________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક સંસારના છ તા.
૧૧૯ ઉત્તમ ભવ્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા નથી. અને ભવ્ય મનુષ્યએ તેવી પ્રવૃત્તિ કરવી પણ ન જોઈએ.
જે શાંતિ મનોબળ, અભ્યાસ અને અનુભવના શુદ્ધ વેગથી ઉત્પન્ન થયેલી છે, જે આપત્તિ અને સંપત્તિગત બીનાને ભૂલાવી દે છે, સ્નેહી સંબંધીઓનું મરણ, વ્યાપારાદિકમાં મહા હાનિ, દ્રવ્યાદિકનું અપહરણ આદિ જે તાત્કાલિક હદયવેધક કરે છે, તેનું જે વિસ્મરણ કરાવે છે, અને જે આ જગત્ના દશ્ય પદાર્થોના નશ્વર સ્વરૂપને ઓળખાવી શાશ્વત સ્વરૂપ ઉપર શુદ્ધ પ્રેમને પ્રસારે છે. તેજ ખરેખરી શાંતિ છે. તે શાંતિ આત્મિકભાવને પુષ્ટ કરનારી હોવાથી અખંડ શાંતિ કહેવાય છે. એ શાંતિદેવીની પ્રત્યક્ષ પ્રતિમા છે. તે, માણસને ધર્યનું મહાબળ આપે છે. જ્યારે ધેર્યનું અતુલ બલ પ્રાપ્ત થયું એટલે ત્યાં શાંતિદેવીને સતત્ વાસ થાય છે.
શાંતિદેવીની મનહર મૂત્તિ ધર્યના સૌંદર્યથી સુશોભિત એવા મનોમંદિમાં વિરાજમાન થઈ રહે છે. તેના ઉપાસકેએ એ મહાદેવની પૂજા કરવાને માટે મહાન પ્રયત્ન કરવો જોઈએ. જે ઉપાસકે એ મહાદેવીના દિવ્ય દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય, તેમણે પૈયનું મહાન સંદર્ય સંપાદન કરવું જોઈએ. વિવેકરૂપ સદ્વર્તનથી અલંકૃત થવું જોઈએ. અને વૈરાગ્યના રસિક રંગ સાથે રંગાવું જોઈએ. તે શિવાય એ મહાદેવીની શોધ થઈ શકશે નહીં. જો એ મહાદેવીની શોધ કરવી હોય–તેનો પવિત્ર પ્રસાદ મેળવવો હોય, તો પ્રથમ મનની શુદ્ધિ કરી સન્માગના અનુગામી થવું જોઈએ.
શાંતિના શોધકોએ તે નીચેના પદ્ય સર્વદા સ્મરણમાં રાખવા યોગ્ય છે— " केचिद्वदन्ति धनहीनजनो जघन्यः , केचिद्वदन्ति गुणहीनजनो जघन्यः । विद्वान् वदत्यखिलशास्त्रविशेषविज्ञो, यो नास्ति शांति निरतः स नरोजघन्यः"॥१॥
કેટલાએક કહે છે કે, જે પુરૂષ નિધન છે, તે જઘન્ય છે અને કેટલાએક કહે છે કે, જે ગુણ વગરને પુરૂષ છે, તે જઘન્ય છે; પણ જે સર્વ પ્રકારના શાસ્ત્રોને જાણનાર વિદ્વાન છે, તે કહે છે કે-જે પુરૂષ શાંતિ મેળવવામાં તત્પર નથી તે પુરૂષ જઘન્ય છે.”૧
રતિ વંચા સો મન:સ્થાની મિત્કાર !
ज्ञानामृतेन संतुष्टो भवेयं मोक्षभिक्षुकः ॥ २॥ શાંતિરૂપી કંથાને કંઠ ઉપર રાખનારો, મનરૂપી પાત્રને હાથમાં લેનાર કાનરૂપી અમૃતવડે સંતુષ્ટ થનારે હું મોક્ષનો ભિક્ષુક થાઉં” ૨
–- © –
For Private And Personal Use Only