________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ,
मनसि वचसि काये पूर्ण पीयूष पूर्णा स्त्रिभुवनमुपकार श्रेणिभिः प्रीणयंतः । परगुणपरमाणून् पर्वती कृत्य नित्यं निजहाद विकमतः संति संतः कियंतः ॥१॥ મનમાં,વચનમાં અને કાયામાં પુણ્ય અમૃતથી, શાંતરસથી ભરેલા અને અનેક પ્રકારના ઉપગારથી ત્રિભુવનજનને પ્રસન્ન કરતા, તથા પરના અણુ જેટલા ગુણને મોટા મેરૂ જેવા લેખી પિતાના હૃદયમાં પ્રસન્ન થતા એવા પણ કેટલાક સજજને પૃથ્વી તળ ઉપર વર્તેછે.” એવા ગુણ ગ્રાહક સત્પુરૂષો પ્રાણતે પણ વિકાર પામતા નથી. પરંતુ શરદ રૂતુના ચંદ્રની પરે અન્ય ભવ્ય સને શીતળતા આપે છે. તેવા સર્જન આપત્તિને સંપત્તિ રૂપ લેખે છે, તેમાં ધીરજ ધારી સ્વધર્મ-સ્વભાવ કદાપી પણ છોડતા નથી. ઉલટા સેનાની જેમ સખ્ત તાપ ને તેમને વાન વધતે. જાય છે. સરસ શેલડીની જેમ છેદ્યા ભેદ્યા છતાં શાંત રસજ આપે છે, અને શીતળ ચંદનની પરે કુહાડાથી કાપ્યા છતાં બીજાને કદાપિ પણ તાપ ઉપજાવતાજ નથી. તેવા સદ્ગુણ ગ્રાહક સજજનેની એજ બલિહારી છે કે તેઓ ગમે તેવા આત્મભેગે પણ ગુણ માત્રને ગ્રહણ કરે છે કેમકે તેઓ તેવા સદ્ગુણને જ સર્વસ્વ સમજે છે.
આવા સદ્ગુણ નિધિ સજ્જનેનું સ્મરણ પણ સુખદાયી થાય છે, તે પછી તેમનાં દર્શન, સ્પર્શન અને સદ્દભાવથી સેવા સ્તુતિનું તે કહેવું જશું? તેથી તે અનેક ભવ સંચિત કઠિન કર્મ પણ ક્ષય પામે છે અને આત્મ ગુણ સહેજ અલ્પ પ્રયાસે પ્રગટ થાય છે ઉક્ત હેતુ માટે સગુણ સજજને સાથે અકૃત્રિમ પ્રેમ જગાવ એ અવશ્યનું છે. જેમ મેઘની ગર્જના સાંભળતાંજ મધૂર (મોર ) ને અકૃતિમ અનહદ પ્રેમ જાગે છે; જેમ ચંદ્રની કળા દેખીને ચકર મનમાં અત્યંત ખુશી થાય છે, તેમ તેવા સદ્ગુણ સજજનોના સમાગમે પણ તેજ અકૃત્રિમ અનહદ પ્રેમ જાગૃત થવે જોઈએ. જેમ પતિવ્રતાનો પ્રેમ પિતાનાપતિ ઉપરજ કંઈપણ કાર્ય
For Private And Personal Use Only