________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
શ્રી આત્માનંદ પ્રકાશ એની અંદર અધર્મ કે પાપનો અંશ પણ ન હો જોઈએ. પાપ કરનાર જ કેવળ પાપી નથી ગણાત. પાપનું સાધન બનનાર પણ તેને ભાગી બને છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે પાપથી અસહગ કરે. તેવાં સાધનેથી સદા દૂર રહો. તેની કલ્પના પણ ન કરે. જે માણસ કઈ પણ પાપપૂર્ણ વ્યવસાયમાં પોતાની જાતને સંલગ્ન બનાવી રાખે છે, કઈ પણ અપવિત્ર વ્યાપારમાં દત્તચિત્ત રહે છે અથવા કઈ એવા પદાર્થની દુકાન રાખે છે કે જેને પાપ સાથે સંબંધ હોય છે તે છેલી કેટિને આળસુ ગણાય છે. એ પ્રકારના કામમાં વ્યતીત કરેલી પ્રત્યેક ક્ષણ તેને પતનની તરફ લઈ જાય છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિની ફરજ છે કે તેણે પોતાના વ્યવસાયને એ કસેટી પર કસી અને જે પિતાના વ્યવસાયને પાપની સાથે લેશ પણ સંબંધ લાગે છે તે જ ક્ષણે ચેતી જવું જોઈએ તથા તેનાથી પૂરેપૂરા અલગ રહેવાને પ્રયત્ન કરવો જોઈએ; અને બાકીનું જીવન પવિત્રપણે ગાળવાને દ્રઢ સંકલ્પ કરીને તે પ્રમાણે કાર્યમાં જોડાઈ જવું જોઈએ.
- જે લોકો સુશિક્ષિત હોય છે તથા સારી સ્થિતિમાં મુકાયેલા હોય છે તેઓએ તે પિતાના સમયની એથી પણ વધારે સાવધાની રાખવી જોઈએ. તેઓ સમયનું મૂલ્ય તો સમજતા જ હોય છે. એ છતાં તેઓ તેને સદુપ
ગ નથી કરતા તે તેઓનું શિક્ષણ કશા કામનું જ નથી. એ શિક્ષણ જ ન કહેવાય કે જે કઈ પણ વ્યક્તિને સમયને સદુપયોગ ન શીખવે, નમ્ર, સુશીલ અને જીતેન્દ્રિય ન બનાવે. સમયને સદુપયોગ કરવાનું ન જાણનાર શિક્ષિત વ્યક્તિ ખરી રીતે અભાગી છે, પરંતુ તેનાથી વધારે કમભાગી તે એ છે કે જેઓ ખરાબ સેબતમાં પડી જાય છે અને પિતાને સમય પાપકર્મોમાં વિતાવે છે.
એટલા માટે શિક્ષિત મનુનું કર્તવ્ય છે કે જે ભૂલેચૂકે કે જાણીબૂઝીને તેઓ કઈ જાતની ખરાબ બતમાં પડી ગયા તે તરત જ તેની સાથે સંબંધવિરછેદ કરી લે તથા પિતાને બધા સમય સત્કર્મોમાં જ ગાળે. ક્ષણેક્ષણને સદુપયોગ કરે. જે લોકો અશિક્ષિત હોય તેઓનું કર્તવ્ય છે કે તેઓએ પોતાને માટે સારું મિત્રમંડળ શોધી કાઢવું જેઓ ભૂલેચૂકે પણ તેઓને કુમાર્ગે ન લઈ જાય, પણ તેઓની ભૂલે સારી સલાહથી સુધારીને તેઓને સન્માર્ગે ચડાવે. સૌથી પહેલાં તે તેઓએ સરલ તથા લાભદાયક વાત શીખવી જોઈએ, દેશના રીતરિવાજે જાણી લેવા જોઈએ, અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને દેશ-પરદેશના ઈતિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ, પિતાનાં
For Private And Personal Use Only