________________
ફળ પૂજા ઈન્દ્રાદિક પૂજા ભણી ફલ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજી કરી માગે શિવ ફળ ત્યાગ. મંત્ર: * હીં શ્રી પરમ પુરુષાચ પરમેશ્વરાય જન્મજરા
મૃત્યુ નિવારણા ચ શ્રીમતે વીર જિનેન્દ્રાચ અષ્ટકર્મ ઉચ્છેદનાચ ફલાદિ ચામહે સ્વાહા !
આરતી જય જય આરતી આદિ જિણદા.
નાભિરાયા મરૂદેવી ક નંદા. પહેલી આરતી પૂજા કીજે,
નરભવ પામીને લાહવો લીજે ... જય૦ દુસરી આરતી દિન ચાળા,
ધુળેવા મંડપમાં જગ અજવાળા ... જય૦ તીસરી આરતી ત્રિભુવન દેવા,
સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા ... જય૦ ચોથી આરતી ચૌગતી ચૂરે,
મનવાંછીત ફળ શિવ સુખ પૂરે ... જય૦ પંચમી આરતી પુષ્ય ઉપાયો,
મૂળચદે ઋષભ ગુણ ગાયો .. જય૦ મંગળ દીવો દીવો રે દીવો પ્રભુ સંગલિક દીવો,
આરતી ઉતારીને બહુ ચિરંજીવો . દીવો સોહામણું ઘર પર્વ દિવાળી.
અંબર ખેલે અમારા બાળી .. દીવો દીપાળ ભણે એણે કુળ અજવાળી,
ભાવે ભગતે વિઘન નિવારી . દીવો દીપાળ ભણે એણે એ કળિકાળે,
આરતી ઉતારી રાજા કુમારપાળે . દીવો અમ ઘેર મંગલિક તમ ઘેર મંગલિક,
મંગલિક ચતુર્વિઘ સંઘને હોજો .. દીવો કર જોડી સેવક એમ બોલે,
નહિ કોઈ મારા પ્રભુજીની તોલે .. દીવો
Jain Education Interational 2010_03
For Private & Personal Use Only
23 www.jainelibrary.org