________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાર.
આપી ઉપર ઢાળ પહેલી, ઢાળ બીજી એમ લખેલ છે, અને કવિ પ્રેમાનંદની કવિતામાં જેમ વલણ આવે છે તેમ જૈન કવિ ચિત રાસાઓમાં ઢાળની પૂર્વે દુહા, દેહરા કે સેરઠા દેહરા આપેલ હોય છે. - જૈન કવિ વિરચિત રાસાઓમાં મંગળાચરણમાં દેવ, ગુરૂ ને સરસ્વતી દેવીની સ્તુતિ કરેલી હોય છે અને ક્યા પુરૂષ માટે અને ધર્મના ક્યા સ્વરૂપ ઉપર રાસ લખે છે તે જાણવામાં આવે છે. દરેક રાસમાં છેવટે પ્રશસ્તિ રચનાર મહા પુરૂષનું નામ, રચવાને સમય, સ્થળ, ગામ, સંવત, માસ, વાર વિગેરે તેમજ પિતાના ગુરૂની પરંપરા પેઢીનું નામ આપવામાં આવતું હોવાથી તે એતિહાસિક સાહિત્યનું અંગ પણ બને છે અને જેથી તેને સહાયરૂપ છે. મુસલમાની રાજયના આરંભ કાળ ગુજરાતમાં અંધાધુંધી અને ત્રાસને તેમજ હિંદુ મંદિરે, ધર્મ અને સાહિત્ય ના વિધ્વંસને કેટલેક અંશે હતે. આવા જુલમવાળા કાળમાં કોને સંસ્કૃત, માગધી, પ્રાકૃત આદિ ભાષાઓને અભ્યાસ કરી ઉંચુ તત્ત્વજ્ઞાન મેળવે તેટલી શાંતિ નહોતી, પરંતુ ઉલટા સાહિત્યના ભંડારોનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડવાના કારણે તે ભંડારે માંહેનાં પુસ્તક વિનાશ થવાના ભયે સંતાડી મુકવામાં આવતા હતા, તેવા સંજોગોમાં તેમજ પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનાં અજ્ઞ જી માટે–સામાન્ય મનુષ્પ માટે તે વખતના લોકોની અભિરૂચિ ઉપર લક્ષ આપી આવા રાસ રચવામાં આવેલ છે.
આવા ત્રાસના વખતમાં પણ જેને મહાત્મા –ધર્મગુરૂઓ જાગૃત હતા. આવા રાસની રચના જૈનધર્મને આગમ ઉપરથી લીધેલ છે, તે નિઃસંદેહ વાત છે. સામાન્ય મનુષ્ય પ્રાકૃતને સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવી ધર્મબોધ લઈ શકે તેમ ન હોવાથી, તે કાળમાં ચાલતી સરલ ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે તેવા મનુષ્ય ધર્મબોધ પામી શકે, સરળતાથી સમજી શકે એવી સ્વપરહિત બુદ્ધિથી સંસારથી ત્યાગી થયેલ સંયમી મહાન પુરૂએ આગમ–સૂત્રો, સંસ્કૃત કાવ્યોમાંની આખ્યાયિકાઓને રસરૂપે દેશભાષામાં ઉતારી રચના કરી.
મુંબઈ યુનીવર્સિટીની એમ. એ. ની પરિક્ષામાં પંડિતવર્ય શ્રી નેમવિજયજી રચિત શીલવતીને રાસ ગુજરાતી કોર્સમાં દાખલ થયા છે, કે જે રસ વડેદરાની પ્રાચીન કાવ્યમાળાના અંકમાં વિવેચન સહિત પ્રગટ થયેલ છે. તેમાં રાત્રે બ૦ હરગોવીંદદાસ કાંટાવાળાએ જણાવેલ છે કે “જે રાસાને સામાન્ય અર્થ કહાણું થાય છે. તે ઉપરથી આવા કથાના સંગે રાસે કહેવાનો પરિચય પડ હશે. રાસામાં કહેલી કથાઓ કવિ કપિત હશે કે મૂળમાં કાંઈ સત્યતા હોઈ તેમાં કવિની કલ્પનાએ વધારે કર્યો હશે? તે વિષે અહિં વિવેચન કરતા નથી, પરંતુ આ કથાઓ ઘણું રસભરી અને મનોરંજક હોય છે એમાં સંશય નથી. અમારા જેવામાં જે જે રાસાઓ આવ્યા છે તે સઘળામાં અમે એકવાર સામાન્ય રીતે
For Private And Personal Use Only