________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રા આત્માન પ્રકારા.
શ્યક નથી હોતી તેની પૂર્તિને માટે પણ વધારે મુશ્કેલી નથી પડતી. કેમકે તે પ્રાકૃતિક હોય છે અને તેની પૂર્તિ કુદરત પોતે જ કરે છે. એવી આવશ્યકતાઓ ઘણી થોડી હોય છે, સહેલાઈથી પુરી પડાય છે, અને મનુષ્યને સારી રીતે સંતુષ્ટ પણ કરે છે. પરંતુ જે ઈચ્છાઓ બીલકુલ અસ્વાભાવિક અને અનાવશ્યક અથવા નિરર્થક હોય છે તેની હદ હોતી નથી તેમજ પૂર્તિ પણ થતી નથી. અને એ ઈચ્છાઓને કારણે જ મનુષ્ય હમેશાં દુ:ખી રહે છે. જે મનુષ્ય સુખી થવા ઈચ્છતા હોય તેણે આવી ઈચ્છાઓથી હંમેશાં બચી રહેવું જોઈએ, એટલું જ નહિ પણ પિતાની આવશ્યકતાઓ તથા ઈચ્છાઓ બને તેટલી થોડી રાખવી જોઈએ. એક મહા પુરૂ ષનું કથન છે કે “જે મનુષ્યની જરૂરિઆત જેટલી ઓછી હોય છે તે મનુષ્ય તેટલે. ઈશ્વરની નજીક છે એમ સમજવું. ” તો પછી ઈશ્વરની સમીપતાથી વધારે બીજી કયું સુખ છે? તમારા મનને વશ રાખો અને તમારી જરૂરીયાત ઘટાડો. એટલે તમે ઈશ્વરની નજીક અને એવી સ્થિતિએ પહોંચી જશે કે જ્યાં તમને પરમ સુખની પ્રાપ્ત થશે. તથાસ્તુ!
સમાસ,
આ વર્તમાન સમાચાર.
ગુજરાનવાલા (પંજાબ) જૈન ગુરૂકુળ. પંજાબના આ જૈન ગુરૂકુળ ત્રણ વર્ષમાં સારી પ્રગતિ કરી છે. અત્યારે તે તેનું જીવન થઈ પડયું છે. જેન યુવકેમાં કેળવણીના અંકુરો ફૂરાવ્યા છે, તેનો વિકાસક્રમ ધીમી ચાલે આગળ વધતો જાય છે. ગયા માસની તા. ૮-૯-૧૦ ના રોજ આ સંસ્થાએ પિતાને ત્રીજે વાર્ષિક મહોત્સવ ઉજવ્યો છે. તા. ૮ મીએ સભા મળી હતી, પ્રમુખશ્રી લાલા બાબુરામજી જેન–બી. એ. એલ. એલ બીએ પંજાબને જૈન સમાજ શિક્ષણમાં કેટલો પછાત છે તે સમજાવી અને આ જેન ગુરૂકુળ પ્રેમ સંપાદન કેમ કરી રાકયું તે જણાવી શારીરિક કેળવણીની અગત્ય જણાવી હતી.
માદ વિદાયીઓએ વ્યાયામનાં પ્રાગા કરી બતાવ્યા હતા, રાત્રિના ભકતમ ડળી, કાયવાહક અને વિદ્યાથીઓએ નગર કીર્તન કર્યું હતું. બીજા દિવસે, બંધુ વીરચંદ રાઘવજી ગાંધીનો ફોટે ખુલ્લું મુકવાની ક્રિયા કરી હતી. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વસ્તુનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું, જેમાં હાથે કાંતી તૈયાર કરેલ વસ્ત્રો, બંગડીઓ, ટીચરઆયોડીન, અમૃતધારા ગંધકવટી વગેરે ઔષધો, તેલ, સાબુઓ વગેરે હતું. કેટલાક બંધુઓએ તે ખરીદી લઈ, કેટલાકે ન ઓર્ડર આપ્યો. જર્મન શ્રાવિકા મીસ ક્રૌ-સુભદ્રાબહેનનું સ્વાગત કરવામાં આવ્યું, બપોરના વાર્ષિક રીપોર્ટ રજુ કરવામાં આવ્યો. શ્રીમદ્ વિજયવલભસૂરિશ્વરને પ્રેરણાત્મક સદશા વંચાય. રાત્રિના વિદ્યાર્થીઓએ વિવિધ ભાષાઓમાં વિવેચનો કર્યા. ત્રીજે દિવસે તા. ૧૦ મીએ સુભદ્રાબહેનનું વ્યાખ્યાન હતું, ત્યારબાદ સરિજીનો સંધ પ્રત્યેને સંદેશો વંચાયો, જેથી
For Private And Personal Use Only