________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શ્રી આત્માનંદ પ્રકાશ.
થીઓ માટે આ શહેરમાં ઉપકત સંસ્થા ત્રણ વર્ષથી સ્થાપન થયેલ છે. તેને લાભ આ શહેરના અને તેની આસપાસના નાના ગામોને પણ મળે તે સ્વાભાવિક છે. હાલમાં આ સંસ્થા પિતા માટે એક નવું મકાન બંધાવે છે. જેથી તે ભવિષ્યમાં સ્થાયી થશે તેમ માની શકાય છે.
આ સંસ્થાના કાર્યવાહકની ખંતથી એક સારા ફંડ સાથે છેવટે પોતાનું મકાન બનાવી શકી છે. તેટલું જ નહીં પણ બંધારણ, વ્યવસ્થા કાર્યક્રમ પણ બરાબર ચાલે છે તેમ રીપોર્ટ વાંચતાં માલમ પડે છે. આ શહેરના નામદાર ઠાકોર સાહેબ પણ આ ખાતું કેળવણીનું છે તેના ઉપર સારી લાગણી ધરાવે છે જે ખુશી થવા જેવું છે. એક સારી રકમ કે જેના વ્યાજમાંથી જ આ સંસ્થા ચાલે તેવું કરવા તેની કમીટીને અમો સુચના કરીયે છીયે. આવા ખાતામાં વિદ્યાર્થીઓની શારીરિક સ્થિતિ તેમજ વતન ઉપર બારીકીથી નિરંતર ધ્યાન આપવા તેના કાર્યવાહકેને જણાવીએ છીએ. છેવટે તેની ભવિષ્યમાં આબાદી ઇચ્છીએ છીએ.
મહુવા યશવૃદ્ધિ જૈન બાળાશ્રમને રીપેટ. સં. ૧૯૭૩ થી સં. ૧૯૭૬ સુધીને ત્રણ વર્ષને રીપોર્ટ ઉપરોક્ત સંસ્થાને અમને મળે છે. મહુવાની આસપાસના નાના નાના ગામોમાં જ્યાં કેળવણી લેવાના સાધનનો અભાવ હોય છે ત્યાં પાસેના મોટા ગામમાં માધ્યમિક અને ઉંચી કેળવણી લેવાના સાધન તરીકે આવું ખાતું આ શહેરમાં સ્થાપન થયેલ છે તે ખરેખરી રીતે તેની જરૂરીયાત સુચવે છે. આવી રીતે દરેક મોટા નાના શહેર અને કબાઓમાં જરૂરીયાત છે. શ્રાવકની ઉન્નતિનું પ્રથમ પગથીયું કેળવણું હોવાથી આવી સંસ્થાઓ જેમ બને તેમ વધારે ખેલવાને સમાજે પ્રયત્ન કરવાની જરૂર છે. આ સંસ્થાનો જન્મ આપવાને ઉપદેશ આચાર્ય શ્રી વિધર્મસૂરી મહારાજે કરવાથી શેઠ કસળચંદ કમળશીની ઉદાર મદદથી તે શરૂ થયેલ છે. તે શહેરના અન્ય બંધુઓએ પણ તેમાં ફાળો આપે છે, એકંદર રીતે તેની વ્યવસ્થા, બંધારણ વગેરે યોગ્ય છે અને કાર્યની ચોખવટ છે જેથી તેના કાર્યવાહંકાની તે કાળજીનું પરિણામ છે. અમો તેની ઉન્નતિ ઈચ્છીએ છીએ.
શ્રી ભાવનગર જૈન વિદ્યાથી કેળવણી ફંડને રીપેર્ટ, ભાવનગર જેન યુવકમંડળ જે જે કાર્ય કરી રહેલ છે તેમાં આ કેળવણીને ઉત્તેજનનું કાર્ય જે એક ખરેખર ઉપયોગી અને મુખ્ય છે. આ તેને પ્રથમ વર્ષનો રીપોર્ટ છે. ગુજરાતી ચોથા ધોરણથી મેટ્રીક સુધી ભણતાં વિદ્યાથીઓને ઍલરશીપ આ વર્ષમાં આપવામાં આવેલ છે. વળી તેની વહેચણી બરાબર થાય તેને માટે ડીરેકટરી પણ કરેલ છે સાથે શારીરિક તપાસ કરી તે બાળકોના વડીલોને સુચના પણ કરેલ છે જે પ્રયત્ન ખરેખર અગત્યનો હોઈ તે કાર્ય ખંત પૂર્વક થયેલું જોઈ શકાય છે. ધાર્મિક અભ્યાસ માટે રીપિટ માં સંતોષ જણાવેલ નથી તેને માટે અત્ર ચાલતી શ્રી વૃદ્ધિચંદજી જૈન પાઠશાળાને જવાબદાર ગણી છે તે યોગ્ય છે. આ ખામી માટે અત્રના શ્રી સંઘની કમીટીમાં પણ તે શાળાની જુની કમીટીમાં ફેરફાર કરવા, કેટલેક વ્યવસ્થાક્રમ કેરવવા અને તેને ઉન્નતદશાએ લઈ જવા ફેરફાર કરવા તે કમીટીના અમુક આગેવાનોને કહેવામાં આવતાં આ શાળા શ્રી સંઘની માલકીની છતાં તે વખતે પિતાની માની જોહુકમી ચલાવી તેમાં કાંઈ પણ ફેરફાર કરવાનું કે તે ચલાવી શકે, ધ્યાન આપી
For Private And Personal Use Only