________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
શ્રી આત્માનંદ પ્રકાર.
|િ|=
===
વિદ્યાર્થી વિભાગ વાંચન.
=
વિદ્યાર્થીઓને હિતસંદેશ. પાઠવનાર–સગુણાનુરાગી કપૂરવિજયજી-(સિદ્ધક્ષેત્ર).
- લાલ બત્તી ધરવી, ખરાબા પર અથડાઈ ભાગી જતા નાવને બચાવવું અને એમ આધ્યાત્મિક વિનિપાત સામે જોર જોરથી ઘેર ઘેર ફરીને સંદેશ પહોંચાડવો એ અમારા પૂર્વજોને નિમંત્ર હતો. તે પર નજર રાખી, અધિકારનો નિર્ણય કર્યા વગર, હાલા વિદ્યાથીઓને કંઈ કહેવા જિજ્ઞાસા થઈ છે તેને સંતોષવી એમાં કહેનાર અને ઝીલનારને શ્રેય થાય એ અભિલાષા છે.
સંસ્કાર મેળવવા એ જેનું લક્ષ્ય છે, કેમળતા એ જેને સ્વભાવ છે અને ગ્રહણ કરવું એ જેનું કર્તવ્ય છે એવા વિદ્યાર્થી વર્ગમાં સંદેશ ફળવાન બને એ આશા અસ્થાને નથી. માત્ર અક્ષર જ્ઞાન મેળવવું, ડીગ્રી ધરાવવી, સવીસને લાયક બનવું અને કેઈ ટાઈટલ મેળવી લેવું એ લક્ષ્ય હોવાનું આજના વિદ્યાથી પર ગંભીર ને શરમભર્યું તહોમત છે. આ આપ યા તહોમત નામના ખરાબ સામે આજનો મહારો સંદેશ લાલ બત્તી ધરે છે.
આજીવિકા, ડીગ્રી, અને એવી બધી ઉપાધિને સાચા અને શુદ્ધ વિદ્યાથીને હિસાબ ન હોય. જે વિદ્યા કલ્યાણ તરફ, સ્વાતંત્ર્ય તરફ અને યાવત્ મુકિત તરફ દોરે–પ્રેરે તેજ સાચી વિદ્યા છે. અને વિત્ય ઋષિ મુનિયેએ ગાયું છે કે
for ur fજકુ ' આ પ્રાણપ્રદ મંત્ર દરેક વિદ્યાર્થીની નજર સામે હોવો જોઈએ. અને એ દીવાદાંડી તરફ નિશાન તાકીને જ વિદ્યાથીએ પિતાના જહાજને હંકારવું રહ્યું. આટલી નિ:સ્વાર્થતાથી જીવનની શરૂઆત થાય તો કોઈ પણ દેશનાં વિદ્યાથીં કરતાં ભારતવર્ષને વિદ્યાથી ઉતરી ન જાય, પણ આપણું શરૂઆતમાં લક્ષ્ય હેતું નથી. હોય છે તો તે છેક જ પામરને તુચ્છ હોય છે અને તેથી આજના વિદ્યાર્થીમાંથી આદર્શ ગૃહસ્થ, નાગરિક, મુસદ્દી, દેશનાયક કે ધર્મરક્ષક મહાન પુરૂષ આછા પાકે છે. શરૂઆતમાં જ લક્ષ્યહીન જીવન સામે લાલચ ધરાય છે, વશીકરણે ગોઠવાય છે અને અનેક મહમંત્રોના મોરલી નાદ એની સામે
For Private And Personal Use Only