________________
લબ્ધિ-વિક્રમગુરૂ કૃપાપાત્ર વિજય આચાર્ય રાજયશસુરી
માર્ચ ૧૧, ૨૦૦૫
જૈન સેન્ટર ઓફ અમેરીકા - ન્યુયોર્ક
તમો પ્રતિષ્ઠા પ્રસંગે સુંદર સોવેનીયર પ્રકાશિત કરી રહ્યા છો, જાણી ખુબજ આનંદ થાય છે. જે દિવસો માં અંજનશલાકા વિધિ થઇ એ દિવસો ની યાદ ભુલી શકાતી નથી. સમસ્ત વડાચૌટા નહીં પણ પુરા સુરતમાં તમારા સહુ ની ભાવ-ભક્તિ ની અનુમોદના થતી હતી. અમેરીકા જેવા દેશમાં અંજનવાળા પ્રતિમાજી ની પ્રતિષ્ઠા કરાવવાનું સ્વપ્ન પણ સહેલુ નથી, છતાંય શ્રી રાજેન્દ્રભાઇ, શ્રી નરેશભાઇ આદી એ સુંદર આયોજન કરી પ્રતિષ્ઠા કરાવવાનું કામ આગળ ધપાવ્યુ છે, તે ખુબજ આનંદ ની વાત છે. શ્રી રજનીભાઇએ આ દિવસોમાંજ રત્નપ્રતિમાઓ નાં દર્શન કરાવી સુરતવાસીઓ ને ધન્ય બનાવી દીધા.
બસ આખરે તો જિન- ભક્તિ જ તારનારી છે!
આપણે ક્યાં સૃષ્ટિના સમસ્ત જીવો ને પ્રેમધારાથી ચાહી શકવા ના છીએ?
તીર્થંકર ભગવંતોએ સવિ જીવ કરૂ શાસન રસી ની ભાવનાથી સમસ્ત જીવ સૃષ્ટિને પોતાની કરૂણામય પ્રેમધારાથી નહવડાવી છે! આપણી તીર્થંકરની ભક્તિ એટલે કદાચિત્ સમસ્ત જીવ સૃષ્ટિના જીવો ની પૂજા.
આવી ધન્યતા કેળવી તમે સહુ વિદેશ માં રહી ને પણ દેશ કરતાં સવાયી ભક્તિ કરી મુક્તિપુરી ના (સિધ્ધ લોકના) સ્વામિ બનો.
પ્રતિષ્ઠા મહોત્સવ ખુબજ સારી રીતે ઉજવાય તથા તીર્થંકર ભગવંતોની કૃપાદ્રષ્ટિ મળે તેવી શુભેચ્છા.
લી.
વિજય આચાર્ય રાજયશસુરી ના ધર્મલાભ
FORK17 PRO
OTO