________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
શ્રી આત્માન પ્રકાર
જીવન ચોંક્યું.
| (અંગ્રેજી ઉપરથી) શાહ વિઠ્ઠલદાસ મુળચંદ બી. એ. (ભાવનગર) “There is no beautifier of complexion, or form, or behaviour, like the wish to scatter joy around us.” Emerson.
(આપણી આસપાસ સર્વત્ર આનંદ ફેલાવવાની ઈચ્છા સમાન આકૃતિને, શરીરને, અને વર્તનને સુંદર કરનાર એક પણ વસ્તુ નથી). ઇમર્સન.
જ્યારે વિદેશીઓએ ગ્રીસદેશપર હુમલો કર્યો, તેના મંદિરે અને કારીગરીવાળા સુંદર કામોને નાશ કર્યો, તે વખતે પણ જે સેંદર્ય ત્યાં સર્વત્ર પ્રસરી રહ્યું હતું તેનાથી તેઓનું ઝનુન હેજ નરમ પડયું હતું. સત્ય છે કે તે લોકોએ તેના સુંદર અને મનોહર પુતળાઓને છિન્નભિન્ન કરી નાંખ્યા, પરંતુ સેંદર્યને આત્મા જીવંત જ રહ્યો અને તેનાથી ક્રૂર હદયમાં નવું જ ચૈતન્ય જાગૃત થયું. ગ્રીસદેશની કળાના આ દેખીતા મૃત્યુમાંથી રમન કળાને જન્મ થયે. રેમન લોકેએ ગ્રીસદેશ પર વિજય મેળવ્યો અને તેની કળા કારીગરીના ખજાના પ્રેમમાં લઈ ગયા તે પહેલાં ઈટાલીમાં કળાનું અસ્તિત્વ હતું જ નહિ.
ઘણુ સૈકા પૂર્વે કોઈએ મહાન તત્ત્વજ્ઞ પ્લેટને પૂછ્યું હતું કે “ઉત્તમ કેળવણું કયી કહી શકાય?” પલટેએ પ્રત્યુત્તર આપે કે “જે કેળવણુથી આત્મા અને શરીર એગ્યતાના પ્રમાણમાં સુંદર બને તે જ કેળવણી ઉત્તમ છે.” મનુષ્યના અનુરૂપ વિકાસને માટે માનસિક તેમ જ શારીરિક ભિન્ન ભિન્ન પ્રકારના
રાકની જરૂર છે. આ ખોરાકમાં જે વસ્તુની જેટલી ઓછપ રહે તેના પ્રમાણમાં તેનું જીવન નબળું બને છે. અરધા ખોરાકથી માણસ પૂર્ણતા મેળવે એ વાત અશક્ય છે. એકલા શરીરને પોષી આત્માને ક્ષુધાતુર રાખવાથી માણસ સમતોલપણું જાળવી રાખે એ આશા વ્યર્થ છે, તે જ પ્રમાણે શરીરને ક્ષુધાતુર રાખી એકલા આત્માને પોષવાથી શારીરિક તેમ જ આધ્યાત્મિક ક્ષેત્રમાં માણસ સમર્થ બને એ આશા પણ કેટલેક અંશે નિરર્થક છે.
જ્યારે બાળકને જુદા જુદા પ્રકારનો પુરતો ચગ્ય ખોરાક મળતો નથી, જ્યારે તેઓને મગજ, મજ્જાતંતુ અને સ્નાયુના પિષણને માટે જરૂરી ચીજો આપવામાં આવતી નથી ત્યારે તેઓના વિકાસમાં તેટલા પુરતી ખામી રહે છે. રેગ્ય રાકની ખામીને લઈને તેઓ નિર્બળ અને શક્તિહીન બને છે. દષ્ટાંત તરીકે જે
For Private And Personal Use Only