________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતી ભાષા સાહિત્યમાં જેને રાસાનું પ્રથમ સ્થાન. એ જેનાગમમાં હજારો વર્ષો થયાં રહેલી હકીક્તને મળી પાશ્ચાત્ય વિદ્વાનોએ Oxygen અને Hydrogen રૂપ બને વાયુએ વડે પ્રાણુની ઉત્પત્તિ માનેલી છે. પુદગલમાં અનંતી શક્તિઓ છે એ સ્થળે સ્થળે જૈન શાસ્ત્રમાં હકીકત છે. તે પાશ્ચાત્ય શોધકોએ વરાળવડે અગ્નિર, વીજળીવડે તાર અને ટ્રામે દેડાવી પુરવાર કર્યું છે. ન્યૂટનની ગુરૂત્વાકર્ષણ શક્તિ એ પણ જેનેએ માનેલી પદ્ગલિક શકિતને સુંદર ખ્યાલ આપે છે.
ચાલુ
ગુજરાતી ભાષાસાહિત્યમાં જૈન રાસાએ રે
કવિતાએ લીધેલું પ્રથમ સ્થાન.
( લેખક---ગાંધી વલ્લભદાસ ત્રીભોવનદાસ. ભાવનગર.) અનેક જૈન કવિમહાત્માઓએ અનેક રાસાઓ લખેલા છે. ગદ્યમાં કવિતામાં લખાયેલા અનેક મહાપુરૂષોના ચરિત્રેના-કથારૂપ ગ્રંથને મુખ્યત્વે રાસ એવું નામ આપેલું હોય છે. આવા રાસાને ગ્રંથમાં જુદી જુદી નીતિ અને ધર્મની વાતો સમજાવવા માટે ઉન્નત્ત આત્માઓના જીવન ચરિત્રો આપવામાં આવેલાં હોય છે. વૈષ્ણવધર્મમાં પણ કેટલાક રાસે ત ધર્મના–મહાત્માઓએ બનાવેલા છે, પરંતુ જૈન કવિના બનાવેલા રા તરફ દષ્ટિ કરતાં તેમાં જે નવરસ--1 વર્ણનો આપેલ છે તેવા તેમાં નથી એમ જણાય છે. કેન રાસોમાં કેટલેક સ્થળે તો તે ૨સ અને અલંકારથી છલકાઈ જાય છે એટલું જ નહિ, પરંતુ રસના માલબન, ઉદ્દીપન, વિભાવ વગેરે સાધનોને જ્યાં જેવો ઘટે તે ઉપયોગ કરી વર્ણને વાંચવામાં આહાદ થાય તેવાં રસભરિત કર્યા છે. તેજ આવી કૃતિને જેન કવિયાએ રાસ એવું નામ આપેલ છે. આવા રાસોમાંથી જેમ કેટલે અંશે જૈન ઈતિહાસ વિભાગ દેખાય છે તેમ જુની ગુજરાતી ભાષા તે સમયે કેવી હતી, ક્યા સૈકામાં શું ફેરફાર થયા, તેનું પણ ભાન થાય છે. વળી જેને સાહિત્ય શબ્દને ખરા અર્થ પણ તેમાં સાર્થક થાય છે, તે પણ જરૂરીઆત વાળું છે
- જોન રાસોની કવિતા હાલના કવિની પેઠે વૃત, કે છંદમાં લખવામાં આવેલ નથી, પરંતુ અમુક રાગ અને તાલસહિત ગવાય અને તેમાં કોઈ રાગ રાગણીની છાયા આવે એવી દેશી, ઢાળ, ગરબીઓ વિગેરેમાં રચાયેલ છે. કવિ પ્રેમાનંદે જ્યારે કડવાં અને દયારામભાઈએ મીઠાં એમ પિતાની કવિતાના મથાળે લખ્યું છે, ત્યારે જૈન કવિઓએ દેશીઓનું નામ
* સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભાવનગર માટે વંચાયેલ નિબંધ
For Private And Personal Use Only