________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી આત્માનંદ પ્રકાશ
આવે; એની ચડ ઉતર એવી પેજના કરવામાં આવે કે નવ વર્ષની ઉમ્મરનું બાળક એ પુસ્તકો દ્વારા જ જૈન ધર્મનું સંગીન જ્ઞાન પ્રાપ્ત કરી લે અને પૂરેપુરું સદાચારવાળું બને.
(૭) જૈન ધાર્મિક જ્ઞાન સીરીઝ, ગુરૂકુળમાં, બેડીંગમાં અને વિદ્યાલય તેમજ પાઠશાળાઓમાં એકજ કેસ તરીકે જુદી જુદી પદ્ધતિએ તૈયાર થાય અને તે અખિલ હિંદુસ્તાનમાં “ એક સીરીઝ ” તરીકે પ્રચાર પામે, જેથી જુદે જુદે સ્થળે થતા જુદા જુદા અભ્યાસથી થતી નકામી શક્તિઓને વ્યય અટકે. ( શ્રી એજ્યુકેશન બોર્ડને આ બાબત ધ્યાન પર લેવા સૂચના છે. )
(૮) કુદરતી ઉપચારો ( Naturopathy ) થી દરદી સારાં થઈ શકે તેવા સેનેટેરીયમની યોજના અને પત્રિકા પ્રચારની જના.
(૯) જ્ઞાનપંચમી જેવા પવિત્ર દિવસોએ જૈન સાહિત્યનાં પ્રદર્શને જવાં.
આ રીતે અમો આશા રાખીએ છીએ કે જેન સમાજ અખંડ અને અવિભકત બની સમાજના હિત માટે રચનાત્મક કાર્યોમાં તૈયાર થાય અને શાંતિ, સમાધાની, મૈત્રી અને કલ્યાણને સંદેશ ઝીલે અને ઝીલાવે. નવીન ભાવના અને લેખકોને આભાર.
પ્રસ્તુત નવીન વર્ષમાં ધર્મજીવનમાં બળની પ્રગતિ થાય તેવી સુંદર શેલિથી લેખો આપવા ઇરછા રાખેલી છે; કેળવણીની પ્રગતિ અને દેવગુરૂ ધર્મની શ્રદ્ધા વિશેષ પ્રમાણમાં પ્રકટી આત્માનુભવની ઝાંખી થાય તેવા હેતુપુરઃસર નવીન વર્ષમાં લેખે આવશે, આ અમારી ભાવનાની સફળતા સાક્ષર લેખકેના ઉપર નિર્ભર છે.
પ્રાંતે પૂજ્ય મુનિશ્રી લેખકોને તેમજ સાક્ષર ગૃહસ્થ લેખકોને પ્રસ્તુત પત્ર સાથે સહાનુભૂતિ ધરાવનાર તરીકે આભાર માનીએ છીએ, તેમજ નવીન વર્ષમાં અમારી ભાવનાને વિશેષ બળ મળે તેવી વિચાર પ્રણાલિકાને લંબાવી જૈન સમાજને વિશેષ ઉપયોગી લેખ આપવા સાદર નિમંત્રીએ છીએ.
નવીન ભાવનામાં કેટલાક અટપટા સંજોગો વચ્ચે--આ સભાની સ્થાપનાને પાંત્રીશ વર્ષો થઈ ગયા છતાં-રીય મહોત્સવ ઉજવવાનો સભાએ ઠરાવ કરેલ હોવા છતાં ઉજવી શકાયો નથી; પરંતુ સભાના કાર્યવાહકે આ હકીકત વહેલી તકે લયમાં લેશે કે જેથી ગુરૂભક્તિ, જ્ઞાનોદ્ધાર, સાહિત્ય પ્રચાર અને સમાજસેવા વિગેરેને સંપૂર્ણ હેવાલ તે નિમિત્તે પ્રકટ કરવાનું બનશે. વિવિધ સાહિત્ય પ્રચાર–પ્રકટન અને સસ્તું સાહિત્ય એ સભાને ઉદ્દેશ ચાલુ રહેલ છે; અને એટલાજ માટે સીરીઝના ગ્રંથની જન સભાએ કરેલ છે. પ્રાચીનતમ કથાનુયોગનો ગ્રંથ વસુદેવહિંડીના પ્રથમ ભાગનું પ્રકાશન થઈ ગયેલું છે, હવે બીજો ભાગ તેમજ અન્ય પ્રાચીન સાહિત્ય બનતી તાકીદે પ્રકટ કરવાની તૈયારી ચાલે છે.
For Private And Personal Use Only