________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
જયા-વિજયા.
૨૦૦ થી ૧૦૦, ગણેશગુફે.
૧૦૦ થી ૧. સ્વર્ગપુરી ગુફા.
૧૦૦ થી ૧. સાતબધ્રા, નવમુનિ જેવી '' આ ૫૦ થી ઈ. સ. ૧૦૦.
જેન ગુહાએ. ખંડગિરિની જૈન ગુફેને સમય નક્કી કરવામાં ઘણું હરકતે આવે છે. મોટા સ્તંભે અને જૈન તીર્થકરેની માટી પ્રતિમાઓ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે તે દ્ધ ગુફેથી અર્વાચીન છે. સંસ્કૃત કોષકાર અમરસિંહના ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં બંધાવેલા એમ ધારવામાં આવે છે. ગયાના જેન દેવાલય કરતાં આ જૈન ગુહાઓ નક્કી પ્રાચીન છે એમ કહી શકાય, કારણકે હાથીગુમ્સના લેખમાં જેની પ્રાચીનમાં પ્રાચીન મિતિ ઈ. સ. પૂર્વે બીજી સદીની મધ્યમાં છે, તેમાં ખારવેલના મહાન જૈન વંશ વિષે ઉલ્લેખ આવે છે. આ વિગત ઉપરથીજ આપણે એમ અનુમાન કરી શકીએ કે હાથીગુસ્કુની નજીકમાં જેન શ્રમણે માટે ગુહાઓ ખોદવામાં આવી હશે. વળી ઉદયગિરિ ઉપર ઘણું બૌદ્ધ ગુફાઓ છે અને તેથી બૌદ્ધોથી જુદા રહેવા માટે જૈન સાધુઓએ ખંડગિરિ પસંદ કર્યો અને તે ઈ. સ. પૂર્વે પહેલા સૈકાથી ઇ. સ. પહેલા સૈકા સુધીમાં હોઈ શકે.
પરંતુ નવમુનિગુહામાં એક લેખ છે જેમાં ઉઘતકેસરી જે ઈ. સ. ના ૧૦ મા સૈકાના પ્રથમ ૨૫ વર્ષમાં થયો એમ મેં ૮મા પ્રકરણમાં પુરવાર કર્યું છે તેના વિષે ઉલ્લેખ છે. આ ગુહામાં એક જૈન શ્રમણ કુલચંદ્રને શિષ્ય રહેતો હતો એમ ધારવામાં આવે છે. આ લેખ ઉપરથી એમ નિર્ણય થઈ શકે કે આ ગુહા દસમા સેકામાં ખોદાઈ હશે; પણ જ્યારે ગણેશગુસ્કે જે ઈ. સ. પૂર્વે સાતમા સૈકાની બૌદ્ધ ગુહા છે તેની પરસાળમાં ગણેશની આકૃતિ અગર ખંડગિરિની એક જૈન ગુહામાં હિંદુ દેવી દુર્ગાની આકૃતિ જોઈએ છીએ ત્યારે એ નિર્ણયમાં શંકા ઉત્પન્ન થાય છે. જે એમ કહીએ કે ગણેશગુડુ અગર જૈનમુક્ બ્રાહ્મણ ગુહાઓ છે, કારણકે ત્યાં હિંદુ દેવ જોવામાં આવે છે, તો તે અગ્ય ગણાય. ખરી રીતે આ આકૃતિઓ પાછળથી ઘુસાડવામાં આવી છે. કેટલાંક કારણો ઉપરથી તથા ઉઘતકેસરિ એક જેને માટે પિષક હતે એ ઉપરથી એમ બની શકે કે આ લેખ બેટે છે અને તે ગુહા થયા પછી છે, તથા પિતાના વિચારોની ઉદારતાને માટે જે વખણાયે હતો તેના માનમાં માત્ર આ લેખ કતરેલો હોય.
(અપૂર્ણ).
For Private And Personal Use Only