________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપમિતિ ભવપ્રપંચા ક્યા ઉપયુકત વચનોનો અનુવાદ.” ૨૭૩ ઉપમિતિ ભવ પ્રપંચો કથા અંતર્ગત કેટલાએક ઉપયુકત
વચનોને “અનુવાદ”
લેખક:- ગુવ કપૂરવિજયજી, સિદ્ધક્ષેત્ર. ૧ મહા પુરૂષનું સાનિધ્ય ( તેમની સમીપતા) અતિશય ચમત્કારી હોય છે. ૨ કુશીલ જનની દષ્ટિ અતિ વિષમ–હાનિકારક હોય છે. ૩ મોક્ષ પર્યન્ત સહાયકારી પુન્યાનું બંધી પુન્યનો જોગ મળવો અતિ દુર્લભ છે. ૪ નીચ કાર્ય કરવાનો સંકલપ જીવને ખરા સુખથી બનશીબ રાખે છે. ૫ ભવિષ્યનો વિચાર કરી કોઈ કાર્ય કરવું -વગર વિચારે ઝંપલાવું નહીં. ૬ મેહ દોષના જોરથી જીવ મહા હાનિકારક વિષય ભેગ વડે છળાયા કરે છે.
મહાત્માઓ અનુચિત કાર્યથી પાછા ઓસરતા રહે છે. ૮ સદ વિચાર વગર અયુક્ત અસત કાર્ય સત્કાર્ય જેવું ભાસે છે. ૯ ગુરૂ જનનું વચન ઉલ્લંધન કરવું નજ ઘટે. ૧૦ અશકય વસ્તુના વિષયમાં પુરૂષને અપરાધ લેખાતું નથી. ૧૧ અહિંસા, સધ્યાનની પ્રાપ્તિ, રાગાદિક દેન નિગ્રહ, તેમજ સાધમી જને
પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ-વાત્સલ્ય એજ સદુપદેશ રહસ્ય છે. ૧૨ અજ્ઞાન ગંજ હિંસાદિક દોષ માત્રમાં પ્રવૃત્તિ કરતા રહે છે. ૧૩ અજ્ઞાન દોષથી મલીન થયેલ આત્મા પાષાણ જે જડ લેખાય છે. ૧૪ ખરી સરલતા આદરવાથી હૃદયની ભારે શુદ્ધિ થઈ શકે છે. ૧૫ આપ બડાઈ, પારકી નિંદા અને પૂર્વ સેવેલ વિષય વિલાસના વખાણું એ
સાધુ જનોના ચારિત્રને ભારે નુકશાન કારક થાય છે. ૧૬ જે અહીં મનને નિગ્રહ કરી શકે છે તે જ આત્માનું ખરૂં હિત કરે છે. ૧૭ સજ્જનેની પ્રીતિ અવિહડ પ્રાણાન્ત સુધી નભે એવી હોય છે. ૧૮ સદગુરૂ પ્રત્યે વિનયાદિક વર્તવું એ સજજનોને ઉચિતજ છે. ૧૯ નિર્ગુણી પ્રત્યે સજજને રાગ દ્વેષ રહિત ઉદાસીનતાજ ધારણ કરે છે. ૨૦ સારા-સદગુણ પતિ સાથે કન્યાને જોડવાથી ચિન્તામુકત થઈ શકાય છે. ૨૧ ગાલમાં સમાય એવું મંદ હાસ્ય, લજજા સહિત કોમળ ભાષણ, અને વિકાર
રહિત પણે અન્યને નિરખવું એ કુલીન સ્ત્રીઓને ઉચિત છે. ૨૨ હાથ કંકણ ને આરીસે. ૨૩ કર્તવ્ય-કર્મમાં જોડાએલા નેકરોએ સ્વામીઓને છેતરવા ન જોઈએ. ૨૪ કર્મથી દુઃખ પેદા થયું હોય તેમાં ખેદ-શોક કરે શા કામનો ?
For Private And Personal Use Only