________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન સોળ સંસ્કાર,
૨૮૫ seksi Musicહ .
જયાંસુધી ગુરૂ આ મંત્રને ઉચ્ચાર કરે ત્યાંસુધી શ્રાવિકા માતા પિતાના પુત્રને લઈ ચંદ્રની સન્મુખ રહે છે. આ વેદમંત્રમાં ગઈ એ પવિત્ર નામ ઊચ્ચારી ચંદ્રના સહેતુક વિશેષણ આપે છે. જે વિશેષમાં ચંદ્રના ગુણ દર્શાવી ભવિષ્યમાં શ્રાવક કુમારની મહત્તા સૂચવે છે. જે ચંદ્ર જગત્નું જીવન રૂપ છે અને જગત ને અનુપમ તૃપ્તિને આપનાર છે, તેને શાંતિમય દર્શનથી કુમારના બાળ સ્વરૂપમાં ભવિષ્યની શાંતિને માટે ઉત્તમ પ્રકારની છાયા પડે એવું સાભિપ્રાય સૂચન કરે છે.
આ પવિત્ર મંત્રને ઊચ્ચાર કર્યા પછી ગહરથ ગુરૂ નીચેના મંત્રથી માતા સહિત શ્રાવક કુમારને આશીર્વાદ આપે છે
सर्वोषधीमिश्रमरीचिजालः सर्वापदां संहरणप्रवीणः। करोतु वृद्धिं सकलेऽपि वंशे युष्माकमिदुः सततं प्रसन्नः॥
“ જેના કિરણેનું જાલ સવે ઔષધીઓથી મિશ્ર છે અને જે સર્વ આપત્તિઓને સંહાર કરવામાં પ્રવીણ છે એ ચંદ્ર પ્રસન્ન થઇ તમારા સર્વ વંશની વૃદ્ધિ કરે.” - આ આશીર્વાદનું રહસ્ય ઘણું જ ઉત્તમ રીતે દર્શાવ્યું છે. આ ચંદ્રના કિરણોમાં સર્વ ઔષધીઓનું સત્વ છે અને તે ઔષધીઓના પ્રભાવથી તે સર્વ આપત્તિઓને સંહાર કરવામાં પ્રવીણ છે, તે ચંદ્ર તમારા વંશની વૃદ્ધિ કરે. સુધાનિધિ ચંદ્રમાં જે જે ગુણે છે, તે બધા ગુણે આ બાળ શ્રાવકની ભવિષ્ય સ્થિતિને વધારવામાં સર્વ રીતે અનુકૂળ છે. એવા હેતુગર્ભ વિશેષણોથી ગુરૂના મુખની વાણી ભવિષ્યમાં એ શ્રાવક શિશુની સર્વ પ્રકારની ઉન્નતિ સુચવે છે. આથી કરીને આપણને આ ચોથા સંસ્કારના પ્રભાવ વિષે વિશેષ ખાત્રી થાય છે,
For Private And Personal Use Only