________________
0 .
0
0
0.00 0 0 0 0
0 0 0 0 0 0 0 0 0 0 0
P.P. Shree Dr. Rakeshbhai Zaveri
પ્રાર્થના દુઃખથી મુક્ત થવા તો સર્વ ઇચ્છે છે. એમાં ધાર્મિકતા નથી. પગમાં કાંટો વાગે તો કોણ તેનાથી મુક્ત થવા ન ઇચ્છે? પણ જે કુલથી પણ મુક્ત થવા ઇચ્છતો હોય, તત્પર હોય તેના અંતરમાં પ્રાર્થના ઊઠે છે. અને આ પ્રાર્થનામાં રુદન નહીં હોય, સુખની માંગ નહીં હોય. આ પ્રાર્થના ભિખારીની પ્રાર્થના નહીં હોય પણ સપાટની પ્રાર્થના હશે. જેને સુખની આકાંક્ષા ૨હી ન હોય તે સમાટ છે.
પરમાત્માનાં દ્વાર પર જે સમાટની જેમ હોય છે, અથર્ માંગરહિત થઈને જે પ્રભુના દ્વારે જાય છે તેને તો ત્યાં પ્રવેશ મળે છે, પણ જે ત્યાં ભિખારીની જેમ ઊભો રહે છે તેને પ્રવેશ નથી મળતો. કોઈ વાર રોટલીના બે ટુકડા મળી જાય પણ તેને પ્રભુ નથી મળતા. પ્રભુના રાજ્યમાં માત્ર સાટોને જ પ્રવેશ મળે છે. ત્યાં ભિખારીઓને પ્રવેશ મળતો નથી.
દુઃખી વ્યક્તિ જ્યારે પ્રાર્થના કરે છે તો તે પ્રાર્થના કરતો હોતો નથી પણ ભીખ માંગતો હોય છે. તેની પ્રાર્થના એ પ્રભુ સાથેનું અનુસંધાન નહ; માત્ર સુખની ભીખ, સુખની આકાંક્ષા, સુખની માંગણી હોય છે. સુખની આકાંક્ષા હોવાથી, દુઃખી જીવ પ્રાર્થનામાં પણ સુખની ભીખ, સુખની માંગણી જ કરતો હોય છે. આમ, દુઃખી વ્યક્તિ પ્રાર્થના કરી જ ન શકે. તે ભીખ જ માંગી શકે. તે ભીખ જ માંગતો હોય છે. ફરક એટલો કે તે પ્રભુ પાસે ભીખ માંગે છે. તે પ્રભુને નથી ઈચ્છતો, પ્રભુ પાસે સુખ ઈચ્છે છે.
સુખી વ્યક્તિ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે તે ભીખ નથી માંગતો કારણ કે તેને સુખની આકાંક્ષા નથી. સુખ તો તેની પાસે છે છતાં તેને એ વ્યર્થ ભાસે છે. તેથી જ્યારે સુખી પોકારે છે ત્યારે તે પ્રાર્થના હોય છે અને દુઃખી પોકારે છે ત્યારે તે ભીખ હોય છે. જીવ ચૂકે છે કારણ કે તેને પ્રભુનું સ્મરણ માત્ર દુઃખમાં થાય છે, સુખમાં નહીં. તેનો અર્થ એટલો જ કે તેને પ્રભુ સાથે તન્મય થવું નથી. તેને પ્રભુમિલનની આકાંક્ષા જાગી નથી. તેને હજી માત્ર દુઃખથી મુક્ત થઈ સુખની પ્રાપ્તિ થાય એની જ આકાંક્ષા વર્તે છે. અને તેથી પ્રભુનું સ્મરણ કરવા છતાં તે ચૂકે છે, ચૂકતો જાય છે. તેને પ્રભુની પ્રાપ્તિ થતી નથી.
દુઃખમાં પ્રાર્થના થતી નથી, માંગણી થાય છે. તેથી જ્યારે દુઃખમાં પ્રભુનું સ્મરણ થાય અને સુખમાં વિસ્મરણ થાય ત્યારે માનજો કે દુઃખમાં પણ પ્રભુનું સ્મરણ નહોતું. જે હતું તે પ્રભુનું સ્મરણ નહોતું, સુખનું સ્મરણ હતું. સુખની માંગ હતી પ્રભુ પાસે..... એક મા એના દીકરાને પૂછે છે કે હું જોઉં છું કે તું ત્રણ-ચાર દિવસથી પ્રાર્થના કરતો નથી. કેમ? તો દીકરો કહે છે, ‘પરીક્ષા તો પૂરી થઈ ગઈ! હવે પ્રાર્થના શા માટે કરું.....?'
આવું બને તો કહી શકાય કે પરીક્ષા વખતે પણ તેણે પ્રભુનું સ્મરણ કર્યું નહોતું. બાળકો તો નિર્દોષ હોય છે. તેઓ આજુબાજુ જે જુએ તે પ્રમાણે શીખે. માબાપને માત્ર કષ્ટ વખતે પ્રાર્થના કરતા જોયા હોય, તેથી પ્રાર્થનાનો આવો અર્થ તેમને બેઠો હોય!
જીવને સુખમાં પ્રાર્થનાની જરૂર નથી લાગતી, દુઃખમાં લાગે છે. રોટી