________________
હું'ભાવથી રહિત થઈને જવું, હૃદયને ખાલી કરીને જવું એટલે ભિખારી થઈને જવું. હું કાંઈ જાણતો નથી, હું કાંઈ નથી.....એવા બોધ સાથે જવું.
સદ્ગુરુનું પરમ માહામ્ય ભાસ્યું હોય તો તેની તુલનામાં પોતાની અશુદ્ધતા, અપૂર્ણતા દેખાય. તેથી લઘુતા અને દૈન્યતાનો ભાવ પ્રગટે છે. જો તે ન પ્રગટે તો સદ્ગુરુની આજ્ઞાના આરાધનમાં સંદેહ, પ્રમાદ આદિ થાય અને પરિણામે કલ્યાણ ન થાય.
તેથી કહ્યું કે ભિખારી થઈને જાઓ. “શાન ગરીબી ગુરુવચન.....' અંતરમાં જ્ઞાનગરીબી હોય તો શાની પાસે જવું કાર્યકારી થાય. આમ, એક તરફથી ભિખારી કારણ કે 'હું' બચતો નથી અને એક તરફથી સમાટ કારણ કે માંગ બચતી નથી..... તેથી જ તો ભારતીય સંસ્કૃતિમાં સંન્યાસીને કાં તો ભિક્ષ કહેવાય છે કાં તો સ્વામી. જે પંથે માંગરહિતતા ઉપર ભાર મૂક્યો તે પોતાના સંન્યાસીઓને સ્વામી સંબોધન કર્યું અને જે પંથમાં નિરહંકાર તથા નિષ્પરિમહ ઉપર ભાર મુકાયો ત્યાં સંન્યાસીઓ ભિક્ષા તરીકે સંબોધાયા. વાસ્તવમાં જે ભિન્ન છે તે સ્વામી છે અને જે સ્વામી છે તે ભિક્ષ છે.
આમ, સમાટ થઈને જવું એટલે વાસનારહિત થઈને જવું અને ભિખારી થઈને જવું એટલે ખાલી થઈને જવું. ખાલી ઝોળી કે જેથી પરમાત્મા ભરાય. શબ્દકોષમાં ‘સમાટ’ અને ‘ભિખારી' આ બંને શબ્દો વિરુદ્ધ અર્થવાળા છે પરંતુ અધ્યાત્મકોષમાં એ બને એક દશા છે. માત્ર જુદી પરિભાષા! જો આ બને યથાર્થપણે સધાય તો જીવનની પરમ ધન્ય ક્ષણ પ્રાપ્ત થઈ એમ સમજવું. ન વાસના, ન અહંકાર, માત્ર શુદ્ધતા.....
કેમ પ્રાર્થના કરવા છતાં લોકો એવા ને એવા જ રહે છે? શાંત ચિત્તદશા એ પ્રાર્થના એમ સમજવાને બદલે લોકો એમ સમજે છે કે અમુક આકાંક્ષાથી કરેલ અમુક પાઠ કે મંત્ર તે પ્રાર્થના છે. શ્રદ્ધાપૂર્વક માંગવાથી પ્રાપ્ત થાય છે એમ માની તેઓ પ્રાર્થના કરે છે. ભીખ માંગવી એને પ્રાર્થના માને છે.
સંતો કહે છે કે આ મળે, આ ન મળે, આમ થાય, આમ ન થાય.....આવા કોઈ પણ ભાવ હોય તો તે પ્રાર્થના નથી. ભલે શબ્દો સારા હોય પણ એ સાચા નથી. જેવી પ્રાર્થનામાં વાસના જોડાય છે કે ઉપાસનાની પાંખ તરત જ કપાઈ જાય છે. ગળે પથ્થર બંધાઈ જાય છે. હવે એ પક્ષી ઊડી શકશે નહીં. અહીં જ તરફડી તરફડીને મરશે.
દુઃખની વાત તો એ છે કે પ્રાર્થના' શબ્દનો અર્થ જ માંગવું બની ગયો છે. શ્રદ્ધાપૂર્વક કંઈ પણ માંગ્યું એટલે જાણે તે પ્રાર્થના બની ગઈ..... માંગવાવાળાને પ્રાર્થી કહીએ છીએ તો ભિખારી કોને કહેવો? સદીઓથી પ્રાર્થનાના નામે માંગવાનું થાય છે માટે પ્રાર્થનાનો અર્થ વિકૃત થઈ ગયો છે. અને તેથી પ્રાર્થના અંતરમાં ખીલતી નથી. પ્રાર્થના તો એક પ્રકારનો આંતરિક નાચ છે, આનંદની અભિવ્યક્તિ છે. પ્રાર્થના એ તો સંતોષપૂર્ણ ચિત્તદશાનું નામ છે.
કેવી રીતે પ્રાર્થના કરવી? - કેવી રીતે એ શબ્દોને વિદાય આપવી? સંતો કહે છે કે નિષ્ક્રિયતામાં ગતિ કરો. પક્ષીનું ગીત સાંભળો, સૂર્ય પ્રકાશે છે તે જુઓ, હવાનું નાચવું અનુભવો. પ્રયોજન વિના, સંકલ્પ-વિકલ્પ વિના, બસ!