________________
અંજનશલાકા-પ્રાણ પ્રતિષ્ઠા- સ્થાપના
શ્રી જિનેશ્વર દેવ, તેઓના માર્ગે ચાલનાર નિષે ગુરૂઓ અને તેઓએ પ્રતિપાદન કરેલ ધર્મ, - આ ત્રણેયની સાધનાની રીતો અલગ અલગ છે. આ રીતો પૈકી શ્રી જિનેશ્વર ભગવનનું નામ સ્મરા, ગુા સ્મર, ચરિત્રોના ચવાથી, ભક્તિથી અને તેઓની આજ્ઞાના પાલનથી થાય છે.
જગતના તમામ દ્રવ્યો નવે તત્વો, પાંચે પરમેષ્ટિઓ અને નવે પદો - આ દરેકમાં ઓછામાં ઓછા ચાર નિર્લેપા તો અવશ્ય ઉતારી શકાય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુનું સ્વરૂપ જાણવા માટે - ઓળખ માટે – ચાર નિષા
છે: ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ભાવ
ઉપરોકત ચાર નિક્ષેપા પૈકી જિનાલયમાં કરાતી પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા એ સ્થાપના નિક્ષેપા તરીકે નોળખાય છે. ભાવ નિક્ષેપ ા આપી હોવાથી દરેક ક્ષેત્રમાં દરેક કાર્ય હોવાનું સંભવિત નથી. બાકી રહેલા ત્રણ નિક્ષેપામાં, સ્થાપના નિક્ષેપા એ સાધનાનું પરમ આલંબન હોઈ સૌથી વધુ મહત્વનું અંગ બની જાય છે.
આમ, સ્થાપનાની ભક્તિ અપેક્ષાએ પૂજકના અધિક આદરને સૂચવનારી છે. જિનાલય અને જિનપ્રતિમા એક એવું અદ્ભૂત - અનુપમ સ્થાન છે કે જયા જઈ ત્રિવિધ તાપ અને સંતાપને હરનારા અને ત્રિવિધ આરોગ્યને કરનારા ધર્મને સમ્યક્ પ્રકારે શ્રાવક આરાધી શકે છે. આમ, મૂર્તિની સ્થાપના દ્વારા પ્રભુના મૂળ આકારરૂપ પ્રતિમાની સેવા-ભક્તિથી સમ્યગ્ દર્શનાદિ ગુણોને ઢાંકી રાખનારા આવરણોને દૂર કરી શકાય છે અને પોતાના આત્મગુણોને પ્રગટાવી શકાય છે. મૂર્તિની સ્થાપના એ ઉપાસના માટેનું અનુપમ, અલૌકિક અને અનન્ય આલંબનનું પરમ નિમિત્ત બની રહે છે માટે તો જિનપૂજા જિનપ્રતિમા સંબંધી યથાર્થ ફરમાવ્યું છે: 'જિન-પ્રતિમા જિન વર સમ ભાખી, સૂત્ર ઘણા છે સાખી.' શ્રી દિન પ્રતિમા સામાન શ્રી જિનરાજ તુલ્ય છે, તેના પ્રમાર્જન-વિલેપન વગેરેનો મહિમા નીચેના શ્લોકમ દર્શાવ્યો છે:
सयं पमज्जणे पुन्नमं सहस्स च विलेवणे । सयसहस्सिया माला, अनंत गीयवायह ।।
અર્થ: શ્રી જિનેશ્વર પ્રભુના બિંબને પ્રમાર્જન કરતાં સો ગણુ, વિલેપન કરતા હજાર ગણું, પુષ્પની માળા ચઢાવવામાં લાખ ગણુ અને ગીત-માત્ર વગાડતા અનંત ગલું પુણ્ય ઉપાર્જન
થાય છે.
ધર્મભાવનાને ટકાવી રાખવા માટે જેમ જિનાલયોની અને પ્રતિમા–સ્થાપનાની અત્યંત જરૂર છે તેમ લોભ અને પરિગ્રહ સંજ્ઞાના પાપ વડે ઉપાર્જન કરેલ દ્રવ્યનો સદ્બય
K49
કરવા માટે પણ જિનાલયોની ખાસ જરૂર છે.
શ્રી જિનપ્રતિમામાં સ્થાપના નિક્ષેપે અરિતભાવની સ્થાપના કરવાનું 'અંજન-શલાકા-પ્રાણ-પ્રતિષ્ઠા' એ પરમોચ્ચ કોટિનું વિધાન છે. 'અર્જુન' એટલે ચક્ષુમાં અજન અને 'શલાકા' એટલે સળી. પ્રાથમિક વિધિમાં શ્રી આચાર્ય ભગવંત સળી વડે પ્રતિમાના ચક્ષુમાં પૂર્વાચાર્યોકૃત વિધિ અનુસાર ગર્ભિત મંત્રોચ્ચાર વડે અંજન' આજે છે. આ ક્રિયામાં હાજરી માત્ર આચાર્ય ભગવતોની જ હોય છે. આ ક્રિયાની ફલશ્રુત્તિ સ્વરૂપે પ્રતિમામાં પ્રાણશક્તિ-તેજશક્તિનો સંચાર થાય છે. આ વિધિ બાદ પ્રતિમા પૂજય બને છે. આ વિધિ મધ્યરાત્રિ બાદ કરવામાં આવે છે. ત્યાર બાદ, બીજા દિવસે આ પ્રાણભરી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામા આવે છે.
અંજન-શલાકા અને પ્રતિષ્ઠા આ બંને વિધિ શાસ્ત્ર સુવિહિત આચાર્ય-સાધુ ભગવતોના સમુદાય વડે જ કરવામાં આવે છે. આ બંને વિધિ દરમ્યાન દેવ-દેવીઓને આહ્વાહન, પ્રભાવક મંત્રો, સંનિધાન મુદ્રાઓ કરવામાં આવે છે. ભારતમાં આ અલૌકિક પ્રસંગે શુભ મુહૂર્તે 'દશાન્તિકા મહોત્સવ'નું આયોજન કરવામાં આવે છે. આ દસ દિવસ દરમ્યાન બૃહદ શાન્તિસ્નાત્ર સહિત વિવિધ પ્રકારના પૂજનો અને પ્રભુના પાંચે કલ્યાણકો વિધિસહિત ઉલ્લાસભેર ભાવવિભોર બની જવાય છે.
પાશ્ચાત્ય દેશોમાં આજીવિકા વ્યવહાર નિત્ય પ્રભાતે પૂજાને અનુકૂળ ના હોઈ, અંજનશલાકાવાળી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠ કે સ્થાપના થતી નધી. અંજનશલાકાવાળી પ્રતિમાની દરરોજ પૂજા કરવી જ જોઈએ. મૈત્રકાળ અનુસાર, આ દેશમાં તેના બદલે અંતરંગભાવ વિશુદ્ધિ અને પરમાત્મા પ્રત્યેનો સંપૂર્ણ સમર્પણભાવના આલંબન સારૂં અંજનશલાકા રહિત પ્રતિમાની ૧૮ અભિષેક વિધિ કરીને સ્થાપના કરવામાં આવે છે.
જિનેશ્વર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠ કે સ્થાપના એ પરમપદનો પાયો છે, સાધના-આરાધના-ઉપાસનાનું વ્ય આલંબન છે, આધ્યાત્મિક પ્રગતિ માટેનું પરમ નિમિત્ત છે.
સંસારના સતાપમાં આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી બળ્યા ઝળ્યા. આત્માનો વિસામો છે, કર્મ અને મોહના હુમલાઓથી ઘવાયેલા માટે ઔષધ છે, ભાવિનું ભાથું છે, ભવાટવીમાં ભુલા પડેલાને દિવાદાી સમાન છે અને ગુણબહુમાન, કૃતજ્ઞતા અને વિનય- આ ત્રણ ગુણની સિદ્ધિનું સોપાન છે.
-શ્રી જિનશાસન દેવ કી જય