________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખર૫રથી દષ્ટિપાત.
૨૩૩
તે તેના છોકરાઓમાં ધાર્મિક સંસ્કાર બિલકુલ નહિં જ પ્રવેશે. યદિ તે જ વિદ્યાર્થી જૈન બાગ, ગુરૂકુળ, છાત્રાલય, વિદ્યાલય કે આશ્રમમાં રહી ભણ્યા હોત તો ધાર્મિક જરૂર સંસ્કાર પામત, ધાર્મિક ક્રિયાઓ ઉપર રૂચિવાળે રહેત, અમુક કરવું જોઈએ એમ પણ એને લાગત અને અમુક ક્રિયા કરત પણ ખરે. હવે વિચારો કે આપણી સંસ્થામાં રહી વિદ્યાભ્યાસ કરે અને જેન રહે તેમાં લાભ છે કે અન્યની સંસ્થામાં રહી વિદ્યાભ્યાસ કરી એ જેન બને તેમાં લાભ છે ? પહેલામાં જ લાભ છે એમ કહીશું તો પછી આપણું સંસ્થાઓની આવશ્યકતા છે એ પણ સહજ છે. આપણામાંથી કેટલીએક વ્યકિતઓ એવું બોલે છે કે લખે છે કે ગુરૂકુલ બેકિંગ સ્થાપવામાં પાપ છે. સાધુઓ તેનો ઉપદેશ ન આપે તેમાં આરંભ સમારંભ થાય છે માટે મહાન પાપ લાગે વગેરે વગેરે; ૫શુ તેઓ લગાર ઉંડા ઉતરીને જુવે એવી મારી ભલામણું છે–પ્રાર્થના છે. તમને એમ લાગતું હોય કે બેડિગ કે ગુરૂકુલેમાં હજી અમુક ભૂલે છે તેમાં હજી અમુક ઉણપ છે. તો ભૂલે સુધરાવો, ઉણપ દૂર કરો પણ ખોટી ભ્રમણામાં ન પડે. આવા ધાર્મિક સંસ્કારમાં વિદ્યાભ્યાસ કરી તૈયાર થયેલ બાળક જરૂર ભવિષ્યમાં જેન તો રહે જ. અનેક ઉપાધિઓની પરવશતાથી કદાચ ધાર્મિક ક્રિયા ન કરે પણ તેનું હદય જરૂર ડંખશે અને તેને ક્રિયા કરવા પ્રેરશે. તેનું જ્ઞાન તેના સંસ્કારે તેને પાપકર્મથી, ઉત્સુત્ર ભાષણથી, અવિનથી કે ઉદ્ધતાઇથી તેને બચાવશે. તેને સાચે માર્ગ જરૂર બતાવશે. અને પરમ હિતોપાસક રહેવા દબાણ કરશે. હવે આ પુણ્ય કઈ રીતે ઉતરે તેમ છે ? બધાં કરતાં સમ્યકત્વનું દાન ચઢી જાય તેમ છે. માટે વિરોધ કરનારાઓને નમ્ર ભાવે પ્રાર્થના છે કે તમે તમારી જોખમદારી સમજે, સમાજનું હિતાહિત વિચારો અને પછી બોલે. બાકી બધાય છદ્મસ્થ છે. કાર્યકર્તાઓ પરમ જ્ઞાની નથી બન્યા. યોગ્ય સૂચનાઓ આપી તેમાં સુધારા વધારા કરાવો. આજે ગઈ કાલનો આર્ય સમાજ કેટલી કુચકદમ પ્રગતી સાધી રહ્યો છે. તેનાં કેટલાં વિદ્યાલય, છાત્રાલય અને ગુરૂકુલ વિદ્યમાન છે, નિયમિત હજારોની સંખ્યામાં તેની વૃદ્ધિ થાય છે પણ સાથે તેને પિષણ મળે, તેની સમાજના સંસ્કારો વધે તે પાક્કો આર્યસમાજી બને તેની અહર્નીશ ચિંતા તેના નેતાઓ કરે છે અને તેને પિતાની સંસ્થાઓમાં જ્ઞાન આપી અથવા પિતાના ઉપદેશકા દ્વારા જ્ઞાન અપાવી તેને દઢ સંસ્કારી બનાવવા કેટલા પ્રયાસો કરે છે તે જુવે. આપણે પણ નિયમિત પિકાર કરીએ છીએ કે નવ યુગની પ્રજા ધાર્મિક સંસ્કારોથી વિહીન બનતી જાય છે, તે અશ્રદ્ધાળ બનતો જાય છે પણ એક પોકારથી શું વળવાનું હતું, એકલા પોકારો અરણ્ય રૂદન સમા વ્યર્થ જશે. આપણું ઘરની કેળ, વણીની સંસ્થાઓ ઠેર ઠેર સ્થાપવા ઉપદેશ આપો, તેમાં તેને સાચે જૈન બને તે માટે વાતાવરણ ઉપજાવે અને પરમ આરંતુ ભકત બને, શ્રદ્ધાળુ જેન બને અને લાખો રૂપિયા ખર્ચ સંધ ઉજમણું ઉપધાન વગેરે અનેક સુકૃત્યો કરાવે તેવો દઢ સંસ્કારી જેન બનાવવા મથે.
તુલનાત્મક દૃષ્ટિ.
For Private And Personal Use Only