SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આમાનંદ પ્રકાશ. આત્મા સમાન જીવ સર્વ નહિં જ જાણ્યા, ખોટા ખરેખર ઉરે અભિમાન આણ્યા; જાણ્યાં ન સ્વપ્ન સરખાં સુત ભ્રાત દારા, સર્વાપરાધ પ્રભુ ! માફ કરે હમારા. ૪. મદ્યાદિપાન પણ કઈક જન્મ કીધાં, સગ્રંથદાન નહિ કઈક કાળ દીધા; દુર્ભક્ષભક્ષ કરી કાળ વહ્યા નઠારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. ૫. સેવ્યા ન સજજનતણું સુખદ પ્રસંગ, સેવ્યા અસજજન જનો ઉર લાવી રંગ; કીધા કષાય અભિમાનદશાથી પ્યારા, સર્વા પરાધ પ્રભુ! માફ કરો હમારા, ૬. મેહસ્વરૂપ મધુમાં મધમાખ થઈને, ચોટયું મલીન મન વારંવાર જઈને; દેખ્યા જરૂર દુઃખના અતિ કષ્ટભારા, સર્વાપરાધ પ્રભુ ! માફ કરે હમારા. ૭. દુષ્કર્મ પાશ મુજને દઢ રીત લાગે, એથી અગ્ય પથને નથી નાથ ! ત્યા; પાશપ્રહાર સહુના દુઃખ આપનારા, સવપરાધ પ્રભુ ! માફ કરો હમારા. ૮. સંસારજાળ તજી હાય લીધી તમારી, એ આપદા અખિલ નક્કી જ ઘ વિદારી; છે આ૫ નિર્ભયશિરે કર સ્થાપનારા, સર્વાપરાધ પ્રભુ ! માફ કરો હમારા. ૯. આ જીવરૂપ મીન જ્ઞાનસ્વરૂપ વારિ, વિના બહુ તલસતું પણ તે તમારી; લઈને થયું અજિત જ્ઞાનની શ્રેષ્ઠ ધારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. ૧૦. For Private And Personal Use Only
SR No.531395
Book TitleAtmanand Prakash Pustak 034 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1936
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy