________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ઐતિહાસિક સાહિત્ય
૨૯૭
ભારહુત અને અમરાવતીના બૌદ્ધ સ્તૂપોમાંને મકર અધરોળાકાર કમાનથી શરૂ થતા આડા પટામાં પણ જોવામાં આવે છે. (જુઓ ગણેશગુમ્સ).
કાલ ગણના આ ગુહાઓની ચોક્કસ રીતે કોલ ગણના કરવી એ તદ્દન અશક્ય છે. અને જેન તથા બૌદ્ધ ગુહાઓના સેળભેળને લીધે અશક્યતા વધી છે. ભિન્ન ભિન્ન વિદ્વાનોએ તેમની ભિન્ન ભિન્ન મિતિઓ નક્કી કરી છે એજ તેની અશક્યતા પૂરવાર કરે છે. દાખલા તરીકે અનંત ગુફ, જેની મિતિ જુદા જુદા લેખ પ્રમાણે ચાર સૈકામાં આવે છે. કેવ ટેમ્પલ્સ ઑફ ઈડિઆ.” ના કર્તાઓએ તેની મિતિ ઈ. સ. પૂર્વે ૨૦૦ અને ૧૫૦ ની વચમાં મૂકી છે. ૩ કનિંગહામે ઈ. સ. ની બીજી કે ત્રીજી સદીમાં ગણું છે. ગુહાની ભતે ઉપરના લેખે ઉપરથી આ બાબત નક્કી થઈ શકે તેમ નથી, કારણકે તે લેખો ચોક્કસ નથી, તેમના અર્થ જુદા જુદા થઈ શકે છે અને એકજ અર્થ થાય તોપણ કાલ ગણના વિષે ભિન્ન ભિન્ન નિર્ણયે કઢાય છે. દાખલા તરીકે હાથીગુમ્સમાં લેખની મિતિ ડાકટર મિત્રે ઈ. સ. પૂર્વે ૩૧૬ અને ૪૧૬ ની મધ્યે મૂકી છે અને પ્રીપે અશોકના લેખ કરતાં અર્વાચીન રાખી છે. “ કૉરપસ ઈસ્ક્રીપૂનમ ઈન્ડીકેરમ ” નો કર્તા પ્રીન્સેપના મતને મળે છે અને ઇ. સ. પૂર્વે ૧૭૫ અને ૨૦૦ ની વચમાં મૂકે છે. વળી ભગવાનલાલ ઇંદ્રજીએ પ્રીન્સેપ, મિત્ર, વિગેરેના મત ખોટા ગણ્યા છે અને પોતાની એક નવી મિતિ નક્કી કરી છે, જે ઈ. સ. પૂર્વે ૧૫૮ અને ૧૫૩ ની વચ્ચે છે. હાલમાં “જર્નલ ઓફ ૉયલ એશિયાટીક સંસાયટી” ના એક અંકમાં ડાકટર ફલીટે આ મત વિષે શંકા કરી છે. આ ઉપરથી એમ જણાશે કે જુદા જુદા વિદ્વાનેના મત જુદા જુદા પડે છે. આ હરકત હમણાં વધી છે, કારણકે વખત જતાં અક્ષરે વધારે ઘસાઈ ગયા છે, તેથી શિલ્પકામ ઉપરથી તેની મિતિ નક્કી કરવાને મેં પ્રયત્ન કર્યો છે.
પાનુ ૮૦-૮૩.
મુખ્ય મુખ્ય ગુહાઓના દાણકામની શક્ય મિતિએ નીચેના કોઠામાં આપું છું. નબર,
ગુહા. હાથીગુસ્કે.
ઈ. સ. પૂર્વે ૩૦૦. અનન્તગુખ્ખ.
૨૫૦ થી ૨૦૦, રાણીગુસ્કુ.
છે ૨૦૦ થી ૧૦૦. ૩ કનીરામ ને “આર્કીલેંજીકલ સર્વે ઓફ ઈડીઆ પુ. ૧૩ (૧૮૭૫-૭૬) પા. ૮૧
મિતિ.
For Private And Personal Use Only