SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન તુલનાત્મકદષ્ટિએ. ૨૬૧ રાગ રા. કનૈયાલાલ માણેકલાલ મુન્શીએ પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ, અને રાજાધિરાજ નામની નવલકથાઓમાં ફ્રેન્ચ નવલકથાકારોને અનુસાર કપનાઓ ઉપજાવી, જૈન દર્શનના એતિહાસિક પાત્રે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય તથા આમભટ્ટ વિગેરે જે જૈનદર્શનમાં નિવેદન કરેલા દષ્ટિ બદથી જુદાજ સ્વરૂપે કલ્પી મિશ્રિત કરવામાં જેનસમાજની લાગણી દુખાવેલ છે. તે રાવ રાત્ર મુનશીએ તે તે પાત્રનું સ્વરૂપ માત્ર કલ્પનાથી ઘડી કાઢેલું છે કે કોઈ પ્રાચીન થના અવતરણ રૂપે છે તે તેમણે પ્રકાશમાં લાવી એતિહાસિક સત્ય હકીકત પુરવાર કરવી જોઈએ, અને જેનોની દુભાયલી લાગણીને શાંત પાડવી જોઈએ. કેમકે જેનોના કોઈ પણ સમર્થ આચાર્યને સ્વકપના અનુસાર તેમના ધર્મશાસ્ત્રના ફરમાનથી વિરુદ્ધ રાજખટપટી ચીતરવા એ કઈ દર્શનની માન્યતા વચ્ચે લીધે હાથ નાંખવા જેવું અનુચિત છે. એ કહેવું પ્રસ્તુત સમયે અનુચિત નથી કે આધુનિક ગુજરાતના ઇતિહાસને મજબુત રીતે ટકાવનાર જૈન ગ્રંથો, તૈનાચાર્યો અને કુમારપાળ જેવા રાજાઓ છે. જૈનાચાર્યોએ ગુજરાતી ભાષામાં જૈન ગ્રંથોનો માટે ફાળે ભવિષ્યની પ્રજાને આપેલા છે. સિદ્ધરાજ કુમારપાળના વખતમાં થયેલા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના અષ્ટાધ્યાયીમાંથી જુની ગુજરાતીની ગાથાઓ વિદ્યમાન છે : સંવત ૧૩૫૦ માં થઈ ગયેલા વઢવાણના મેરૂતુંગાચાર્યે રચેલા પ્રબંધ ચિતામણીમાં તેમજ વિક્રમ સંવતના ૧૪ માં શતકમાં રતનસિંહ સૂરીના એક શિવે લખેલા ઉપદેશમાળા નામના ગ્રંથમાં આપેલા છપાએાની ભાષા ઉપરથી પ્રાચીન ગુજરાતી ભાષાના ઉત્પાદક તરીકેનું અભિમાન જૈનદર્શન ધરાવે છે. પદ્ય પુરાણમાં જૈન દર્શનનું પુરાતનપણું પુષ્ટ કરનારી એક એવી કથા છે કે એક વખત દેવ અને દાનવેનું યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં અસુરોની જીત થવા લાગી. તે જોઈ દેવોના રાજા ઈંદ્ર અસુરના ગુરૂ શુકાચાર્યની તપશ્ચર્યા ભ્રષ્ટ કરવા તેની પાસે એક અસરા મેકલી. તેને જોઈ શુક્રાચાર્ય મેહ પામ્યા, એ અવસર જોઈ દેવતાના ગુરૂ બૃહસ્પતિએ શુક્રાચાર્યની મતિ વધારે ભ્રષ્ટ કરવા તેને જૈન ધર્મનો ઉપદેશ આપે. જો કે પિરાણીક કથાકારે તો જૈન દર્શન તરફ તિરસ્કાર બુદ્ધિ ઉત્પન્ન કરવા માટે આ પ્રયાસ કર્યો હશે, પરંતુ તે ઉપરથી ન દર્શનની પ્રાચીનતા ઠીક પુરવાર થાય છે. યજુર્વેદમાં જૈનના દેવ સંબંધી અનેક સ્થળે ઉલ્લેખ છે, તે પૈકી ડુંક અવતરણ આપવાની લાલચ રોકી શકાતી નથી. યજુર્વેદના ૨૫ મા અધ્યાયના ૧૯ મા મંત્રમાં લખ્યું છે કે– ___ ॐ नमोऽर्हतो ऋषभो ॐ ऋषभं पवित्रं पुरुहत मदपरं यज्ञेषु नग्नं परमं माहसं स्तुतंपारं शत्रुजयं ते पशुरिंद्रमाहुरिति स्वाहा. For Private And Personal Use Only
SR No.531248
Book TitleAtmanand Prakash Pustak 021 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1923
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy