________________
બાવીસ અભક્ષ્યો અંગે વિચારણા
આપણે બધાં અત્યંત ભાગ્યશાળી છીએ કે, આપણને અતિ અતિ દુર્લભ માનવ ભવ મળ્યો છે. આ માનવ ભવ કેવો દુર્લભ છે તેની વાત જૈનશાસ્ત્રમાં કરેલી છે. ટૂંકમાં જે દસ વસ્તુ દુર્લભ છે તે મળે તો પણ માનવ ભવમળવો મુશ્કેલ છે આમાં પણ દુર્લભતા ઉતરોત્તર અનેકગણી વધતી જાય છે. બીજો જાણીતો દાખલો પણ આપણને ખબર છે તે આ પ્રમાણે છે, તિસ્તૃલોકમાં આવેલ છેલ્લો સમુદ્ર "સ્વયંભૂરમણ" તેના એક કિનારે આપણે સોયનાખીએ અને બીજે કિનારે દોરો નાખીએ. પછી સમુદ્રના તરંગથી સોય અને દોરો ધીમે ધીમે અંદર જવા માંડશે, અને એક સમય એવો આવશે કે, બન્ને નજીક આવશે, અને અમુક સમય પછી સોયમાં દોરો પોરવાઈ જશે. આ કાર્ય અતિ મુશ્કેલ - અતિ કઠિન છે. માનવ ભવ મળવો આનાથી પણ કઠિન છે.
જો માનવ ભવ આટલો કઠિન હોય તો માનવ ભવની શું જરૂર છે? વિતરાગે કહેલું અને શાસ્ત્રમાં છે કે, મોક્ષ જોઈતું હોય તો - અથવા મુક્તિ જોઈતી હોય તો માનવ ભવમાં જ મળશે. માટે આપણને જો મોક્ષની અભિલાષા હોય તો માનવ ભવમાં જન્મ લેવો જ પડશે. અને માનવ ભવ વગર મુકિત નથી. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, દેવ, નારક અને તિર્યંચ પણ ક્યારે માનવભવ મળે એની રાહ જોતા હોય છે. બીજું કર્મની નિર્જરા માનવભવમાં જ થાય છે. (યુગલિક સિવાય) માટે મોક્ષ જોઈતું હોય તો માનવ ભવ વગર છૂટકો જ નથી .
આપણા કાળ અને ક્ષેત્ર (ભરત) ની અપેક્ષાએ, પાંચમાં આરામાં જન્મેલાના મોક્ષ પમાડે તેવાં ઉત્કૃષ્ટ પરિણામ ને આવવાથી, કોઈને મોક્ષ નહીં મળે તેમ કહી શકાય. પરંતુ કોઈ કારણસર બીજા ક્ષેત્રમાં મહાવિદેહ) જન્મેલાને કોઈ દેવ ભરત ક્ષેત્રમાં લાવે અને તે જીવ મોક્ષગામી હોય તો અહીંથી(ભરત ક્ષેત્રથી) પણ મોક્ષે જઈ શકે છે. તેવી રીતે આપણાંમાંથી કોઈને દેવ અપહરણ કરીને મહાવિદેહમાં લઈ જાય તો પણ આપણે મોક્ષ નથી.
હવે જો મોક્ષમાં જવું છે તો થોડી પૂર્વ તૈયારી કરવી પડશે. મોક્ષ જતા પહેલાં સમ્યકત્વ પામવું જ પડશે. તેના વગર મોક્ષ નથી. આ કાળમાં અને આ ક્ષેત્રમાં સખ્યત્વ જરૂરથી મળી શકે છે. માટે આપણા માટે ઓછામાં ઓછું સમ્યકત્વ મળે તેને માટે પ્રગતિ કરવી ઉચિત છે. તો આ સમ્યકત્વ માટે શું કરવું? વિતરાગે કહેલું અને શાસ્ત્રમાં છે કે, સમ્યકત્વ હોવાના ગુણો નીચે પ્રમાણે બતાવેલ છે. આ ગુણોની હાજરી હોય તો તે વ્યકિતમાં સમ્યકત્વ હોઈ શકે તેમ કહી શકાય. ચોક્કસથી ખબર ન પડે. ચોક્કસ તો કેવલી જ કહી શકે, પહેલીવાર સમ્યકત્વ મેળવવા માટે આ પ્રમાણે ગુણો જોઈએ. છે, ૧. મનુષ્યપણું. ૨ ધર્મનું શ્રવણ. ૩. ધર્મમાં શ્રદ્ધા- સદગુરુની પ્રાપ્તિ. ૪, સંયમ - ત્યોગ- વિરતિમાં વીર્ય.
- JAINA Convention 2013
196.