________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ છે. અને તેને ફેલા જગતને કેટલે લાભદાયક છે, તેમજ તે ફેલાવે કઈ રીતે કરો આ બધી બાબતો તેઓના જાણવામાં આવશે. પરસ્પર લડી નબળા પડવાનું વિષ તેઓમાંથી સર્વથા નષ્ટ થશે. ઉલટું સાથે અભ્યાસ કરવાથી ભ્રાતૃ ભાવ સેવા વૃતિ અને જ્ઞાન પ્રથમના કમથીજ ક્રમસર શરૂ રહેવાથી જ્યારે તે દશ વર્ષે વિદ્વાન થશે ત્યારે ગુણી પુરૂષ તરીકે, અને આચારમાં તેમજ ક્રિયામાં પણ કેળવાઈ જશે. હાલ દિક્ષા લીધા પછી બેચાર મહીનામાં જે ક્રિયાઓનું શિક્ષણ મહ્યું તે મયું, પછીથી તે આખા જીવન સુધી ક્રિયાનું શિક્ષણ આપવામાં આવતું નથી. કોઈ વિદ્વાન થઈ ગ્રંથોના અભ્યાસથી જાણે છે, પરંતુ પ્રથમથી જ તેની યેગ્યતા, શક્તિ પ્રમાણે, કંટાળે ન આવે તેવી રીતે પ્રાથમિક ક્રમથી શરૂઆત કરી શિક્ષણ અને પ્રેકટીસ નહીં કરાવેલ હોવાથી આચારમાં મુકી શકતા નથી, અહીં કમસર શરૂઆત થવાથી દશ વર્ષ સુધી તેની પ્રેકટીસ કરવાની, આમ પ્રતિ વર્ષે નવી નવી પ્રેકટીસ ધારણવાર વધતી જવાની, જે કે પહેલેજ ધરણે આપણને પૂર્ણ ક્રિયા પાત્ર નહીં જણાય, પણ દસમે વર્ષે ઘણાજ આચારોની તેને પ્રેકટીસ અને સ્વતઃ સિદ્ધિ થઈ ગયેલી જોઈશું. તેમજ આચારોને ક્રમ અને તેનું સ્વરૂપ તૈયાર કરવા વિદ્વાન મંડળદ્વારા મહેનત ચાલતી જ રહેવાની, ચાલુ મુનીઓની અને આગેવાની તેમજ શાસ્ત્રજ્ઞ બીજા મુની મહારાજાઓની સમ્મતિ અને શાસ્ત્ર પુરાવાથી તેને કમ નિયત કરવાની ગોઠવણ તે રહેવાનીજ, એ ફરીથી કહેવું પડે તેમ નથી જ, પછી વિદ્વાન થઈ બહાર નીકળ્યા પછી તેઓ શું શું કરશે? તે કંઈ અજાણ્યું નથી, તેઓને વિહાર, તેઓને ઉપદેશ વિગેરે અમુક ફળ પ્રાપ્ત કરનાર બનશે. દેશ વિદેશમાં વિહાર, બીજી પ્રજા સાથે સંપથી વર્તવું અને જૈન ધર્મના સિદ્ધાંત ફેલાવવા, સામાન્ય નીતિનું શિક્ષણ આપવું આ વિગેરે કામ કરી દેશને કેળવી શકશે, અને જૈન શાસનની મહત્તા વધારી શકશે, તેમાંથી તપ
સ્વી, જ્ઞાની, વક્તા વિગેરે ભિન્ન ભિન્ન શક્તિધારી મહાત્માએ નીકળશે, કોઈ ગ્રંથો લખશે, કઈ જૈન તત્વજ્ઞાનનો ફેલાવો કરશે. વિગેરે અનેક કામ કરશે, આગળ આગળ પણ અભિવૃદ્ધિ થવાની, વળી આજથી દસ વર્ષે જે જે ભાવિ પ્રજા હિંદમાં થવાની છે તેને પોતાના ઉપદેશની અસર જે આવી સંસ્થા દ્વારા તૈયાર થયા હશે તેજ કરી શકશે, નહીંતર હાલ જોઈએ છીએ કે આપણું મુનિ મહારાજાઓના વ્યા
ખ્યાનમાં કેટલા માણસે કેળવાયેલા યુવાનો હોય છે? ઘરડાઓ કે માત્ર શ્રદ્ધાળુ યુવાનો કે અર્ધ ઉમરે પહોંચેલા હોય છે, પરંતુ જે ભવિષ્યની પ્રજા મુનિ મહારાજાઓથી દૂર રહે, તેનું પરિણામ શું? આ પરિણામ આ સંસ્થા થશે તે નહિ આવે, આગળથી કેટલેક બચાવ થઈ શકશે.
કેળવાએલા જૈન મુનિએ દેશની કે સમાજની મહાન ભાવનાઓ, કર્તવ્ય
For Private And Personal Use Only