SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાવરણીયકો, મિલ્લાદર્શન દૂર કરવા માટે પ્રભુદર્શન કરતી સમયે પ્રભુમાં રહેલા અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતગુનો તરફ દષ્ટિ રાખવાથી સાચી દષ્ટિ પ્રાપ્ત થાય છે ગુરૂ ભગવંતોને ભાવપૂર્વક વંદન કરવાથી આપણામાં નમ્રતા આવે છે આપણા જ્ઞાનાવરણીય કર્મો તૂટે છે મિથ્યાજ્ઞાન દૂર થાય છે અને સાચુ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ધર્મના માર્ગે આગળ વધી શકાય છે ધર્મનુ શરણ, શ્રાવકધર્મનું પાલન કરી ધર્મના માર્ગ પ્રગતિ સાધી શકાય છે પ્રભુએ ઉપદેશ અહિંસાનો દીધો છે સંદેશ અને કાંતદષ્ટિ અપનાવવાનો દીધો છે અને આદેશ સરળતા અપનાવવાનો દીધો છે. જે વ્યકિત સરળ છે તે મોક્ષમાર્ગમાં જલદી આગળ વધી શકે છે તેથીજ પ્રભુએ દેભ, માયા અને કપટને ત્વરીત છોડવા જેવા કટપા છે દંભને કારણે વ્યકિત સૌ પ્રથમ પોતાની જાતને છેતરે છે જેને પોતાના હિતની પરવા ન હોય તે બીજાનું હિત કદી કરી શકે નહીં, નાવડીમાં નાનુ સરખુ કાણું હોય તો નાવડી ને પાણીમા ડુબાડી દે છે તેમ દંભ, માયા, કપટને તો જેમ ઝેરી જંતુ આપણા શરીર પર ચોટે તો કેવી ત્વરાથી તેને દૂર કરીએ તેમ તેને દૂર કરવા જેવા છે તોજ આત્માનું કલ્યાણ શક્ય બને છે મોટનિષકર્મ પાંચ અણુવ્રત, ચૈત્રીભાવ, અગાભાવ, સંતોષ, સમતા આદિગુણો ને કેળવવા થી ઢીલુ પડે છે. પ્રભુનું વચન છે કે જે જીવો ગુણાનુરાગી છે સ્વદોષ દર્શન કરી આત્માને શુધ્ધ કરે છે એટલેકે કર્મોની નિજી કરે છે તે જીવો અવશ્ય મુકિત પામે છે સ્વદોષ દર્શન અત્યંત જરૂરી છે. જેમ ગંઠીને ઢાંકીએ તો દુર્ગંધ ફેલાવે છે પણ જો સૂર્યનાં તાપમાં ખુલ્લી રાખીએ તો સૂકાઇ જાય છે તે જ પ્રમાણે આપણા દોષ પ્રત્યે જાગૃત રડીને તેને भुर જ્ઞાની ભગવંતો પાસે ખુલ્લા કરીને પ્રશ્ચાતાપ કરવાથી તે નાથ પામે છે ગુણોની પ્રાપ્તિ માટે ગુણોનું ચિંતન, મનન વારંવાર કરવાથી અઢાર પ્રકારનાં પાપથી દૂર રહેવાય છે. પાપ એટલેજ દોષ જૈન દર્શન એટલે વ્યાપકના દષ્ટિ જેટલી વ્યાપક હશે તેટલા પ્રમાણમાં વિશાળ જગતનાં દર્શન થશે. તે ગુણ જોવાની દષ્ટિ દૃશે તો વ્યકિત માત્રમાં કંઇક ગુણ દેખાશે. સામાન્ય રીતે વિદેશી પ્રજા માટે માન્યતા હોય છેકે તેઓ માંસાહારી હોવાથી અહિંસાનું પાલન નથી કરતા. પરંતુ આ એકાંતદષ્ટિ છે આપણે જોયુ હશે કે વિદેશી જા પ્રાણીઓને પોતાનાં કુટુંબના સભ્ય જેટલોજ પ્રેષ અને કાળજી રાખતા હોય છે આ બાબતે એક સત્ય ઘટના જે મે પ્રત્યક્ષ જોયેલી છે તેને અહીં રજુ કરતાં આનંદ અનુભવું છું ઉનાળામાં હું મારી દીકરીને ત્યાં પીટસબર્ગ ગઇ હતી. સવારનાં લોક લેવા ગઇ હતી ત્યાં બે અમેરિકન બહેનોને એક ગટર પાસે કંઇક પ્રવૃત્તિ કરતાં જોઇ. કૃતુહલ વશ પૂછતા જાણ્યું કે એક પક્ષી ગટરમાં પડી ગયું છે. તેને બહાર કાઢવા પ્રયત્ન કરે છે ગટર વરસાદી હતી, ઉંડી હતી અને ઉનાળાને કારણે પાણી ન હતું. પક્ષી અંદર ફફડાટ કરતું હતું. ટર સીલ હોવાથી ખોલી શકાય તેમ નહોતું. તેથી તે બન્ને બહેનો એ પ્રાણી સુરક્ષાની કચેરીમાં ફોન કર્યો. પણ રવિવાર હોવાથી બંધ હતી. તેથી તેમણે એક પૂંઠાનાં બોકસને દોરી વડે ગટરમાં ઉતાર્યું. પછી ગભરાયેલુ હતું અને અશાંત હોવાથી બોકસથી દૂર જતુ રહેતુ. તેમણે બોકસમાં થોડું ખાવાનું મૂક્યું જેથી પક્ષી બોકસમાં આવે પરંતુ કોઇપણજીવને પોતાનો જીવને પોતાનો જીવ જોખમમાં હોય ત્યારે જી બચાવવા સિવાય બીજું કંઇ દેખાય નહીં, તેમ આ પક્ષીને પણ થતુ હશે. થોડીવાર બોકસને સ્થિર રાખ્યુ એટલે પછી ધીમે થી બોકસની ધારી પર આવીને બેઠું. બોકસને ધીમેથી ઉપર લીધુ પણ બોકસ નમી પડવાથી પછી ફરી અંદર પડી ગયું. ફરીવાર બોકસને નીચે ઉતારું આ વખતે પક્ષી તરતજ બોકસમાં આવી ગયું. કદાચ તેને વિશ્વાસ થયો હરો કે હવે ત બહાર નીકળી શકશે.બોકસને ધીમેશી ઉપર લાવી પક્ષીને હાથ થી બહાર લઇ લીધું. તરતજ પક્ષી દૂર જઇને બેસી ગયું. તે ગભરાયેલુ હતું. તેથી ઉડી શકતુ નહોતું. તેથી તેને સલામત જગ્યા એ મૂકયું. હવે પછી થોડું ચાલવા લાગ્યું અને ઉડવાનો પ્રયત્ન કરવા Jainism: The Global Impact 221
SR No.527536
Book TitleJAINA Convention 2013 07 Detroit MI
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2013
Total Pages268
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy