________________
યોગવિધા: જીવનવિકાસની કળાઃ ૨
૧. ધ્યાન સહાયક આસનો :
દા.ત. પદ્માસન, અર્ધપદ્માસન, સુખાસન, વજ્રાસન, સિંહાસન, ગોદોહિકાસન, કાર્યોત્સર્ગ આસન વગેરે
૨. આરોગ્યવર્ધક આસનો :
ઊભા ઊભા કરવાના આસનો
નાલાસન, કોણાસન, સીંગપુષ્ટિ આસન બેસીને કરવાના આસનો : ભદ્રાસન. અર્ધ મત્સ્યેન્દ્રાસન, યોગમુદ્રા ચત્તા સૂઈને કરવાના આસનો : પવનમુકતાસન, સર્વાંગાસન, હલાસન
ઊંધા સૂઈને કરવાનાં આસનો :
ભુજંગાસન, સલભાસન, ધનુરાસન
૩. આરામદાયક આસનો :
શવાસન, મકરાસન, નિભાવ અને સુખાસન
યોગવિદ્યાનું ચોથું પગથિયું પ્રાણાયામ છે. પ્રાણ એટલે જીવનશક્તિ અને તેનો આયામ એટલે પ્રાણશક્તિનો વિકાસ અને સંયમ. પ્રાણાયામ દ્વારા શ્વાસોચ્છ્વાસની ક્રિયા ઉપર સંયમ પ્રાપ્ત થાય છે. પ્રાણ અને મન એકબીજા સાથે જોડાયેલા હોવાથી પ્રાણાયામ દ્વારા એ બને સ્થિર થઈ શકે છે. પ્રાણાયામના અભ્યાસથી શારીરિક, માનસિક અને અધ્યાત્મિક વિકાસ થાય છે. પ્રાણાયામના અનેક પ્રકારની મૂળભૂત ચાર વિધાઓ છે...
રેચક – ઉચ્છ્વાસ બરાબર બહાર કાઢતા શીખવું પૂરક – શ્વાસ બરાબર લેતા શીખવું.
કુંભક – શ્વાસને મર્યાદિત સમય સુધી રોકતાં શીખવું. શૂન્યક શ્વાસનું રેચન કર્યા પછી શ્વાસ વિનાની સ્થિતિમા રહેતાં શીખવું.
પાંચમું પગથિયું પ્રત્યાહાર છે. બહિર્મુખ થયેલી ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવવાની સાધનાને પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહારના પાંચ પ્રકાર છે કારણ કે ઇન્દ્રિયો પાંચ છે.
આખ – ચક્ષુ ઇન્દ્રિયનો પ્રત્યાહાર
કાન - શ્રવણેન્દ્રિયનો પ્રત્યાહાર
નાક - ઘ્રાણેન્દ્રિયનો પ્રત્યાહાર જીભ - રસનેન્દ્રિયનો પ્રત્યાહાર ચામડી - સ્પર્શેન્દ્રિયનો પ્રત્યાહાર
પ્રત્યાહારની સાધનાનાં ત્રણ પગથિયાં છે. ૧. ઇન્દ્રિયોને અશુભમાંથી શુભમા જોડવી ૨. અનેક શુભ વિષયોમાંથી એક્મા' કેન્દ્રિત થવું ૩. સ્થૂલમાંથી સૂક્ષ્મ સ્વરૂપમાં લીન થવું
આ ત્રણેય તબકકા સમજપૂર્વક કરવામાં આવે તો
ચચ ઇન્દ્રિયોને વશ કરવી શક્ય છે.
છઠ્ઠું પગથિયું છે ધારણા. ધારણા એટલે મનની એકાગ્રતા. મનની એકાગ્રતા વિના સફળતા શક્ય નથી. સફળતા મેળવવા એકાગ્રતા કેળવવી જોઈએ. મનને એકાગ્ર કરવાની અનેક રીત છે... દા.ત.
રૂપસ્થ ધારણા :
જે બિંદુ, જ્યોતિ, મૂર્તિ વગેરે પર ત્રાટક કરી થાય. પદસ્થ ધારણા:
જે મંત્ર, જપ અને નાદાનુસંધાન દ્વારા થાય. પિંડસ્થ ધારણા:
જે સપ્તચક્રભેદન, કાયવિપશ્યના વગેરે દ્વારા થાય. રૂપાતીત ધારણા:
જે અરૂપી તત્ત્વોમા મનને જોડવાથી થાય.
સાતમું પગથિયું ધ્યાન છે. ધારણા એટલે એકાગ્રતા અને ધ્યાન એટલે મનની લીનતા. મન જેમાં એકાગ્ર થયું હોય તેમાં લીન થઈ જાય, તદ્રુપ બની જાય, ત્યારે ધ્યાનની સ્થિતિ આવે. ધારણાની જેમ ધ્યાનના પણ ચાર પ્રકારો છે.
રૂપસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન. ધ્યાન સાધનામાં ક્રમે ક્રમે નિષ્ઠાપૂર્વક આગળ વધતા આત્મધ્યાન સુધી પહોંચી શકાય. ચિત્ત સૂક્ષ્મ જગતમાં લીન થાય ત્યારે અતિ સૂક્ષ્મ આત્મત્વ સુધી પહોંચાય. આત્માનું સાચું સ્વરૂપ સમજાય.
આઠમું પગથિયું સમાધિ છે. સમાધિ ધ્યાનથીય આગળની ઊચ્ચ અવસ્થા છે. પતંજલિએ સમાધિનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. એટલે સમાધિના બે પ્રકાર બતાવ્યા છે, સંપ્રજ્ઞાત્ સમાધિ અને અસપ્રજ્ઞાત્ સમાધિ, આ બેના અનેક પેટા પ્રકાર અને તેની સૂક્ષ્મ છણાવટ 'યોગસૂત્ર'ના સમાધિપદમાં મળે છે.
અષ્ટાંગયોગની સાધના જો નિષ્ઠાપૂર્વક, દૃઢસંકલ્પથી નિયમિતરૂપે કરવામાં આવે તો માનવજીવનનો શારીરિક,
911252330
00:0