________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી આત્માનંદ પ્રકાશ
પણ વશ કરી શકે છે અને જો તમે ઇન્દ્રિય-નિગ્રહ કરી લીધા હાય તા પછી મનને વશ કરવાનું બાકી નથી રહેતુ. સમુદ્ર નદીઓદ્વારા પેાતાનુ જીવન ધારણ કરે છે, નદીઓ વગર તેનું અસ્તિત્ત્વ જ નથી હાઈ શકતુ. એવી રીતે મન સમુદ્ર છે જે ઇન્દ્રિયેરૂપી નદીઓદ્વારા પેાતાનું જીવન ધારણ કરે છે. મનસમુદ્ર ઇન્દ્રિય-નદી વગર જીવી જ નથી શકતુ.
જનનેન્દ્રિયની અપેક્ષાએ રસનેન્દ્રિયને વશ કરવી વધારે કિઠન છે, કેમકે તમે જન્મથી જ જાતજાતના ભાજનના આસ્વાદન કરી રહ્યા છે. કામવાસના ઘણે ભાગે ૧૮ વરસની અવસ્થા પહેલાં પૂર્ણ પણે વ્યકત નથી થતી, પ્રત્યેક જન્મમાં તમે કામવાસનાના ઉપભાગ અમુક જ વખત કરી શકે છે, પણ ભાજનનુ આરવાદન તા તમે છેવટ વૃદ્ધાવસ્થામાં પણ કરે છે. રસનેન્દ્રિયને નિગ્રહ કરવાથી બધી ઇન્દ્રિયે વશ થઈ જાય છે. નાચ, ગાન, સિનેમા અને દત્યે જોવાને ઉપભાગ કેવળ મનુષ્ય જીવનમાં જ થઈ શકે છે. પશુપક્ષી સિનેમાના દશ્યોથી આનદ નથી પામતા. રસનેન્દ્રિય જેટલી બળવાન ચક્ષુઇન્દ્રિય નથી હાતી.
જ્યારે મન ધ્યાનના એક જ લક્ષ્યમાં પૂર્ણ પણે નિમગ્ન થઈ જાય છે ત્યારે તેને સમાધિ કહે છે. મન પોતેજ ધ્યાનાકારવૃત્તિની સાથે તદ્રુપ અની જાય છે. ધ્યાતા અને ધ્યેય, દષ્ટા અને દૃશ્ય, સેવક અને સેન્ય એક તેમજ તદ્રુપ બની જાય છે. મન પાતાપણુ` ભૂલી જાય છે, અને ધ્યેયની સાથે એકા
કાર થઈ જાય છે.
જ્યારે મન ઇન્દ્રિયાથી વિચ્છિન્ન થઈ જાય છે ત્યારે માનસ–પ્રત્યાહારની શરૂઆત થાય છે, જયારે ઇન્દ્રિયાને પેતપાતાના વિષચેાથી હઠાવી લેવામાં આવે છે ત્યારે ઇન્દ્રિય પ્રત્યાહાર થાય છે. પ્રત્યાહાર એક વ્યાપક શબ્દ છે, જેમાં ‘ ક્રમ ’ ના પણ સમાવેશ થઈ જાય છે. ક્રમનુ પરિણામ પ્રત્યાહાર છે.
વાસના વગર પ્રવૃત્ત થયેલ મનની શાંતિને શમ કહે છે.
સન્યાસ કેવળ એક માનસિક સ્થિતિ છે. હૃદયને ગેરૂ રંગથી રંગવુ એજ સન્યાસ છે, નહિ કે વને. એજ વસ્તુતઃ સન્યાસી છે કે જે સર્વ પ્રકારની વાસના તથા અહંકારથી છુટી જાય છે અને સ` પ્રકારના સાત્વિક ગુણાથી પૂર્ણ હોય છે, પછી ભલે તે સંસારમાં પારિવારિક જીવન વ્યતીત કરતા હાય. જે સન્યાસી જગલમાં રહે છે પરંતુ વાસનાએથી પૂર્ણ હાય છે તે વાસ્તવિક રીતે ગૃહસ્થ છે અને વિષયવાસનામાં પડેલા એક મૂઢ છે. ઘણા મનુષ્યા નથી સમજતા કે સાચેા ત્યાગ શી વસ્તુ છે. સાચા ત્યાગને અર્થ એ છે કે બધી
For Private And Personal Use Only