________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન વર્ષનું મંગલમય વિધાન.
૧૧.
જૈન સમાજ જે જીવવા અને જગતને ઉપયોગી થવા માંગતા હોય તે પિતામાં ઘર કરી રહેલી જડતાને અને સંકુચિતતાને ત્યાગે અને પિતાના ધર્મમાં રહેલી વિશાળતાનું અંતરાવલોકન ( Introspection) કરી એ વિશાળતાનું દર્શન માનવ સમાજને કેમ થાય તેને આચારમાં મુકવાનો પ્રયત્ન કરે; તેમજ અંદર અંદર બરાબર સુગઠિત બની દેશકાળાનુસાર પિતાના ઉત્કર્ષના ઉપાય પિતે યોજે; જે જૈન દષ્ટિ જગતની વિકટ સમસ્યાઓ ઉકેલવામાં ઉપયોગી નીવડે તેમ છે તે દષ્ટિ આજે જૈન સમાજના અતિ શુદ્ર વિવાદમાં એટલી બધી મુંઝાઈ પડી છે કે એક તરફ જગતના મહા પ્રશ્નો અને બીજી તરફ જૈન જગતના ગૃહવિવાદ મુકી સરખામણી કરીએ તો આપણે તુલના દષ્ટિ ( Comparative point of view ) ગુમાવી બેઠા છીએ અને જૈન દર્શન રૂ૫ અમૂલ્ય મણિને કાચના કટકાતરીકે ઉપયોગ આપણે વણિ બુદ્ધિ હોવા છતાં કરી રહ્યા છીએ. યંગમેન્સ સોસાઈટી અને જૈન કોન્ફરન્સ ઉભય પક્ષે મળીને હાથે હાથ મીલાવવા જોઈએ અને રચનાત્મક કાર્ય (Constructive work ) માં લાગી જવું જોઈએ.
જો કે અમો શ્રદ્ધાવાદી છીએ અને ઈચ્છીએ છીએ કે ઉભય પક્ષે સમ્મિલિત થઈ જૈન ધર્મની અખંડતા રૂપે સંપ સાધશે જ અને તે શુભ દિવસ વહેલો આવે તેવી અધિષ્ઠાયક દેવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને તેવી ઈચ્છા સાથે રચનાત્મક કાર્ય પ્રસ્તુત વર્ષને માટે નીચે પ્રમાણે જૈન સમાજ સમક્ષ સાદર ઉપસ્થિત કરીએ છીએ.
(૧) શ્રી મહાવીર ચરિત્ર, ઇતિહાસ સાહિત્ય અને વિજ્ઞાનની તુલનાત્મક દષ્ટિએ તમામ પ્રસંગે સાથે તૈયાર કરવાની આવશ્યકતા.
(૨) જેને દર્શનનું તત્વજ્ઞાન આધુનિક વિજ્ઞાનવાદ (science) સાથે અનેક રીતે બંધબેસતું છે, તેનું પૃથકકરણ કરી અત્યાર સુધીમાં થયેલી વિજ્ઞાનવાદની શેધ સાથે સમન્વય કરી “ વૈજ્ઞાનિક જૈનધર્મ ” ના પુસ્તકરૂપે તૈયાર કરવાની જરૂરીઆત.
(૩) સ્વપર રક્ષણ અર્થે તેમજ શરીરબળ અને મને બળ (will power) ની તેમજ બ્રહ્મચર્યની શરૂઆતથી જ મજબુતી અર્થે તૈયાર થવા વ્યાયામશાળાઓ સ્થળે સ્થળે સ્થાપવી.
(૪) જૈન સાહિત્ય પરિષદ જેવી સંસ્થા ઉભી કરી તેની નિયમિત બેઠક ભરી જૈન સાહિત્યને વિપુલ પ્રમાણમાં–સમયને અનુકુલ રીતે–ભાષાના વાહનમાં તૈયાર કરાવવું.
(૫) જૈન કથાનુયોગમાં ભૂતકાળના ગૌરવનું ભાન કરાવતી ઐતિહાસિક નવલકથાઓ નૂતન પદ્ધતિપુર:સર કમશઃ પ્રસિદ્ધ કરાવવી.
(૬) જૈન શિક્ષણમાળા જેવી એકાદ હારમાળાની યોજના (Design) કરવી, જેમાં ધાર્મિક વિષયે શિક્ષણની છેલ્લામાં છેલ્લી પદ્ધતિએ શીખવવામાં
For Private And Personal Use Only