________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૩૦૫
શકે તેવા કોઈને ઑપવાને કે કોઈ પણ જાતનો ફેરફાર કરવાને તે કમીટીના અમુક આગેવાને તૈયાર નથી અને ઈચ્છતા નથી. આ સંબંધમાં હાલ વધારે લખવાની જરૂર નથી, પરંતુ આ શાળાની તે ખામી માટે આ મંડળ પિતાને ત્યાં તે શરૂ કરાવવા ઈચ્છા રાખે છે તેને બદલે આ ચાલતી પાઠશાળાને યોગ્ય માર્ગે લઈ જવા પ્રયત્ન કરશે એવું અમો સુચવીયે છીયે. આ મંડળના કાલરશીપ વિ. કાર્ય માટે અમો તેમને ધન્યવાદ આપીયે છીયે.
1
2
વર્તમાન સમાચાર.
પાલીતાણા શ્રી યશોવિજય જૈન ગુરૂકુળના નવા મુકામને
ખુલ્લુ મુકવાને થયેલ ભવ્ય મેળાવડા અને મહાત્સવ. પાલીતાણુ ખાતે ચાલતા શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ જેકે સ્ટેશનના નજીક આવેલ છે. તેનું જુનું મકાન જીર્ણ થઈ ગયેલ હોવાથી તેમજ આ ગુરુકુળની વિદ્યાથીઓ ભણવા માટે ગામમાં દર રળેિ ફલમાં જતાં હેવાથી, ઉનાળા તથા ચોમાસામાં પડતી વિટંબનાને લઈને તેમજ ધાર્મિક શિક્ષણમાં પડતી અગવડતાને લઈને સ્વતંત્ર નિશાળ સ્થાપન કરવાની હોવાથી આ સંસ્થાની કમીટીએ એક મકાન કે જેમાં વિદ્યાર્થીઓ રહી શકે અને નિશાળ પણ રહી શકે તેવું ભવ્ય (સુખ શાંતિ ) વાળું મકાન તૈયાર કરેલ હોવાથી તેનું વાસ્તુ ( પ્રવેશી મહોત્સવ વૈશાક વદી ૧૦ના રોજ પાર્મિક ક્રિયા પ્રમાણે કુંભ સ્થાપના વગેરે કરી, તેમજ વૈશાક વદી ૧૧ ના રોજ સવારમાં નિશાળ સ્થાપના કરવાનું મુહુત હોવાથી શ્રી ચતું વિધિ સંઘ સમક્ષ પ્રથમ પરમાત્મા ગુરૂ જ્ઞાન અને સરસ્વતીનું વિધિ સહીત પૂજન કરી વાસ લેપ લઈ પ્રથમ ધાર્મિક પછી નિશાળની ગુજરાતી ચોથી ચોપડીથી અંગ્રેજી પાંચમા ધોરણ સુધીના વર્ગ વાર અભ્યાસ શરૂ કરવામાં આવ્યા હતા, આ દિવસે પાલીતાણાના નેકનામદાર માહારાજા સાહેબના મુબારક હસ્તે મકાન લાવવાની શુભ ક્રિયા થવાની હતી, પરંતુ અકસ્માત અડચણ આવી પહોંચવાથી આ કમીટીના પ્રમુખ શેઠ જીવણચંદભાઈ ધરમચંદ ઝવેરીના મુબારક હસ્તે ખુલવાની ક્રિયા કરવામાં આવી હતી. જે વખતે આ સંસ્થાને ટુંક રીપોર્ટ તેમજ પાલીતાણાના નેકનામદાર ઠાકોર સાહેબનું ભાષણ વગેરે મેળાવડા સમક્ષ વાંચવામાં આવ્યું હતું કે જેમાં નેકનામદાર મહારાજા સાહેબની આ સંસ્થા પર પ્રેમમય લાગણીનું દિગ્દર્શન થતું હતું. વૈશાક વદી નારોજવિદ્યાર્થીઓની ધાર્મિક પરિક્ષા લેવાયેલી જેથી ઇનામનો મેળાવડે પણ કરવામાં આવ્યો હતો. આ ત્રણે માંગલ્ય દિવસો એ પરમાત્માની પૂજા ભણાવવામાં આવી હતી. રાત્રિના ભાવના થતી હતી. સ્વામીવાત્સલ્ય પણ કરવામાં આવ્યા હતા. મુંબઈ, ભાવનગર અને સ્થાનિક કમીટીના સભાસદો તેમજ અન્ય બહાર ગામના ગ્રહસ્થોએ હાજરી આપી લાભ લીધો હતો. નિશાળ ખોલવાની ક્રિયા બહુજ સારી રીતે હદયના પૂર્ણ આનંદથી ઉત્તમ પ્રકારની ક્રિયાથી થયેલ હોવાથી પ્રાચીન ગુરૂકબોની ઝાંખી થતી હતી કે જે વબતને દેખાવ અપૂર્વ અને ખેંચાણકારક હો એ રીતેની માંગ વ્ય કિયા કરવામાં આવી હતી. આ સંસ્થાની કમીટીનાં કાર્યવાહક પૂર્ણ ઉત્સાહી હોવાથી થોડા વખતમાં સ્વતંત્ર વિદ્યાલય ઉદ્યોગ શાળા વિગેરે ઉત્તમ કાર્યો કરી શકેલ છે. જેને માટે અમો તેમને ધન્યવાદ આપીયે છીયે, આ સંસ્થાની ભવિષ્યમાં સંપૂર્ણ ઉન્નતિ અને આબાદો કાછીયે છીયે. દરેક બંધુઓને નન " ( ધનથી મદદ આપવા નમ ના કરીએ છીએ,
For Private And Personal Use Only