________________
શાંત બેસો.....અને પ્રાર્થના પ્રગટશે ભીતર.
જો તમે પ્રાર્થનાનો સાચો અર્થ નહીં સમજો તો તમે માત્ર કોઈ ક્રિયાકાંડ આચરશો કે કોઈ પાઠનું ઉચ્ચારણ કરશો અને પછી પૂછશો કે પ્રાર્થનામાં એકાગ્રતા કેમ આવતી નથી? મન કેમ ભટકે છે? શું કરું કે જેથી મન સ્થિર રહે? પ્રાર્થના માટે કંઈ પણ કરવું એ તો પાગલપણું છે. પરનું મહત્ત્વ છે, આશ્ચર્ય છે, મહિમા છે અને શાંતતા જોઈએ છે! પરનું અવલંબન લેવું છે અને બંધન નથી જોઈતું, અસ્થિરતા નથી જોઈતી.....
પ્રાર્થના એટલે “હું' વિનાની ચૈતન્યદશા. જ્યાં માંગ હોય ત્યાં “હું' હોય, મારી' હોય. “હું” ન હોય તો માંગે કોણ? “મારી’ ન હોય તો માંગ કોની? ' ભિખારી છે, માંગે છે. માંગનો અંત નથી. મળતું જાય અને મંગાતું જાય. જ્યાં “હું” નથી, “મારી' નથી ત્યાં માંગ નથી. પ્રાર્થના સભાટના હૃદયથી ઊઠેલો સ્વર છે. મૌનનો સ્વર. પ્રાર્થના એક લયબદ્ધતા છે, જે તમારી ભીતર ઘટે છે. એ લયબદ્ધતામાં “હું' ઝૂકી જાય છે અને વિરાટ સાથે એકતા થાય છે. તમારી વીણા વિરાટની સાથે સુમેળ સાધે છે - જુગલબંધી, “તાલસે તાલ'..... તમારી વીણા અને વિરાટની વીણા તાલબદ્ધ બને છે. ભેદ નહ, અંતરાલ નહીં, તમારાં પગલાં પરમાત્માનાં પગલાં સાથે..... એની સાથે નાચો, એની સાથે મસ્ત થાઓ, એના રસમાં ડૂબેલા રહો.....આ છે પ્રાર્થના.
જેને તમે પ્રાર્થના કહો છો, જે શીખવવામાં આવે છે,
તેને શું ખરેખર પ્રાર્થના કહી શકાય? તેમાં માંગણી હોય છે. તેમાં હું” મજબૂત થાય છે. તમારી પ્રાર્થના સાંભળે તો કોઈને થાય કે તમે જૈન છો કે હિંદુ છો કે મુસલમાન છો કે ઈસાઈ છો. સાચી પ્રાર્થના મૌન હોય, માંગરહિત હોય, “હું રહિત હોય. અવાક્ હોય ત્યાં કોણ હિંદુ, કોશ મુસલમાન?
કોઈ વિકલ્પ નહીં, કોઈ આકાંક્ષા નહીં. કોઈ દોડ નહીં. કર્તુત્વભોક્તત્વની ઉત્તેજના નહીં. માત્ર દ્રષ્ટા, માત્ર સાથી, અકતભાવ. અને આ અવસ્થામાં ક્યાંક અજ્ઞાતમાંથી શાંતિ અને આનંદનાં પૂર આવતાં હોય એવી અનુભૂતિ તે છે પ્રાર્થના. એવાં પૂર કે તેમાં તમે ડૂબી જાઓ. દેહને ભૂલી જાઓ, દુનિયાને ભૂલી જાઓ, પોતાને ભૂલી જાઓ.....આ છે પ્રાર્થના.
ક જ છે