________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
ત્ર આત્માનંદ પ્રકાશ.
જેન ઐતિહાસિક સાહિત્ય.
(ગતાંક પૃષ્ટ ૨૪ર થી શ૩. ) આ દેલવાડાથી અચલગઢ નામનું અનુમાન પાંચ માઈલ દુર ઉત્તર પૂર્વ માં એક પ્રસિદ્ધ અને પ્રાચીન સ્થાન છે. પહાડની નીચે સમાન ભૂમિ પર અચલેશ્વર મહાદેવનું જે આબુજીના અધિષ્ઠાતા દેવ મનાય છે તેનું પ્રાચીન મંદિર છે. આ મંદિર બહુજ પુરાણું છે, અનેક વખત તેનો જીર્ણોદ્ધાર થયેલ છે, તેમાં શિવલિંગ નથી, પરંતુ શિવજીના પગના અંગુઠાનું ચીહ્ન માત્ર છે એનું પૂજન થાય છે. અહીં એક શિલાલેખ જીર્ણ થઈ ગયેલ છે. જે વાંચ વાથી જણાય છે કે વસ્તુપાળ તેજપાળે આ મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવેલે છે. આ મંદિરમાં, પાસેના મઠમાં, મંદિરની બહાર તાકમાં અને તેના પીતળનદીની ચોકીપર તથા બહાર વાવમાં એવી રીતે અનેક શિલાલેખ તે વખતના રાજાઓ, તેના પરાક્રમ વગેરેનું એટલે તે વખતના ઈતિહાસનું ભાન કરાવે છે.
આ મંદિરથી થોડે દૂર શ્રી શાંતિનાથજીનું મંદિર છે જેમાં ત્રણ પ્રતિમા છે તે કુમારપાળનું બનાવેલું કહેવાય છે.
અચલેશ્વરના મંદિરથી થોડે દૂર જતાં અચલગઢના પહાડ ઉપર ચડવાને માર્ગ છે તેના ઉપર ગઢ છે જેને અચલગઢ કહે છે. માર્ગમાં લક્ષ્મીનારાયણનું મંદિર અને તેનાથી આગળ શ્રી કુંથુનાથજીનું મંદિર આવે છે. જેમાં પીતળની પ્રતિમાજી છે. જે સં. ૧૫૨૭ માં બનાવેલ છે. ત્યાંથી ઉપર ચડતાં શિખરની નજીક ધર્મશાળા તથા શ્રી પાર્શ્વનાથજી, નેમનાથજી, અને આદિનાથજીના મંદિર આવે છે, જે ત્રીજું ચામુખજીના નામથી પ્રસિદ્ધ છે. મુખ્ય અને પ્રસિદ્ધ બે મજિલા છે. તેની નીચે તથા ઉપરના મછલામાં ચાર ચાર પીતળની બનાવેલી મોટી મોટી મૂત્તિઓ છે. આ મંદિરમાં ૧૪ પીતળની પ્રતિમાજી છે. જેનો તોલ ૧૪૪૪ મણ છે એમ માનવામાં આવે છે. તેમાં સર્વથી પુરાણ મૂરિ મેવાડના મહારાણા કુંભના સમયની વીસં. ૧૫૧૮ માં બનેલી છે. ત્યાંથી ઉપર શ્રાવણ, ભાદરવા નામના બે જળાશય, જેમાં કાયમ પાણી રહે છે. તેમજ પર્વતના શિખરની પાસે અચલગઢ નામનો ટુટેલે કિલ્લો છે, જે મેવાડના રાણા કુંભાએ સં. ૧૦૯ માં બનાવેલો દેખાય છે.
આ અચલગઢથી બે માઈલ દૂર ઓરીઆ નામનું ગામ છે, જે કનખલ નામા તીર્થ કહેવાય છે. ત્યાં કનખલેશ્વર નામનું શિવાલય સંવત ૧૨૬૫ માં દુવસારૂષિના શિષ્ય કેદાર નામના ઋષિએ જીર્ણોદ્ધાર કરાવેલ હતું. જે વખતે આબુના રાજા પરમાર ધારાવર્ષ અને ગુજરાતમાં સોલંકી રાજા ભીમદેવ બીજે રાજ્ય કરતો હતો. અહીં પણ શ્રી મહાવીર સ્વામીનું મંદિર છે.
For Private And Personal Use Only