________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ તથા શાંતિ.
૨૩૭ અનેક લોકો દિવસ રાત સુખ અને આનંદની ચિંતામાં જ પડયા રહે છે અને યથાસાધ્ય એની પ્રાપ્તિ માટે પ્રયત્નો કર્યા કરે છે, પરંતુ એનું પરિણામ ઘણું કરીને ઉલટું જ આવે છે, તે લોકે એટલું નથી જાણતા કે જે મનુષ્ય સુખની પાછળ બહુ જ પડે છે તેનાથી સુખ ઘણું કરીને દૂર જ રહે છે. છતાં જે આપણે સુખ-પ્રાપ્તિનું ધ્યાન છોડી દઈએ તો ઘણું કરીને સુખ પિતે આપણને મળવા આવે છે. હમેશાં સુખની ચિંતામાં જ વ્યગ્ર રહેનાર મનુષ્ય કરતાં જે મનુષ્ય સુખને કદિ વિચાર પણ નથી કરતો તે વધારે સુખી છે. જે મનુષ્ય હમેશાં સુખની ચિંતામાં જ રહે છે તે ઘણું કરીને મેહ, પ્રપંચ, લેભ વિગેરેમાં ફસાઈ જાય છે અને તેને ઉદ્દેશ્ય કદિ પણ સિદ્ધ થતું નથી. સુખની શોધમાં ને શોધમાં તે એવે માગે ચઢી જાય છે કે જ્યાં દુ:ખ સિવાય કશું નથી મળતું. બીજી વાત એ છે કે સુખ એવી સ્થિતિએ પહોંચ્યાથી નથી મળતું કે જે સ્થિતિએ મેટા મોટા ધનવાન અને બુદ્ધિમાનો જ પહોંચી શકે છે. જે સ્થિતિએ એક સાધારણ મનુષ્ય ઘણું જ સહેલાઈથી પહોંચી શકે છે અથવા રહે છે તે સ્થિતિમાં જ સૌથી વધારે સુખ રહેલું છે. સુખનાં સાધનો તે ઘણે ભાગે સઘળા લોકેની પાસે જ હોય છે. તેનાં નવાં નવાં સાધનો શોધવાના વ્યર્થ પરિશ્રમ કરવાની જરૂર નથી, પરંતુ જે સાધન પહેલેથી પ્રાપ્ત થયા હોય તેનો લાભ ઉઠાવીને સુખી બનવું જોઈએ. અનેક લોકો પિતાને પ્રાપ્ત થયેલાં સાધનેને પુરેપુરો ઉપયોગ કરતા નથી અને નવાં નવાં સાધન ફેકટ શોધ્યા કરે છે. એવા મનુષ્યોને સુખને બદલે દુ:ખ જ મળે તો એમાં શું આશ્ચર્ય ? ત્યારે એજ ચોગ્ય છે કે મનુષ્ય નવાં નવાં સાધનોની પ્રાપ્તિનું ધ્યાન છોડી દેવું જોઈએ અને જે સાધન તેને પહેલેથી પ્રાપ્ત થયેલ હોય તેનો લાભ ઉઠાવીને સુખી બનવું જોઈએ. જંગલમાં ઉડતા પક્ષીઓને છેડીને આકાશમાં ઉડતા પક્ષીઓની પાછળ દોડવું એ મૂર્ખતા નહિ તે બીજું શું ? આપણે હમેશાં સઘળી બાબતોથી સુખી રહેવાને તૈયાર રહેવું જોઈએ.
સુખી થવાને સૌથી સારો એક બીજો પણ ઉપાય છે. તે એ છે કે આપણું આશાઓ, ઈચ્છાઓ વિગેરેને હમેશાં વશ રાખવી. જે મનુષ્ય ઘણી આશાઓ અને ઈચ્છાઓ રાખ્યા કરે છે તેને પ્રાયે કરીને દુઃખી જ રહેવું પડે છે. તેની સઘળી ઈચ્છાઓ અને આશાઓ પુરી થશે નહિ એટલે પરિણામે તે હમેશાં ચિન્તાતુર, દુઃખી અને નિરાશ જ રહેવાને. એક વિદ્વાનના મત પ્રમાણે ઈચ્છાઓ ત્રણ પ્રકારની હોય છે. એક તો પ્રાકૃતિક અને આવશ્યક બીજી પ્રાકૃતિક પણ અનાવશ્યક અને ત્રીજી અપ્રાકૃતિક અને અનાવશ્યક, જે ઈચ્છાઓ પ્રાકૃતિક અને આવશ્યક હોય છે તેની પૂર્તિ કેઈપણ પ્રકારની મુશ્કેલી અથવા ખર્ચ વગર ઘણી હેલાઈથી થાય છે. જે ઈચ્છાઓ અથવા આવશ્યકતાએ કેવળ પ્રાકૃતિક હોય છે, પણ આવ
For Private And Personal Use Only