાન થતું નથી, પરંતુ વૃત્તિને જે અંતર્મુખ કરવામાં આવે તે આપણામાં રહેલા નાનામાં નાના દેષને જોઈ શકાશે અને તેમાંથી બચવા પ્રયત્ન પણ થશે. ૭૮ સત્યના ઉપાસકને શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને તેને જગત
મુખ, ગાંડ, દિવાને વગેરે ઉપનામો આપે છે, માટે જ સત્યના શોધક વિર
લાઓ જ હોય છે ૭૯ જેઓને સ્વભાવ પરદુઃખે દુખી થવાનો છે તેઓ ગમે તેવા દેશ, કાળ
અને સ્થિતિમાં હોય તે પણ તેઓ પ્રાણુતે પણ બીજાનું શ્રેય કરવાનું ચુકતા નથી જ. ૮૦ આપણા આત્મામાં રહેલા સત્ય પ્રેમને આગ્રહ કરવા માટે અને સત્યની તદ્દન
નજીક પહોંચવા વ્યવહારિક જીવનથી જેમ બને તેમ દૂર જવું જોઈએ ૮૧ જે આપણને સર્વસ્વ મેળવવાની ઈચ્છા હોય તે સર્વસ્વનો ત્યાગ કરવો જોઈયે
જેમ કે, યોગીઓ આત્મતત્ત્વ કે જે સર્વસ્વ છે તેને મેળવવા દેહ કે જે સર્વસ્વ
કહેવાય તેને પણ ત્યાગ કરે છે. ૮૨ ત્યાગીએ પોતે જે વાસ્તવિક હોય તે જ જગત સમક્ષ દેખાવું જોઈએ, અને
જે તેમ કરવામાં કાંઈ દંભ (કૃત્રિમતા) કરવામાં આવશે તે ઈશ્વરના માર્ગથી
પતીત થવાશે. ૮૩ દયા અને પ્રેમની લાગણી વગરનું મનુષ્યજીવન પશુઓ કરતાં પણ વધારે ખરાબ છે ૮૪ ગમે તેવી સ્થિતિ-સંયોગો અને દેશકાળમાં પણ પવિત્ર અને પરોપકારી જીવન
જીવી શકાય છે અને તે જ વાસ્તવિક જીવન છે. ૮૫ માનવજીવનને પલટ કરવા માટે બુદ્ધિની સાઠમારીની જરૂર નથી, પરંતુ પ્રત્યક્ષ
પ્રમાણેની જ જરૂર છે. ૮૬ જેમને મહાન (જગતવંઘ) થવું હોય તેમણે પોપકારમય જીવન અને સહન
શીલતા કેળવવી જોઈએ. જેમ એક પત્થર ટાંકણ અને હથોડાથી ટીપાઈને છેવટે
એકાદ મૂતિ બની પૂજાય છે. ૮૭ સુખ અગર તો દુઃખ એ ફક્ત મનુષ્યની આંતરદષ્ટિને અવલંબી રહેલું છે, કારણ
કે બાહ્ય સ્થિતિના ફેરફારથી કઈ પણ કાળે સુખ મળી શકે જ નહીં. ૮૮ સુખના સાધને ઓછા હોવા તે ખરેખરી દરિદ્રતા નથી જ પણ ખરી દરિદ્રતા તે
પિતાની પાસે હોય તેથી વધારે ને વધારે મેળવવા ઈછા કરવી તે જ છે. (ચાલુ)
For Private And Personal Use Only