________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનદ પ્રકાશ, હપ્તાહoutube,wwwhek મને જણાવ્યું કે, કોઈ બે જણ કંઈ વિષય પર વિવાદ ચલાવે છે.
તમારી એ વાત ખરી છે કે, તમે જયાંસુધી બહોળી સમૃદ્ધિવાળા નથી થયા ત્યાં સુધી અન્નશાળા–સત્રશાળા ન ખેલી શકે, પણ તમારા પાડોશીને તે જરૂરને સમયે અન્નવસ્ત્રાદિની મદદ આપી શકે તેમ છે. મોટા ખર્ચવાળી પાઠશાળાઓ ન ખેલી શકે પણ જે શાળાએ આદિ વર્તમાનમાં ચાલે છે તેમાં તમારાં ફરઝંદેને તે અભ્યાસ અર્થે મોકલી શકે તેમ છે. આખા ગામનું અંધારું તમારાથી દૂર ન થઈ શકે એ ખરૂં છે. પણ તે માટે તમારી પાડોશમાં રહેનારાઓને અજવાળું પડે તેવી રીતે તમારા ઘરની પાસે નાને દી મૂકવા ધારે તે તે ન મૂકી શકે એમ નથી. તમારા આ આખા હિંદુસ્તાનને કે તમારી સમગ્ર કામને એક સાથે સુધારી દેવાનું આરૂં સાહસ તમે ઉઠાવીને આગળ ચાલે છે તે વાત ન બને તેવી છે પણ તમે તમોને પિતાને સુધારી શકે તેમ તે છે. છેવટ કાંઈ નહીં તે બીજાનું બૂરું કરવાની અશુભ ઇચ્છા દૂર કરી મનમાં ભલા વિચારે લાવી, બીજાઓને મીઠી જીભે બેલાવી શકે તે તેમ છે. ગરીબમાં ગરીબ માણસ પણ આવાં કામ કરી શકે એમ છે. નાનાં નાનાં બીજ વાવશો તેના મેટાં ફળ જશે ત્યારે તમને કે અપ્રતિમ આનંદ ઉદ્દભવશે? અમે એકલા શું કરી શકીએ એમ તે તમારે કહેવું નહીં. તમારામાં કેટલું બળ છે તે તમે સમજતા નથી. તમને તમારા પિતાના વિષે, છતે બળે, છતી શક્તિઓ, વિશ્વાસ જ નથી-આત્મબળ નથી. આત્મબળની જ ખામી છે. એ આત્મબળ કઈ રીતે ગમે ત્યાંથી ગમે તેવા સંજોગો વેઠી પેદા
For Private And Personal Use Only