SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. અવતારતા, મહાત્મા તરીકે જીવન વ્યતીત કરતા, અન્યદર્શનના વિદ્વાની પણ એકી અવાજે પ્રશંસા પામતા, શ્રીમદસૂરિજી, આયુ:કર્મની સ્થિતિ પૂર્ણ થયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. અને સમસ્ત ભારત વર્ષમાં એમના શિષ્ય પરિવારમાં અને એમના પરિચિત સર્વ જનોમાં શોક છવાઈ રહ્યો. પરંતુ એમના પુણ્ય આત્માએ વાવેલાં વૃક્ષનાં ફળ લેવાને માટે એમની નિમિત્તે અનેક પુણ્ય સંસ્થાઓ ઉદ્દભવી અને એમના સ્મરણ ચિન્હ તરીકે પ્રત્યેક વર્ષે જયન્તીઓ હજી પણ ઉજવાય છે. એમના પરિવારમાં વિજયકમળસૂરિજી, ઉપાધ્યાયજી શ્રીમદ્દ વીરવિજયજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિરાજ હંસવિજયજી, મુનિરાજ વલ્લભવિજયજી, અને પન્યાસજી દાનવિજયજી વિગેરે મહાત્માઓ એમના પગલે ચાલી અનેક પ્રાણીઓને ઉપકાર કરી રહ્યા છે–એ એમણે વાવેલાં શુભ બીજેનું પરિણામ છે. સંક્ષિપ્તમાં એમના તરફનો આ ગુણાનુરાગ પ્રદર્શિત કરતાં ચીકાગોમાં છપાયેલા ધર્મસમાજના ભાષણમાં એમને માટે જે કાંઈ કહેવામાં આવ્યું છે, તે વાંચવાની સૂચના કરી વિરમીએ છીએ. संजय. વર્તમાન સમાચાર, શહેર ભાવનગરમાં શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઉઘાડવામાં આવેલી બેડીંગ. શ્રી જેન વેતાંબર કોન્ફરન્સને મેળાવડો સં. ૧૯૬૪ની સાલમાં અત્રે થયો હતો, તે વખતે શેઠ રતનજી વીરજીએ કરેલી સખાવતથી દશાશ્રીમાળી સ્ત્રીઉદ્યોગશાળા પ્રથમ ખોલેલી હતી તેને લાભ જ્ઞાતિ તરફથી લેવામાં નહિ આવતાં તે સખાવતી પોતાની રકમ અને બીજી તેમાં રકમ વધારી તેના વ્યાજમાંથી ચલાવવા તેમના સુપુત્ર શેઠ પ્રેમચંદ રતનજીએ ઉપરની બોડીંગને જન્મ આપે છે. જેને નામ પિતાના મહુમ પિતાશ્રીનું આપવામાં આવ્યું છે. શેઠ પ્રેમચંદભાઈ હસ્તક અત્રેની જેન બર્ડગ સુવ્યવસ્થાપૂર્વક ચાલતી હોવાથી આ બોર્ડીગ બહુ સારા પાયા, ઉપર આવશે, એમ અમને સંપૂર્ણ ભરૂસે છે. અમે તેઓની ઉન્નતિ ઈચ્છીએ છીએ. એક પ્રાચીન જૈન તીર્થ. સવે જેના ભાઈઓને ધ્યાનમાં રાખવા લાયક સૂચના કરવામાં આવે છે કે ગોધરા લાઈનમાં આવેલા ખરસાલીયા સ્ટેશનથી છ ગાઉ છેટે એક પરેલી નામનું ગામ છે. ત્યાં એક આપણું પ્રાચીન જુનું જિનમંદિર છે. અને તેમાં બાવીસમા નેમિનાથ ભગવાનની ભવ્ય મૂવિ વિરાજમાન છે. મૂતિ બહુજ સુન્દર અને અલૌકિક છે. આ મૂર્તિ પ્રથમ ધનેશ્વર નામના ગામમાં વિરાજિત હતી કે જે પોલીથી બે ગાઉને છેટે આવેલું છે. કાળના અભાવને લીધે છે. ગામ નષ્ટભ્રષ્ટ થઈ જવાથી પ્રતિ For Private And Personal Use Only
SR No.531155
Book TitleAtmanand Prakash Pustak 013 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1915
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy