________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
કર સહિત આ પ્રતિમાજી બનાવ્યાનો છે. જેની પ્રતિષ્ઠા શ્રીસેમસુંદરસૂરિજીના શિષ્ય શ્રી જિનસોમણિએ કરાવેલ છે. આ ગદાશાહ અમદાવાદના વતની હતા. મહાજનના આગેવાન અને સુલતાનના મંત્રી હતા. પ્રભાવિક શ્રાવક હતા. ઘણા વર્ષો સુધી ચાદશને ઉપવાસ શ્રદ્ધાપૂર્વક કરેલ છે. પારણામાં પિતા એકલા નહીં, પરંતુ બાઁહ ત્રણ સાધમી ભાઈઓની સાથે બેસી પ્રસન્નતપૂર્વક ભજન કરતા હતા. આ પુણ્યવાન શેઠ આબુજી સંઘ લઈને ગયા હતા અને હજારો મનુષ્યો સાથે હતા. એક લાખ સેનામહારનો ખર્ચ,સંઘ ભકિન, અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિકિયા, દાન વગેરેમાં કર્યો હતો.
ચાથું મંદિર જેને સલાટેનું મંદિર કહેવામાં આવે છે તે છે. તેનું અસલ નામ ખરતરવસતિ છે. તેની પ્રતિષ્ઠા શ્રી જનચદ્રસૂરિ સંવત ૧૫૧૪ થી ૧પ૩૦ સુધી વિદ્ય માન હતા તેઓશ્રીએ કરાવેલ હતી “આ આબુજી તીર્થ ઉપર દશમી સદીમાં પણ ન મંદિર હતા. જે શ્રી મુનિસુ દરજીએ બનાવેલી પટ્ટાવલીમાં જણાય છે. વસ્તુપાળ તેજ. પાળના બનાવેલા શ્રી શત્રુંજય, ગિરનાર, સાચાર, પાટણ, પાવાગઢ, ચાંપાનેર વગેરે સ્થલેમાં પણ મંદિરો છે. કહેવામાં આવે છે કે પોતાની હકુમતના વખતમાં આ ભાગ્યવાનોએ ત્રીજા અરબ, તાંતર કોડ બત્રીસ લાખ સાત હજાર ( ૩૦૭ ૩ર૭૦૦૦ ) રૂપીયા ધર્મકાર્યમાં ખરચ્યા છે.
આ પ્રાચીન દર્શનીય પરમ પવિત્ર સ્થાનનું સંક્ષિપ્ત વર્ણન અમેએ અનેક ગ્રંથોના આધારે લખેલું છે. આ પવિત્ર સ્થાનને પરિચય ઐતિહાસિક દષ્ટિએ કરાવવાથી તેની ગાવતા, અપૂર્વતા જણાતાં તે પવિત્ર સ્થાન પરત્વે દરેક મનુષ્ય ની શ્રદ્ધા અને ભાવમાં વૃદ્ધિ તેમજ ભક્તિ ઉત્પન્ન કરે છે.
આ આબુ પર્વત ઉપરના જૈન મંદિરોના ૨૦૭ શિલાલેખે આ સભા તરફથી પ્રગટ થયેલ પ્રાચીન લેખ સંગ્રહ ભાગ બીજામાં આપેલ છે ને ગુજ રાતી ભાષાંતર સાથે છે. તે વાંચવાથી હજી ઈતિહાસના જિજ્ઞાસુને વધારે જાણવા જેવું મળે તેમ છે. તે ગ્રંથના નં. ૬૪ થી ૧૩૧ સુધી શિલાલેખો વસ્તુપાળી તેજપાળના બનાવેલા ભારતીય શિલ્પકળાના આદભૂત અને ઉત્કૃષ્ટ કારીગીરીવાળા લુણગવસહીકા નામના જગપ્રસિદ્ધ મંદિરના છે. આ પવિત્ર આબુજી તીર્થનું વર્ણન અત્રે સમાપ્ત કરવામાં આવે છે અને હવે પછી શ્રી રાણકપુરજી તથા ગિરનારજીના વણને પણ જૈન એતિહાસિક દષ્ટિએ આપવાની ધારણા રાખી આ લેખ પૂર્ણ કરીએ છીએ.
ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ.
ભાવનગર.
For Private And Personal Use Only