________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયાનંદસૂરિશ્વરના ચરિત્ર ઉપરથી ઉદ્દભવતે બેધ. ભાવનાને સમાજ સમક્ષ પ્રચાર કરાવ્યા–એ વખતને દેખાવ કે અપૂર્વ હશે જેવી આત્મારામજી મહારાજની લઘુતા તેવીજ વૃદ્ધિચંદજી મહારાજની વિવેકદ્રષ્ટિ. ઉભથની તુલના એમના હૃદયેજ કરી શકે. મુનિપણું પ્રાપ્ત કરીને પરસ્પર આવીજ સ્થિતિઓ હોઈ શકે. પરંતુ જે પ્રસંગોમાં એ બનાવ બને છે તેવા પ્રસંગને પણ ઇતિહાસના અમર પૃટે સંગ્રહી રાખે છે અને રાખશે.
જે સમયે અમેરિકા-ચીકાગોમાં “ધર્મ સમાજ' મળવાની હતી, તે વખતે જૈન સૃષ્ટિમાં અદ્વિતીય સન્માનને પાત્ર સૂરિજી હતા અને એમની ગ્રંથસમૃદ્ધિને અંગે આખા ભારતવર્ષના વિદ્વાનોના પરિચિત હતા. તેમના ઉપર તે પરિષદના સંચાલક તરફથી જેના દર્શનના પ્રતિનિધિ તરીકે સાદર આમંત્રણ મોકલવામાં આવ્યું; અમેરિકા જવું એ સુનિવ્યવહારની પરિપાલનામાં અશક્ય હતું જેથી મી. વીરચંદ રાઘવજી ગાંધી જેઓની બુદ્ધિ ઘણી જ તેજસ્વી હતી અને જેઓ અંગ્રેજી કેળવણી વડે પાછળથી બેરીસ્ટર–એટ–લ થયેલા હતા, તેમના ઉપર તેમની દષ્ટિ પડી અને તે મને પ્રતિનિધિ તરીકે પસંદ કરી જેના દર્શનના મૂળતત્ત્વ સમજાવી અને તે પાશ્ચાત્ય પ્રજા સન્મુખ રજુ કરવાનું અપ્રતિમ બળ આપી જૈન દર્શનની વિજય વાજા અમેરિકા જેવા આર્યધર્મ રહસ્યથી અજ્ઞાન દેશમાં ફરકાવી એ એમના જીવનના અનેક પુરૂષાર્થોમાં એક પ્રબળ પુરૂષાર્થ હતો.
પૂક્તિ પ્રકારે ખાસ કરીને ક્ષત્રિચિત વીર્ય વારસામાં મળેલું હોવાથી એમની સામાન્ય આજ્ઞા પણ નીડર અને સ્વતંત્ર હતી. એમણે પરદર્શન અને સ્વદર્શનની તુલના કરવામાં જીવનને માટે વિભાગ કર્યો હતો અને એમ પણ હતું કે એમના સમયમાં જૈન દર્શનના સિદ્ધાંતના અનેક વિધીઓ બહાર આવ્યા તેમના દળને ખાળવા તેઓને કડક પણ ન્યાયપુર:સર ભાષા વાપરી હતી–એ એમના પૂર્વ પરિચિત સંસ્કારનું પરિણામ હતું. એમના જેવા વિર્ય–પ્રતિભાશાળી મહાત્મા સર્વ રીતે ગ૭ સંધારણમાં યોગ્ય જ હતા.
આ ઉપરથી સામાજિક દષ્ટિબિંદુએથી જોતાં એમણે જૈન સૃષ્ટિમાં નવીન જાગૃતિ આણવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. પૂર્વ પશ્ચિમના સંઘર્ષણકાળના આ જમાનામાં આત્મતત્વને દૂર મૂકી માત્ર જડવાદને પ્રાધાન્ય આપનારા સંગે તરફ ધ્યાન રાખી જનસમાજના હૃદય ઉપર તત્ત્વજ્ઞાનની અસર કયા પ્રયત્ન દ્વારા મજબૂત થાય તેની ગ્યાયેગ્યતાને નિર્ણય કરી જેન તત્વજ્ઞાનને “તત્વાદશ” માં નવીનરૂપે અવતાર કરી સમાજ સમક્ષ મૂકયું. એમના એ પ્રયત્નો એમની પછીને જમાને પણ પૂજ્ય બુદ્ધિથી જુવે છે.
ચરણકરણાનુગને એ રીો સાધતા, નીડરપણે જૈન દર્શનને વિશ્વદર્શનમાં
For Private And Personal Use Only