SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામીનો – સંલન શ્રી એમ. જે. દેસાઈ ભોગવી શકતો નથી. ગાધર ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નો અને ભગવાન મહાવીરે આપેલા ઉત્તરોની જ્ઞાનગોષ્ઠીની પ્રસાદી અત્રે રજૂ કરી છે. થોડી ગૌતમ પ્રભુને પૂછે છે, હે નાથા પ્રકાશમાંથી આવ્યા પછી જીવ અંધકારમાં જાય છે તેનું શું કારણ? ભગવાન કહે છે, મહા આરંભ, મહા પરિગ્રહ, પંચેન્દ્રિય વધ કરીને જીવ નરનું આયુષ્ય બાંધે છે. વર્તમાનમાં અવળાં કર્મો કરીને, દે ગૌતમા જીવ નરક તો શું પણ તેનાથીય અધમ ગતિને પામે છે. " ગૌતમ પ્રભુને પૂછે છે, હે પ્રભો! જ્ઞાન આ ભવનું, પર ભવનું કે તદુભયનું? તેના ઉત્તરમાં ભગવાન જણાવે છે કે, હે ગૌતમ! જ્ઞાન આ ભવી, પરભવી અને તદુભી છે. એમ જ દર્શન પણ આ ભવી, પર ભવી અને તદુભયી છે. જ્ઞાન અને દર્શન અહીંથી છૂટીએ તોય સાથે ને સાથે આવે, આપણો કેડો ન મૂકે, પણ હે ગૌતમા સંયમ અને તપ આ ભવનાં જ છે, પરભવનાં નહીં, તે જીવની સાથે નથી જતાં. ગુણધર ગૌતમ પ્રશ્ન ક૨ે છે, હે પ્રભો, સામાયિક તે આત્મા છે? ભગવાન ફ૨માવે છે, સામાયિક આત્મા છે અને આત્મા તે સામાયિક છે. બંને એક જ છે, ભિન્ન ભિન્ન નથી. ગણધર ગૌતમ આગળ પૂછે છે, સામાયિક એ આત્માના ઘરનું કે વિભાવના ઘરનું? ભગવાન ઉત્તર આપે છે, સામાયિક સ્વઘરનું છે. પરઘરનું નથી. ગૌતમઃ હે પ્રભો! મનુષ્ય નિર્ધન અને કંગાલ ક્યા પાપના ઉદયથી થાય છે? ભગવાન મહાવીર કે ગૌતમ, જેણે બીજાનું ધન ચોર્યું હોય, દાન દેતા હોય તેને દાન દેતાં અટકાવ્યા હોય તે મનુષ્ય નિર્ધન અને કંગાલ થાય છે. ગૌતમ હે ભગવાન, ભોગ-ઉપભોગની સામગ્રી હોવા છતાં જે મનુષ્ય તેને ભોગવી શકતો નથી તે કયા પાપના ઉદયથી? ભગવાન મહાવીર કે ગૌતમ, જે મનુષ્ય દાન કરીને પશ્ચાત્તાપ કરે છે કે મેં ખોટું કર્યું તે મનુષ્ય પાસે ભોગ-ઉપભોગની સામગ્રી હોવા છતાં Jain Education International ગૌતમ! હે ભગવાન! મનુષ્ય ક્યા પાપના ઉદયથી મૂંગો થાય છે? ભગવાન મહાવીરઃ હે ગૌતમ, છિદ્રોને શોધનાર બનીને જે મનુષ્ય દેવ, ગુરુ, વગેરેની નિંદા કરે છે તે મનુષ્ય મૂંગો બને છે. · સંવાદ ગૌતમઃ હે ભગવાન! મનુષ્ય કયા પાપના ઉદયથી બહેરો થાય છે? ભગવાન મહાવીરઃ હે ગૌતમ, જે લોકો છુપાઈને બીજાની નિંદા સાંભળવામાં મગ્ન રહે છે, અને પટવાણી બોલીને બીજાનાં હૃદયના ભેદ જાણવામાં પ્રયત્નશીલ રહે છે તે પાપના બોજાથી મનુષ્ય બહેરો થાય છે. ગૌતમ! હે ભગવાન! મનુષ્ય ખૂબ લાડ પ્યારથી પાળેલો પુત્ર યુવાવસ્થામાં મરી જાય છે તે ક્યા પાપના ઉદયી? ભગવાન મહાવીર તે ગીતમા બીજાની રાખેલી અનામત હડપ કરી લેવાથી પાળી પોષીને મોટો કરેલો પુત્ર મરી જાય છે. · ગૌતમઃ હે ભગવાન! મનુષ્ય લક્ષ્મીવાન ક્યા પુણ્યના ફળ સ્વરૂપે થાય છે? ભગવાન મહાવીરઃ હે ગૌતમ, સુપાત્ર (મુનિ), પાત્ર (શ્રાવક), અલ્પપાત્ર (સમ્યગ્દŪ) વગેરેને શાતાકારી આહાર, પાણી દેવાથી તેમ જ અનાથ, દીન, આશ્રિતોને સમયેસમયે ઉચિત દાન દેવાથી મનુષ્ય લક્ષ્મીવાન થાય છે. ગૌતમઃ હે ભગવાન! મનવાંચ્છિત ભોગ-ઉપભોગની સામગ્રી ક્યા પુછ્યોદયથી મળે છે? ભગવાન મહાવીર કે ગૌતમ, જે મનુષ્ય ભૂતદયા વગેરે ખૂબ પરોપકાર ક૨ેલ હોય તેને મનવાંચ્છિત ભોગ મળે છે. ગૌતમ- હે ભગવાના સુંદરતા, રૂપલાવણ્ય, ચાતુરી, વગેરેની પ્રાપ્તિ કઈ શુભ કરણીથી મળે છે? ભગવાન મહાવીર કે ગૌતમા જેમણે જિજ્ઞાસાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય અને તપશ્ચર્યા કરી હોય તેમને સુંદરતા, રૂપલાવ, ચાતુરી વગેરે પ્રાપ્ત થાય છે. B 22 For Private & Personal Use Only ગૌતમ! હે ભગવાન! મનુષ્યને સુખમય દીર્ઘજીવન ક્યા પુછ્યના www.jainelibrary.org
SR No.528131
Book TitleJain Center Los Angeles CA 1988 07 Jain Bhavan Inauguration
Original Sutra AuthorN/A
AuthorJain Center So CA Los Angeles
PublisherUSA Jain Center Southern California
Publication Year1988
Total Pages84
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center CA So Los Angeles, & USA
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy