________________
situtc
r * r r::: 0:: :: :: :: :: :: TI, CLE TI
તા ::
:
3 :
3 ::
:
::
::
જરા વીર જાપ
યુગપ્રધાન પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી ૧ લેખક: ગુરૂદેવ આત્માનંદજી
ઓગણીસમી સદીમાં થયેલા ભારતના પ્રથમ પંક્તિના આધ્યાત્મિક સપુરૂષોમાં જેમનું ગૌરવપૂર્ણ સ્થાન છે તેવા શ્રીમદ્ રાજચંદ્રજીના વ્યક્તિત્વ અને કૃતિત્વને એક લેખમાં યોગ્ય ન્યાય આપી શકાય નહીં. તેથી આ લઘુ-પ્રસ્તુતિમાં તેમના જીવનની અગત્યની તવારિખ માત્ર મુદાઓમાં આપી છે અને તેમના કતિત્વના થોડા અંશો ગદ્યમાં આપેલ છે. જિજ્ઞાસાવાળા અભ્યાસીઓએ લેખના અંતમાં આપેલ 'વિશેષ વાંચન'માંથી વિસ્તૃત માહિતી મેળવવા વિનંતી છે. શ્રીમના જીવનની તવારિખ:
વિક્રમ સંવત ૧૯૨૪ કાર્તિકી પૂર્ણિમા, રવિવાર રાત્રે બે વાગ્યે વવાણિયા (તા. મોરબી)માં જન્મ). ૧૯૨૮ હુલામણું નામ લક્ષ્મીનંદન બદલી રાયચંદ રખાવ્યું. ૧૯૩૧ વવાણિયા ગામે સ્મશાનમાં બાવળ ઉપર જાતિસ્મરણજ્ઞાન. અભ્યાસની શરૂઆત. ૧૯૩૨ પહેલું કાવ્ય રચ્યું, જે અપ્રાપ્ય રહ્યું છે. ૧૯૩૪ શાળાનો અભ્યાસ છોડયો. ૧૯૪૦ ચૈત્રમાં 'મોક્ષમાળા' રચી. અવધાનની શરૂઆત. મોરબીમાં અષ્ટાવધાન. ૧૯૪૧ જામનગરમાં ૧૨ તથા ૧૬ અવધાન, 'હિંદના તારા'નું ઉપનામ, બોટાદમાં પર અવધાન. ૧૯૪૨ ભાદ્રથી પોષ મુંબઈમાં શતાવધાન. કીર્તિની ટોચે. 'ભાવના બોધ'નું સર્જન. વૈરાગ્યની અપૂર્વતા. ૧૯૪૩ 'સાક્ષાત્ સરસ્વતીનું બિરૂદ. ૧૯૪૪ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ. 'મોક્ષમાળા'નું પ્રકાશન. અવધાન આદિ પરમાર્થમાં પ્રતિબંધ લાગતા બંધ. પ્રકાશ અને
દિવ્યતાનો અનુભવ થયો. ચૈત્ર થી જેઠ અમદાવાદ, ૧૯૪૫ કાર્તિકમાં અમદાવાદ, માગશરમાં ભરૂચ, પછી મોરબી, વવાણિયા, શ્રાવણમાં મુંબઈ. પર્યુષણ પછી શ્રી રેવાશંકર
જગજીવન સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો. ૧૯૪૬ શ્રાવણથી વવાણિયામાં પર્યુષણ. ભાદરવામાં મોરબી. શ્રી સૌભાગ્યભાઈ મળ્યા. આસો વદમાં સાયલા છ દિવસ.
દિવાળીમાં ખંભાત. મુનિ શ્રી લલ્લુજી મહારાજ (પ્રભુશ્રી), શ્રી અંબાલાલભાઈ આદિનો સમાગમ. ૧૯૪૭ શુદ્ધ સમકિત પ્રકાશ્ય. નિરંતર આત્મ દશાનો અનુભવ-લક્ષ-પ્રતિત. જયોતિષનો પરમાર્થ માટે ત્યાગ. ગાંધીજી શ્રી
મદ્ મુંબઈમાં મળ્યા. ૧૯૪૮ મુંબઈમાં સ્થિરતા. ૧૯૪૯ શ્રી લલ્લુજી મુનિ વગેરેનું મુંબઈમાં ચાતુર્માસ. પર્યુષણ વડોદરા. ૧૯૫૦ મુંબઈમાં પૂ. શ્રી લલ્લુજી મુનિ અર્થે આત્માનાં છ પદનો પત્ર' રચ્યો. મહાત્મા ગાંધીજીએ પૂછાવેલ ૨૭ પ્રશ્નોના
ઉત્તરો લખ્યા. ૧૯૫૧ સર્વસંગપરિત્યાગ-સંકલ્પ કર્યો. માહમાં કઠોર પર્યુષણ વવાણિયામાં. પછી સાયલા, હડમતિયા, ધર્મજ, વીરસદ, ઉડેલ,
ખંભાત, મુંબઈ. ૧૯૫૨ શ્રાવણ વદ ૧ થી કાવિઠા. પર્યુષણ રાળજમાં. પછી વડવા, ખંભાત, આણંદ, નડિયાદ. આસો વદ ૧ નડિયાદમાં '
આત્મસિદ્ધિ' લખી. અપૂર્વ જ્ઞાનદશા. ૧૯૫૩ સાયલા તથા ઈડરના પહાડોમાં શ્રી સૌભાગ્યભાઈને બોધ કર્યો. પરિણામે તેમને આત્મદર્શનનો લાભ. ૧૯૫૪ પૂ. શ્રી લલ્લુજી મુનિને વસો ક્ષેત્રે આત્મદર્શન કરાવ્યું.