________________
પાઠશાળા પાઠશાળા એટલે સુસંસ્કારની ખાણ:૩
શિકાગોમાં, ડેટ્રોઈટમાં પણ આવી આદર્શ પાઠશાળાઓ ચાલે છે. એમ ઘલા સેન્ટરમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે. જયાં ન ચાલતી હોય તેમણે તેનો સંકોચ અનુભવી આ પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ. સેન્ટર હોય ત્યાં બીજી સુવિધાઓ પણ મળી રહે છે. સેન્ટર ન હોય પણ બાળકો તો છે ને... માટે પાઠશાળા પાયાની જરૂરીયાત છે તેમ માની આયોજન કરવું આવશ્યક છે.
પાઠશાળાના બાળકોમા સદવિચાર:
એક પાઠશાળાના બાળકને પૂછ્યું, 'તું પાઠશાળાને શા માટે આવે છે ? ધર્મ કરવા.' 'ધર્મ કરવાથી થાય ?' 'પાપ જતા રહે છે.' 'પાપ કેમ લાગે ?' 'મીટ ખાવાથી. એટલે હું ડેડી-મોમને કહું છું કે ક્રોધ કરીએ તો સર્પ થઈએ.' પછી તેણે ચંડકૌશિકની વાર્તા ટૂંકમાં કહી. આમ બાળક ઉચ્ચ આદર્શને ગ્રહણ કરે છે.
દયાના સંદર્ભમાં એક બાળકે કહ્યું કે 'દયા આપણા આત્માની કરવી જોઈએ.' 'કેમ ? 'આપણે કર્મ બાંધીને
આત્માને દુ:ખ આપીએ છીએ માટે પહેલા આત્માની દયા કરીને પછી બીજી દયા પણ કરવાની.'
બે બાળકો કારપુલમાં સાથે જતા, તેમાંની એક
અમેરીકન કન્યા લંચબોકસમાંથી કંઈક કાઢે અને અન્ય બાળકને ખાવાની ઓફર કરે. આ બાળક પૂછે, તેમાં મીટ છે ? તો તે ન ખવાય, પાપ લાગે.'
પંદરેક દિવસ આમ ચાલ્યું અને આખરે અમેરીકન કન્યાએ પણ મીટનો ત્યાગ કર્યો. આમ પાઠશાળાનું શિક્ષણ
વ્યાપક બને છે. એથી જ કહી શકાય કે નાના મોટા સૌને માટે પાઠશાળા એટલે સંસ્કા૨ણી ખાણ... ધન રાશિ છે. ભૌતિક ધન કે પ્રતિષ્ઠા ના જન્મ પૂરની રહે કે ન રહે પણ ધર્મ સંસ્કારની ધનરાશિ - સંસ્કાર તો વ મુક્તિ પામે ત્યાં સુધી સાથે રહે
છે, જે માતાપિતા બાળકોને પાઠશાળાએ મોક્લતા નથી તેમને હું અપરાધી કર્યું.
માનદ્ધેવાભાવી ટીચર્સને ધન્યવાદ:
પાઠશાળા ચલાવનાર ટીચર્સમાં પણ એક પ્રકારનો સાવ પેદા થાય છે. દરેકની શક્તિઓનું સંગઠન થવાથી બાળકોને પણ લાભ છે. સેન્ટર દ્વારા ચાલતી પાઠશાળામાં એક સંચાલક હોય છે. તેમજ વ્યવસ્થા માટેની જવાબદાર વ્યક્તિઓ હોવાથી સંચાલન આદર્શ બને છે. એકાકી કે અલગ ચલાવવાથી ને લાભ મળતો નથી.
Goo
જેમની શક્તિ બુદ્ધિ હોય તેમણે આવી પાઠશાળામાં તન, મન, ધન કે સેવાથી યોગદાન આપી પરમાત્માની કૃધાને પાત્ર થવું જોઈએ. ટીચર્સ સમાજનું આદર્શ અંગ છે. પ્રેમ, સમભાવ, અન્યોન્ય ઉદારતા, મૈત્રીભાવ જેવા ગુણો દ્વારા ભાવિ પેઢીને સંસ્કાર આપી મહાન કર્તવ્યના તેઓ પ્રદાતા બને છે જેથી તેમની પુણ્યરાશિ એકઠી થાય છે.
જે ભાઈ બહેનો ગુણયુક્ત ઉદારતાથી આ ક્ષેત્રે યોગદાન આપે છે તેમને ઘણા ધન્યવાદ આપું છું અને શુભેચ્છા પાઠવુ છું.
પાઠશાળામાં કેવા શિક્ષણની જરૂર છે :
પાઠશાળામાં મત પંથના ભેદભાવ વગર સત્પુરૂષોએ બોધ સૂત્રોની પ્રણાલિથી આપ્યો છે તે વારસો જાળવવો જોઈએ. તે માટે અમુક સૂત્રો બાળકોને રસપ્રદ રીતે કંઠસ્થ કરાવવા જોઈએ. તે સાથે રોજની બાળવનની ચર્ચામાં તેઓ મૈત્રીભાવ કેળવે, વિનય શીખે તેવું શિક્ષણ આપવું જોઈએ.
યુવાનો ભાવિમાં સેન્ટરની કામગીરી બજાવી શકે તે પ્રમાણે તેમને પણ પૂજા, ભક્તિ, સૂત્રો જેવું શિક્ષણ મળવું જરૂરી છે.
અંતમાં એટલું જ કહીશ કે પાઠશાળાઓ ચાલુ કરો, હોય તેને વિકસાવો. મૈત્રીભાવ રાખીને મોટા નાનાનો વિશ્વરૂપ મેળો હોય તેમ આનંદ પ્રમોદથી ર્કાવ્યપાલન કરીને આપણે સંતપુરૂષોની કૃપાને પાત્ર થઈએ.
જીંદગી કેવળ સસારની વેઠ ઉતારવા માટે નથી પણ માનવીના વિકાસના પ્રયોગની શાળા છે. ધાર્મિક સંસ્કારનો
પવિત્ર વારસો આપનાર પરમાત્માનું નિત્ય સ્મરણ કરૂં અને તેમના બોધેલા કાર્યોને નિ:સ્પૃહભાવે બજાવુ એ જ પ્રાર્થના. હાર્દિક શુભેચ્છાઓ :
સવિશેષ જૈન સેન્ટર ઓફ ન્યુ યોર્ક, અમેરીકાના આશ્રયે નૂતન ભવ્ય જીનાલયનું નિર્માણ થઈ રહ્યું છે, ૨૦૦૪માં એ ભૂમિને સ્પર્શ કરવાનો લાભ મને મળ્યો હતો. ૨૫ના પ્રતિષ્ઠા મહોત્સવ અને આ નવનિર્માણના પ્રસંગે મારી હાર્દિક શુભેચ્છા છે. આ કાર્યના સૌ સહભાગીઓને મારા અભિવાદન છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા વડે આ પ્રસંગો યાદગાર બની રહે તેવી પ્રાર્થના.
પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાર્દિક મંગળભાવના.
ZP3131/9jOq.
સુનંદાબહેન વોહોરા.
coco
ONO