________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રી વિભાગ વાંચન.
૨૩૧
વિતુર્દશશુ માતા મૌરાતિરિત્ર્યતે”! “બાલકમાં માતાનું વચન પિતાના કરતાં દશગણું વધારે છે. તમારી ભવિષ્યની સ્થિતિ સુધારવી એ આપણું બાલકોના હાથમાં છે અને આપણું બાલ કોને સુધારવા એ આપણું માતા તરીકેનું કર્તવ્ય હોઈ આપણા હાથમાં છે–આલ રક્ષણ અને બાલ શિક્ષણ એ પણ જાણવા જેવું છે. તે સંબંધમાં આગળ જણાવીશું.
પ્રિય હે, વૃદ્ધાવસ્થામાં પુત્રપુત્રીઓને શિક્ષણ આપવાનું તથા ધર્મ કાર્ય સાધવાનું ચોથું શિક્ષણ તમારે બજાવવાનું છે. આપણે સર્વ જાણીએ છીએ કે પૂર્વનાં ઘણાં શુભ કર્મના ઉદયથી મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે. તેને માટે આપણું જૈન શાસ્ત્ર લખે છે કે, “મનુષ્યયોનિમાં જન્મ થવો, તેમાં પણ શ્રાવક કુલમાં જન્મ થવો, શરીર નિરોગી રહેવું, જૈન ધર્મની પ્રાપ્તિ થવી અને ઉત્તમ ગુરૂ વા ઉપદેશક ને રોગ થવો-એ ઉત્તરોત્તર અધિક પુન્યના યોગથી બને છે.”
પ્રિય બહેને, તો તમારો ઉત્તમ કુલમાં જન્મ થયો છે, તેમાં પણ શુદ્ધ દેવ તથા ગુરૂનો વેગ આપણને મળી શકે તેમ છે, માટે આપણે આ ઉત્તમ સમય પ્રમાદમાં ગુમાવવાનો નથી. પણ ધર્મના આરાધનથી સાર્થક કરવાનો છે. જો કે સર્વને બાલ્યવાથી માંડીને દરેક અવસ્થા ધર્મકરણ કરવાને ગ્ય છે; તથાપિ સાંસારિક ઉપાધિમાંથી મુક્ત થવાની અવસ્થા તે વૃદ્ધાવસ્થા છે, તેથી તે અવસ્થા સર્વ રીતે ધર્મ કરણ કરવાને વધારે અનુકૂળ છે માટે તે અવસ્થાને સદુપયોગ કરવાને વૃદ્ધ માતાઓએ તન, મન અને ધનથી પોતાનું તે કર્તવ્ય અદા કરવાને સદા તત્પર થવું જોઈએ.
પ્રિય ભગિનીઓ, આ ચાર પ્રકારના કર્તવ્યને સદા સ્મરણમાં રાખી તે પ્રમાણે વર્તન કરનારી બહેનો પોતાના શ્રાવિકા જીવનને સર્વ રીતે સાર્થક કરી શકે છે. પ્રિય બહેને, પૂર્વના ઈતિહાસનું સ્મરણ કરે. જૈન સતીમંડલે અનેક પ્રકારનું ચાતુર્ય, સતીત્વ અને ધર્મરત્વ દર્શાવ્યા છે, તે અપ્રતિમ છે. તેમનાં નિર્મલ નામે આર્ય ઈતિહાસના પૃષ્ઠોને અત્યંત શુભ આપનારાં થઈ પડ્યાં છે, એટલું જ નહિં પણ બીજી આર્ય પ્રજાઓમાં ગાંભીર્ય સાથે દષ્ટાંત લેવા યોગ્ય થઈ પડયાં છે. જૈન બાળાઓનાં શીલ અને શોર્ય ભરેલી હિંમતની વાત તો ઘણે ઠેકાણે લખાવાથી પ્રશસ્ત થઈ ગઈ છે. પરંતુ જોવા જઈએ તે ભારત વર્ષના સર્વ ભાગોમાં શીલવતી અને ધર્મવતી સ્ત્રીઓ-બહેનોએ પોતાનું સ્ત્રીપણાનું ઉચ્ચ સાર્થક દર્શાવી સર્વ આર્ય પ્રજાને ચકિત કરી દીધી છે, અને પાછલી જેન પ્રજામાં તે શ્રાવિકાઓ ધર્મ અને સખાવતની છાપ સારી રીતે બેસારી ગઈ છે.
( ચાલુ.)
For Private And Personal Use Only